ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગુલાબદાસ બ્રોકર/ઊભી વાટે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
‘વેવલાવ, એવી એવી ગામની પંચાયતમાં પડવા જશો તો કેમે ઊંચા નહિ આવો. તમારી જાત સંભાળોને!’
‘વેવલાવ, એવી એવી ગામની પંચાયતમાં પડવા જશો તો કેમે ઊંચા નહિ આવો. તમારી જાત સંભાળોને!’


છતાં શરૂશરૂમાં તો કોઈ કોઈ વાર બિડાતું જતું પેલું હૃદય પણ પોતાનો બંધ મોકળો કરી ઊઘડવા પ્રયત્ન કરતું એમ કપૂરચંદ શેઠને લાગતું તો તે બળપૂર્વક એને પાછું બંધ કરી દેતા. જગતના અનુભવે તેમને શીખવ્યું હતું કે જો ઊંચું આવવું હોય તો આવા વેવલાવેડા કર્યે, પારકી પંચાત કર્યે ન પાલવે.
છતાં શરૂશરૂમાં તો કોઈ કોઈ વાર બિડાતું જતું પેલું હૃદય પણ પોતાનો બંધ મોકળો કરી ઊઘડવા પ્રયત્ન કરતું એમ કપૂરચંદ શેઠને લાગતું તો તે બળપૂર્વક એને પાછું બંધ કરી દેતા. જગતના અનુભવે તેમને શીખવ્યું હતું કે જો ઊંચું આવવું હોય તો આવા વેવલાવેડા કર્યે પારકી પંચાત કર્યે ન પાલવે.


એટલે તો એક વખત જ્યારે તેમના મહેતાજીએ પહેલાં તો ચડતા પગારે અને પછી અડધા કપાતા પગારે છ મહિનાની રજા માગી, ત્યારે પેલા બંધ પડવા આવેલા હૃદયે ફરી પાછું જોર કરી ઊઘડી જવાના ગમે તેટલા પ્રયત્ન કર્યા તોપણ તેમણે ચોખ્ખી ના જ પાડી દીધી. પોતે એ દુકાનમાં નોકરી કરતા ત્યારે પણ આ જ મહેતાજી હતો. આજે પોતે મોટા શેઠ બન્યા ત્યારે પણ એ જ. વર્ષો સુધી પ્રામાણિકતાથી તેણે નોકરી કરી હતી પણ નસીબે તેને યારી નહોતી આપી. તેને દમની સખત બીમારી તો હતી જ, તેમાં વળી પાંડુ ઉમેરાયો અને વૈદ્ય ડૉક્ટરોએ કહ્યું કે છ મહિના આરામ નહિ લે તો મોત જ આમાંથી તેને છોડાવશે. શેઠને ઘડીભર તો થઈ ગયું કે આ મારો જૂનો સાથીદાર, અમુક વખત ઉપરી, પછી નોકરી સુધીનો અમારો સંબંધ. આપી દઉં રજા. પણ પછી તો વ્યવહાર એ વ્યવહાર. એમણે હા ન જ પાડી. ગામ આખું તેમને આ નિર્ણય જાણી આશ્ચર્યમાં ડૂબી ગયું. બેચાર જણા તો મહેતાજીની વતી બે શબ્દો એમને કહેવા પણ ગયા. પણ શેઠે તો પોતાનું સ્વાસ્થ્ય મેળવી લીધું હતું. તે એકના બે ન થયા.
એટલે તો એક વખત જ્યારે તેમના મહેતાજીએ પહેલાં તો ચડતા પગારે અને પછી અડધા કપાતા પગારે છ મહિનાની રજા માગી, ત્યારે પેલા બંધ પડવા આવેલા હૃદયે ફરી પાછું જોર કરી ઊઘડી જવાના ગમે તેટલા પ્રયત્ન કર્યા તોપણ તેમણે ચોખ્ખી ના જ પાડી દીધી. પોતે એ દુકાનમાં નોકરી કરતા ત્યારે પણ આ જ મહેતાજી હતો. આજે પોતે મોટા શેઠ બન્યા ત્યારે પણ એ જ. વર્ષો સુધી પ્રામાણિકતાથી તેણે નોકરી કરી હતી પણ નસીબે તેને યારી નહોતી આપી. તેને દમની સખત બીમારી તો હતી જ, તેમાં વળી પાંડુ ઉમેરાયો અને વૈદ્ય-ડૉક્ટરોએ કહ્યું કે છ મહિના આરામ નહિ લે તો મોત જ આમાંથી તેને છોડાવશે. શેઠને ઘડીભર તો થઈ ગયું કે આ મારો જૂનો સાથીદાર, અમુક વખત ઉપરી, પછી નોકરી સુધીનો અમારો સંબંધ. આપી દઉં રજા. પણ પછી તો વ્યવહાર એ વ્યવહાર. એમણે હા ન જ પાડી. ગામ આખું તેમનો આ નિર્ણય જાણી આશ્ચર્યમાં ડૂબી ગયું. બેચાર જણા તો મહેતાજીની વતી બે શબ્દો એમને કહેવા પણ ગયા. પણ શેઠે તો પોતાનું સ્વાસ્થ્ય મેળવી લીધું હતું. તે એકના બે ન થયા.


અને પેલો સત્યાગ્રહી આવો બે હૃદયોવાળો સિદ્ધાંત પ્રતિપાદિત કરવા પ્રેરાયો એ તો વળી એક બીજા જ પ્રસંગથી. હિંદના નજર-કેદીઓનો પ્રશ્ન ઉગ્ર બનતો જતો હતો.
અને પેલો સત્યાગ્રહી આવો બે હૃદયોવાળો સિદ્ધાંત પ્રતિપાદિત કરવા પ્રેરાયો એ તો વળી એક બીજા જ પ્રસંગથી. હિંદના નજરકેદીઓનો પ્રશ્ન ઉગ્ર બનતો જતો હતો.


ગામના થોડા જુવાનોએ નક્કી કર્યું કે થોડા પૈસા એકઠા કરી નજરકેદીઓનાં કુટુંબના ભરણપોષણ માટે મોકલી આપવા. સરકાર તો એમને કશું આપતી જ નહોતી અને એ લોકો બિચારા વગર કારણે હેરાન થતા હતા. રાષ્ટ્રવ્યાપી દેશભાવનાની અસર આ શહેર ઉપર પણ સારા પ્રમાણમાં હતી. ઝડપબંધ થોડા રૂપિયા ભેગા થઈ ગયા એમાં સારો તો નહિ પણ ઠીક ઠીક ઉમેરો કપૂરચંદ શેઠ કરી આપશે એ આશાએ પાંચ-છ જુવાનો આ સત્યાગ્રહી જુવાનની સરદારી હેઠળ કપૂરચંદ શેઠને ત્યાં ગયા.
ગામના થોડા જુવાનોએ નક્કી કર્યું કે થોડા પૈસા એકઠા કરી નજરકેદીઓનાં કુટુંબના ભરણપોષણ માટે મોકલી આપવા. સરકાર તો એમને કશું આપતી જ નહોતી અને એ લોકો બિચારા વગર કારણે હેરાન થતા હતા. રાષ્ટ્રવ્યાપી દેશભાવનાની અસર આ શહેર ઉપર પણ સારા પ્રમાણમાં હતી. ઝડપબંધ થોડા રૂપિયા ભેગા થઈ ગયા એમાં સારો તો નહિ પણ ઠીક ઠીક ઉમેરો કપૂરચંદ શેઠ કરી આપશે એ આશાએ પાંચ-છ જુવાનો આ સત્યાગ્રહી જુવાનની સરદારી હેઠળ કપૂરચંદ શેઠને ત્યાં ગયા.