ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/ક્રોસરોડ
ક્રોસરોડ
મોહનલાલ પટેલ
ક્રોસરોડ (મોહનલાલ પટેલ; ‘ક્રોસરોડ’, ૧૯૮૨) નૈષધમાંથી પ્રોફેસર નૈષધ મહેતા બનીને પાછો આવેલો નાયક પ્રવચન દરમિયાન અને પછી પોતાના પરિચિત ભૂતકાળ તરફ સરકે છે - એવી સામાન્ય પ્રણયકથાને લેખકે વૃક્ષની સક્રિય સંવેદનાથી માર્મિક બનાવી છે.
ચં.