ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હનુમાનલવકુશમિલન

હનુમાનલવકુશમિલન

ભૂપેશ અધ્વર્યુ

હનુમાનલવકુશમિલન (ભૂપેશ અધ્વર્યુ; ‘હનુમાનલવકુશમિલન’, ૧૯૮૨) સીતારાણીથી દુભાયેલાં તુલસીમા રામ, સીતા અને લવકુશ ઉપર નાનાવિધ વીતકો વિતાડે છે. આથી તુલસીમાનું વ્રત કરી સીતામાતા માઠા દિવસો પૂરા કરે છે. લવકુશ મોટા થઈ અયોધ્યા જાય છે ત્યારે રામસેવક હનુમાન સાથે એમનું યુદ્ધ-મિલન થાય છે. સમાયણનો આધાર લઈ, વ્રતકથાની ધાટીએ ચાલતી આ વાર્તાનું ગદ્યકૌવત ધ્યાનાર્હ છે.
ર.