નર્મદ-દર્શન/નર્મદનું સુરત, નર્મદની દૃષ્ટિએ: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|નર્મદનું સુરત, નર્મદની દૃષ્ટિએ}} | {{Heading|નર્મદનું સુરત, નર્મદની દૃષ્ટિએ}} | ||
{{Block center|'''<poem>તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમી; | {{Block center|'''<poem>તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમી; | ||
| Line 48: | Line 47: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મેરી કાર્પેન્ટરના ૧૮૬૮માં પ્રકટ થયેલા ગ્રંથ ‘સિકસ મન્થસ ઇન ઇન્ડિયા’માં વર્ણવેલી નર્મદાના પુલ પર રેલવે એંજિન અટકી ગયાની ઘટનાને વિશ્વનાથ ભટ્ટે ત્રણ દાયકા પહેલાં મૂકી, નર્મદના જન્મસમયની ઘટના તરીકે ઓળખાવી છે. હવે ઉપરની નોંધ ક્રમાંક ૮ અને, ૧૧ના અનુલક્ષમાં નર્મદની ત્રીશીના કાળમાં મૂકીશું? મુંબઈ-સુરતનો ટુકડો પહેલાં શરૂ થયો હતો. તે પછી સુરત-ભરૂચનો. ૧૮૬૪માં ટ્રેન શરૂ થઈ તે પહેલાં દરિયામાર્ગે અથવા પગરસ્તે સુરતથી મુંબઈ જવાતું. વહાણ સદતું નહિ માટે નર્મદ અને તેની માતા કાંઠાને રસ્તે ચાલીને મુંબઈ જતાં એ વાત તો ‘મારી હકીકત’માં નોંધાયેલી છે. નર્મદ આગબોટમાં બેસીને પણ અવારનવાર સુરત-મુંબઈ વચ્ચે આવજા કરતો હતો. એના અનુભવો અને દૃશ્યો તેણે ‘મારી હકીકત’માં અને કેટલાંક કાવ્યોમાં પણ આલેખ્યાં છે. | મેરી કાર્પેન્ટરના ૧૮૬૮માં પ્રકટ થયેલા ગ્રંથ ‘સિકસ મન્થસ ઇન ઇન્ડિયા’માં વર્ણવેલી નર્મદાના પુલ પર રેલવે એંજિન અટકી ગયાની ઘટનાને વિશ્વનાથ ભટ્ટે ત્રણ દાયકા પહેલાં મૂકી, નર્મદના જન્મસમયની ઘટના તરીકે ઓળખાવી છે. હવે ઉપરની નોંધ ક્રમાંક ૮ અને, ૧૧ના અનુલક્ષમાં નર્મદની ત્રીશીના કાળમાં મૂકીશું? મુંબઈ-સુરતનો ટુકડો પહેલાં શરૂ થયો હતો. તે પછી સુરત-ભરૂચનો. ૧૮૬૪માં ટ્રેન શરૂ થઈ તે પહેલાં દરિયામાર્ગે અથવા પગરસ્તે સુરતથી મુંબઈ જવાતું. વહાણ સદતું નહિ માટે નર્મદ અને તેની માતા કાંઠાને રસ્તે ચાલીને મુંબઈ જતાં એ વાત તો ‘મારી હકીકત’માં નોંધાયેલી છે. નર્મદ આગબોટમાં બેસીને પણ અવારનવાર સુરત-મુંબઈ વચ્ચે આવજા કરતો હતો. એના અનુભવો અને દૃશ્યો તેણે ‘મારી હકીકત’માં અને કેટલાંક કાવ્યોમાં પણ આલેખ્યાં છે. | ||
૧૨. ૧૮૬૫ : શહેરમાં શૅરની ઘેલાઈ ચાલી. લોકો પૈસાદાર અને ગરીબ સૌએ પાયમાલ થઈ ગયા. તેમાં આત્મારામ ભૂખણવાળા સાહુકાર ‘ફરી ન ઊઠે એવી રીતે તૂટી ગયા.’ | {{Poem2Close}} | ||
{{hi|1em|૧૨. ૧૮૬૫ : શહેરમાં શૅરની ઘેલાઈ ચાલી. લોકો પૈસાદાર અને ગરીબ સૌએ પાયમાલ થઈ ગયા. તેમાં આત્મારામ ભૂખણવાળા સાહુકાર ‘ફરી ન ઊઠે એવી રીતે તૂટી ગયા.’}} | |||
{{Poem2Open}} | |||
