ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બદલો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:26, 30 July 2025

બદલો

દલપત ચૌહાણ

બદલો (દલપત ચૌહાણ; ‘ગુજરાતી દલિત વાર્તા’, સં. મોહન પરમાર, હરીશ મંગલમૂ, ૧૯૮૭) દુકાળના દહાડાઓમાં ગોકુળે જે માધુસંગ પર ઉપકાર કરેલો એ માધુસંગનો દીકરો વજેસંગ, ગોકુળ માંદો હોવાથી ખાટલીમાંથી ઊભો થઈ શકતો નથી એટલા સારુ માર મારીને ચાલી જાય છે. પ્રતિબદ્ધતાની ગંધ વગર વાર્તા દલિત પરિસ્થિતિની કરુણતાને કલાત્મક રીતે ઉપસાવે છે. ચં.
ચં.