બાળ કાવ્ય સંપદા/તારલિયાની ટોળી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
(No difference)

Latest revision as of 02:13, 17 September 2025

તારલિયાની ટોળી

લેખક : પરબતકુમાર નાયી
(1985)

તારલિયાની ટોળી, આભે તારલિયાની ટોળી,
ચાંદામામા સાથે રાતે રમતી આંખમિચોળી.

વાદળ પછવાડે સંતાઈ ખડખડ ખડખડ હસતી
નરી આંખથી ખબર પડે નહીં ધીરે ધીરે ખસતી
નટખટ ઠઈ મામાને પજવે, કોણ કહે છે ભોળી?
ચાંદામામા સાથે રાતે રમતી આંખમિચોળી.

દાદાજીની વાત સાંભળી તારલિયા મલકાય
મુન્નો મુન્ની ગણતાં ગણતાં થાકે, ઊંઘી જાય.
દાદીમા સપનામાં લાવે મીઠી પૂરણપોળી
તારલિયાની ટોળી, આભે તારલિયાની ટોળી.