અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયન હ. દેસાઈ/પિયર ગયેલી ભરવાડણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પિયર ગયેલી ભરવાડણ|નયન હ. દેસાઈ}} <poem> પનઘટે છલકાતી ગાગર સાંભર...")
 
No edit summary
 
Line 28: Line 28:
{{Right|(માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો, પૃ. ૭)}}
{{Right|(માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો, પૃ. ૭)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =તમે જશો ને…
|next =માણસ ઉર્ફે
}}

Latest revision as of 12:39, 27 October 2021


પિયર ગયેલી ભરવાડણ

નયન હ. દેસાઈ

પનઘટે છલકાતી ગાગર સાંભરે;
દી ઊગે ને રોજ સહિયસ સાંભરે.

છેડલો ખેંચી શિરામણ માંગતો;
વાસીદું વાળું ને દિયર સાંભરે.

ત્રાડ સાવજની પડે ભણકારમાં;
રાતના થરથરતું પાધર સાંભરે.

ઢોલિયે ઢાળું હું મારો દેહ ને;
બાથમાં લૈ લેતી નીંદર સાંભરે.

સાંજ ટાણે સાદ ફળિયામાં પડે,
આંખડી મલક્યાનો અવસર સાંભરે.

કાંબિયું ખખડે ને હું ચોંકી ઊઠું;
ઝાંઝરો રણકે ને જંતર સાંભરે.

તામ ભાભુજીએ કીધી ’તી નકર;
કોણ બોલ્યું ’તું કે મહિયર સાંભરે?

મા! મને ગમતું નથી આ ગામમાં;
હાલ્ય, બચકું બાંધ, આયર સાંભરે!
(માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો, પૃ. ૭)