ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હાલોલનો એક છોકરો
હાલોલનો એક છોકરો
તારિણીબહેન દેસાઈ
હાલોલનો એક છોકરો (તારિણીબહેન દેસાઈ, ‘પગ બોલતાં લાગે છે’. ૧૯૮૪) માતાના અવસાન બાદ મુંબઈથી હાલોલ આવેલો રમાકાન્ત દાદીની શિસ્તને કારણે બધી વાનગીઓને એક વાડકામાં એકઠી કરી જમે છે. આ તટસ્થતા એની જિંદગીનો પહેલો પાઠ બને છે. બાલમાનસનો આ દૃઢ સંસ્કાર પરિણીત જીવનમાં પણ એને સ્વસ્થ રહેવા પ્રેરે છે. કથાનક સંવેદનશીલ બન્યું છે.
ચં.