અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/કૂંચીનો ઝૂડો જી રે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કૂંચીનો ઝૂડો જી રે|મનોહર ત્રિવેદી}} <poem> મારી કડ્યમાં છે કૂં...")
 
No edit summary
 
Line 27: Line 27:
મારી કડ્યમાં છે કૂંચીનો ઝૂડો જી રે
મારી કડ્યમાં છે કૂંચીનો ઝૂડો જી રે
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ઝૂમવા લાગી
|next =એંધાણી
}}

Latest revision as of 11:54, 27 October 2021


કૂંચીનો ઝૂડો જી રે

મનોહર ત્રિવેદી

મારી કડ્યમાં છે કૂંચીનો ઝૂડો જી રે
અરતો ડાબે કાંડે
ફરતો જમણે કાંડે
મારી નણદલનો વીર મારો ચૂડો જી રે
ઊકલ્યાં વાસીદાં: બારેવો ભરવા બેઠી
ઘડી પરસેવા-સોતી આછરવા બેઠી
વાયરે ફૉરી કીધી
સાયબે ઓરી લીધી
એક અળવીતરો: બીજો આફૂડો જી રે

મેં તો અંબોડે ફૂલ જરી મૂક્યું હતું
ત્યાં તો ભીને તેવાન આભ ઝૂક્યું હતું
અગરીક અડખે સૂંઘે
લગરીક પડકે સૂંઘે
બળ્યો, મીઠપનો ડંખે મધપૂડો જી રે

મારા કમખાની વાડીયું લીલીકુંજાર
સાખ વનપક ને એન વેઠાય નહીં ભાર
અરધો આ પા ઊડે
પરધો તે પા ઊડે

ઊડતો આંબામાં અટવાયો સૂડો જી રે
મારી કડ્યમાં છે કૂંચીનો ઝૂડો જી રે