ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હિરવણું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 09:03, 15 August 2025

હિરવણું

મોહન પરમાર

હિરવણું (મોહન પરમાર, ‘ગૂર્જર અદ્યતન વાર્તાસંચય’ સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) વણકર ગોવિંદની વહુ જીવીની પાછળ ગલબાજી ઠાકોર પડ્યો છે. વાસમાં એ અવારનવાર જાય છે. જીવીને એ ગમતું નથી. એનું ચાલે તો એ ગલબાજીની મૂછો કાપી નાખે. ગોવિંદ અકળાઈ જઈને ગલબાજીને ધમકી આપે છે ને એ વાસમાં આવતો બંધ થઈ જાય છે પણ વખત જતાં જીવી મનોમન અકળાય છે – “ગલબોજી હમણાંથી ચ્યમ આવતા નથી?” માનવમનની સંકુલ ગતિવિધિ – નકાર-હકાર અહીં સવિસ્તાર તાણાવાણા રૂપે સુઘટ વણાટ પામ્યાં છે.
ઈ.