હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મારે માટે એક પથ્થર પણ એ ના આઘો કરે: Difference between revisions
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
Line 20: | Line 18: | ||
રાતદિન શું આમ રહેવાનું જ છે ખાબડખૂબડ | રાતદિન શું આમ રહેવાનું જ છે ખાબડખૂબડ | ||
મારે માટે શું કદી પાલવ એ ના સરખો કરે | મારે માટે શું કદી પાલવ એ ના સરખો કરે | ||
'''છંદવિધાન''' | |||
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા | |||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 09:01, 7 July 2024
મારે માટે એક પથ્થર પણ એ ના આઘો કરે
એ જો ચાહે તો એ જળ વચ્ચેથી પણ રસ્તો કરે
મારા ધૂસર હોઠ પર એ આંખ ઠેરવતાં નથી
એક નજર નાખે તો એ પટ રેતનો લીલો કરે
મારે માટે દાઝવાનું ચાંદની રાતોમાં પણ
એના શિર પર તો હવા પણ તાપમાં છાંયો કરે
એની સાથે હું જ શું બસ મારો સરવાળો કરું
મારી સાથે એ કદી તો એનો સરવાળો કરે
રાતદિન શું આમ રહેવાનું જ છે ખાબડખૂબડ
મારે માટે શું કદી પાલવ એ ના સરખો કરે
છંદવિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા