અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/પગરવોની પાનખર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(અવાન્તર, ૧૯૮૩, પૃ. ૩૫)}} | {{Right|(અવાન્તર, ૧૯૮૩, પૃ. ૩૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/અહીં છે | અહીં છે]] | અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લલિત ત્રિવેદી/શ્રુતિ પ્રગટો હવે — | શ્રુતિ પ્રગટો હવે —]] | આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે,]] | |||
}} |
Latest revision as of 13:11, 27 October 2021
પગરવોની પાનખર
બકુલેશ દેસાઈ
એમના આવ્યા વગર,
લો, ટકોરા દ્વાર પર!
વેદના છે ઘાવમાં,
ફૂંકની કેવી અસર!
પથ્થરોથી ચેતજો!
કાચનું આ શ્વાસઘર!
આંખ તો લાગ્યા કરે,
આંસુઓનું માનસર!
સાદ કોને પાડવો?
જે દીવાલોનું નગર!
નેજવે બળતી પળો :
પગરવોની પાનખર!
શ્વાસના આકાશમાં —
રક્તવરણી છે ટશર.
(અવાન્તર, ૧૯૮૩, પૃ. ૩૫)