અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/ચંપકવરણી ગઝલ સદેહા (સંચારિણી દીપશિખા): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચંપકવરણી ગઝલ સદેહા (સંચારિણી દીપશિખા)|રાજેન્દ્ર શુક્લ}} <poem...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(કાવ્ય-કોડિયાં : રાજેન્દ્ર શુક્લ, ૧૯૮૧, પૃ. ૫૨-૫૩)}} | {{Right|(કાવ્ય-કોડિયાં : રાજેન્દ્ર શુક્લ, ૧૯૮૧, પૃ. ૫૨-૫૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =સદ્ય ત્યાં પ્હોંચો તને! | |||
|next =આ અમે નીકળ્યા— | |||
}} |
Latest revision as of 13:05, 23 October 2021
ચંપકવરણી ગઝલ સદેહા (સંચારિણી દીપશિખા)
રાજેન્દ્ર શુક્લ
મરકે છે કે મ્હેકે છે તું,
બોલે છે કે ફૂલ ખરે છે,
કયે કિરણ આંજે કજજલ કે
નીરખત નીરખત નેણ ઠરે છે!
સાવ પરસ્પર શ્વાસ સરે કે
જલ મધ્યે આ મીન તરે છે,
સુમયસુરાહી સંચરતી કે
તું જ ક્ષણિકનું જામ ભરે છે!
ઘેઘૂર ઘેઘૂર ઘેન ઘટા કે
પલક પારનું અલસ લળે તું,
આછો અમથો ઉજાગરો કે
અચરજનો આકાર ધરે છે!
દીપશિખા સંચારવતી કે
ચંપકવરણી ગઝલ સદેહા,
અનગળંના અભિષેક સરીખો
આઠ પ્રહર અજવાસ ઝરે છે!
કંકણને કિણકાર મધુર આ
કઈ તરત છેડાઈ રહી કે —
રોમ રોમ તું રમણા રૂપે
રેશમ રેશમ સૂર સરે છે!
(કાવ્ય-કોડિયાં : રાજેન્દ્ર શુક્લ, ૧૯૮૧, પૃ. ૫૨-૫૩)