ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લોહીનું ટીપું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 02:49, 13 August 2025

લોહીનું ટીપું

જયંત ખત્રી

લોહીનું ટીપું (જયંત ખત્રી; ‘ફોરાં’, ૧૯૪૪) ચોરી કરવાને કારણે જેલ ભોગવી પાછો ફરતો બેચર લુહાર ધર્મશાળામાં રાત્રિવાસ દરમિયાન યુવાન છોકરીને જોઈને થયેલા વિકારો પર કાબૂ મેળવી લે છે પણ એ જ છોકરી પર રાત્રે બેચરના પુત્ર દ્વારા બળાત્કાર થાય છે. વંશાનુગત મળેલા સંસ્કારની કેદનું અહીં શીર્ષક સમેત સૂક્ષ્મ વ્યંજનાથી નિરૂપણ થયું છે.
ચં.