ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હડકાયું કૂતરું: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(No difference)
|
Revision as of 08:54, 15 August 2025
હડકાયું કૂતરું
દલપત ચૌહાણ
હડકાયું કૂતરું (દલપત ચૌહાણ; ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’, સંપા. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) વાસમાં હડકાયું કૂતરું આવે છે. એને મારવા માટે ભગો, ગોકળ, વાલો અને મના પાછળ પડે છે. બધા કૂતરાને ડાંગ વડે મારે છે. તરફડતા કૂતરાને જોઈને મનાને મૃત પુત્ર રવલાને હડકવા થયો હતો તેનું સ્મરણ થાય છે. મના ડાંગ ઉગામે છે પણ મારતો નથી. ગોકળ પૂછે છે ‘અલ્યા મના ચ્યમ રવા દીધું?’ વાર્તાકારે એનો જવાબ આમ અપાવ્યો છે “ગોકળે જોયું મનાની આંખની પાંપણો વચ્ચે સચવાયેલાં આંસુમાં કૂતરું તરફડીને રવલો બની ગયું હતું.” બે વિભિન્ન સ્થિતિ વચ્ચે મુકાયેલો નાયક અહીં તાદૃશ થયો છે.
ઈ.