કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૪. કવિનો હાથ
Jump to navigation
Jump to search
૧૪. કવિનો હાથ
નલિન રાવળ
કવિનો હાથ
મારા હાથમાં
છલકંત જાણે સૂર્યના સ્મિતથી સભર આકાશ
મારા હાથમાં
પમરે
કવિનો હાથ
મોહક પૃથ્વીનો જાણે વસંતલ અબ્ધિનો ઊછળંત લય
એ
લય મહીં ગુંજે
ગ્રહો તારા નિહારિકા સતત ગુંજે
કવિનો હાથ
મારા હાથમાં
રસળંત જાણે કરુણામય પ્રભુના હૃદયનો ભાવ.
(અવકાશપંખી, પૃ. ૨૭)