અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/દુનિયા અમારી: Difference between revisions

(Created page with "<poem> દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ! {{space}}પણ કલરવની દુનિયા અમારી! વાટે રખ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|દુનિયા અમારી|ભાનુપ્રસાદ પંડ્યા}}
<poem>
<poem>
દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!
દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!
Line 22: Line 24:
{{Right|(અડોઅડ, ૧૯૭૨, પૃ. ૭૮)}}
{{Right|(અડોઅડ, ૧૯૭૨, પૃ. ૭૮)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =આયખું
|next =તલાશ
}}

Latest revision as of 10:07, 22 October 2021

દુનિયા અમારી

ભાનુપ્રસાદ પંડ્યા

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!
         પણ કલરવની દુનિયા અમારી!
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
         ને તોય પગરવની દુનિયા અમારી!

કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર
         બંધ પોપચાંમાં રંગોની ભાત!
લોચનની સરહદથી છટકીને રણઝણતું
         રૂપ લઈ રસળે શી રાત!

લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
         વૈભવની દુનિયા અમારી!

ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી
         નાતો આ સામટી સુગંધ,
સમા સમાના દઈ સંદેશા લ્હેરખી
         અડક્યાનો સાચવે સંબંધ!
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
         અનુભવની દુનિયા અમારી!

(અડોઅડ, ૧૯૭૨, પૃ. ૭૮)