ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ખ/ખતવણી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 15:18, 25 July 2025
ખતવણી
ઉત્પલ ભાયાણી
ખતવણી (ઉત્પલ ભાયાણી; ‘ખતવણી’, ૧૯૯૫) વાણોતર વાડીલાલ ધોધમાર વરસાદ વચ્ચે આશ્રય લેવા ઊભો રહે છે. એ જ છજા નીચે ઊભેલી ભિખારણ એની પાસે ભીખ માગે છે. એણે બાળકને એવી રીતે તેડ્યું છે કે છાતી બરાબર દેખાય. સિક્કો આપતો વાડીલાલનો હાથ પાછા ફરતાં વાર લગાડે છે. ભિખારણ પૂછે છે : ‘ઔર કુછ દેના હૈ?’ એ જ રીતે વધુ વાર લગાડી વાડીલાલ નોટ આપે છે. ઘરે જઈને હિસાબ લખતા વાડીલાલને આ ખર્ચો કયા ખાતે ઉધારવો એ સવાલ જંપવા દેતો નથી.
ર.