કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૫. એક પડછાયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 28: Line 28:
{{Right|(અવકાશપંખી, પૃ. ૩૨)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૩૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૪. કવિનો હાથ|૧૪. કવિનો હાથ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૬. કવિને પ્રશ્ન|૧૬. કવિને પ્રશ્ન]]
}}

Latest revision as of 09:42, 18 September 2021


૧૫. એક પડછાયો

નલિન રાવળ

ક્યારનો
ઓરડામાં એક પડછાયો
તરફ જમણી ઊભેલી ભીંત પર
મારી નજરની આંગળી પકડી ફરે છે.
ક્યારનો
કાનને ઊકલે નહીં એવી અજાણી એક ભાષાનો
ઊંડો ધબકાર ક્‌હેવા હાથ-મોં આખા શરીરના હાવભાવોથી
મથે છે.
ક્યારનો
મારા ખભા પર હાથ મૂકી ખૂબ ધીરજથી કહે છે
... ... ...
ધૂળ!
હું શું કહું તમને મને સહુ લોકને

શું કહે છે
કૈં જ સમજાતું નથી!
ક્યારનો
ઓરડામાં એક પડછાયો
તરફ જમણી ઊભેલી ભીંત પર
મારી નજરની આંગળી પકડી ફરે છે
ક્યારનો
એક પડછાયો.
(અવકાશપંખી, પૃ. ૩૨)