બાળ કાવ્ય સંપદા/કીડીબહેન ભણવા ચાલ્યાં
Jump to navigation
Jump to search
કીડીબહેન ભણવા ચાલ્યાં
લેખક : જિગર જોષી ‘પ્રેમ’
(1987)
લીમડાના ઝાડ પાસે એક મોટી સ્કૂલ એમાં ભણવાની ચાલી છે ફૅશન
નાનકડાં કીડીબહેન નાનકડા દફતરમાં નાનકડી પાટી લૈ આવે
કીડીબહેન ભણવામાં એવાં તે હોશિયાર; બાકીના સૌને શિખડાવે
સ્કૂલેથી છૂટીને રોજ રોજ ઝટપટથી કીડીબહેન કરતાં ભઈ લેસન
લીમડાના ઝાડ પાસે એક મોટી સ્કૂલ એમાં ભણવાની ચાલી ફૅશન
મકોડાભાઈ સાવ ભણવામાં ઠોઠ એને ક ખ ગ આવડે નૈ કાંઈ
‘કીડીબહેન રોજ રોજ ટ્યૂશન કરાવશો’ ? એમ પૂછે છે મક્કોડાભાઈ
રોજ રોજ થોડું થોડું વાંચી લેવાનું ભાઈ રાખવાનું હોય કાંઈ ટ્યૂશન ?
લીમડાના ઝાડ પાસે એક મોટી સ્કૂલ એમાં ભણવાની ચાલી છે ફૅશન