ઉપરની ઘટનાઓની કિશોર અને યુવાન નર્મદના ચિત્ત પર ભારે અસર થઈ હતી. તેનામાંનો ‘જોદ્ધો’ ઘડવામાં નોંધ ક્રમાંક ૩ અને ૫ ના સંસ્કાર નકારી ન શકાય. અંગ્રેજી શિક્ષણ તો તેણે મુંબઈમાં જ આરંભ્યું હતું. સત્તાવનની ક્રાન્તિના વીરોને આ સમયના કોઈ ગુજરાતી કવિએ બિરદાવ્યા હોય તો તે નર્મદે જ. તેણે હુન્નરઉદ્યોગનો પુરસ્કાર કર્યો તેમાં આગબોટ અને આગગાડીના આગમને તેનું સમર્થન કર્યું હશે એ પણ સ્પષ્ટ છે. આગગાડી શરૂ થવાને કારણે સાંસ્કૃતિક વિનિમય સરળ બન્યો એ વાતની નોંધ તેણે ભાષાના વિષયમાં લીધી છે. અમદાવાદી, કાઠિયાવાડની અને સુરતી બોલીઓની તુલના કરતાં તે ‘નર્મકોશ’ની પ્રસ્તાવનામાં નોંધે છે : | ઉપરની ઘટનાઓની કિશોર અને યુવાન નર્મદના ચિત્ત પર ભારે અસર થઈ હતી. તેનામાંનો ‘જોદ્ધો’ ઘડવામાં નોંધ ક્રમાંક ૩ અને ૫ ના સંસ્કાર નકારી ન શકાય. અંગ્રેજી શિક્ષણ તો તેણે મુંબઈમાં જ આરંભ્યું હતું. સત્તાવનની ક્રાન્તિના વીરોને આ સમયના કોઈ ગુજરાતી કવિએ બિરદાવ્યા હોય તો તે નર્મદે જ. તેણે હુન્નરઉદ્યોગનો પુરસ્કાર કર્યો તેમાં આગબોટ અને આગગાડીના આગમને તેનું સમર્થન કર્યું હશે એ પણ સ્પષ્ટ છે. આગગાડી શરૂ થવાને કારણે સાંસ્કૃતિક વિનિમય સરળ બન્યો એ વાતની નોંધ તેણે ભાષાના વિષયમાં લીધી છે. અમદાવાદી, કાઠિયાવાડની અને સુરતી બોલીઓની તુલના કરતાં તે ‘નર્મકોશ’ની પ્રસ્તાવનામાં નોંધે છે : | ||
‘વર્તમાન ભાષા તો આગગાડી વડે ને છાપખાનાં વડે ગુજરાતના ગુજરાતી બોલનારાં સકળ જનની ખરેખરી થઈ છે – સુરતની, અમદાવાદની, કાઠિયાવાડની એમ અમણાં કેવાય છે તે ચાલતે દહાડે નહીં કહેવાય. સુરતની ભાષા કદે કંઈક ઠિંગણી, નાજુક ને કુમળી છે, અમદાવાદની કંઈક ઊંચી ને કઠણ છે, કાઠિયાવાડની જાડી છે તે શબ્દે શબ્દે ભાર સાથે છૂટી બોલાય છે. પણ એ ત્રણનું મિશ્રણ થવા માંડ્યું છે ને રૂડું થશે.’ | :''‘વર્તમાન ભાષા તો આગગાડી વડે ને છાપખાનાં વડે ગુજરાતના ગુજરાતી બોલનારાં સકળ જનની ખરેખરી થઈ છે – સુરતની, અમદાવાદની, કાઠિયાવાડની એમ અમણાં કેવાય છે તે ચાલતે દહાડે નહીં કહેવાય. સુરતની ભાષા કદે કંઈક ઠિંગણી, નાજુક ને કુમળી છે, અમદાવાદની કંઈક ઊંચી ને કઠણ છે, કાઠિયાવાડની જાડી છે તે શબ્દે શબ્દે ભાર સાથે છૂટી બોલાય છે. પણ એ ત્રણનું મિશ્રણ થવા માંડ્યું છે ને રૂડું થશે.’ '' | ||
લાટિનીઓની ભાષાના પ્રેમમાં પડેલા રાજશેખરના અભિપ્રાયનો જ જાણે નર્મદના મતમાં પડઘો પડે છે. સુરતના લોકોને તે રીતભાતમાં અજોડ ગણાવે છે. ‘મુખ્તેસર હકીકત’માં તે નોંધે છે : | લાટિનીઓની ભાષાના પ્રેમમાં પડેલા રાજશેખરના અભિપ્રાયનો જ જાણે નર્મદના મતમાં પડઘો પડે છે. સુરતના લોકોને તે રીતભાતમાં અજોડ ગણાવે છે. ‘મુખ્તેસર હકીકત’માં તે નોંધે છે : | ||
‘રીતભાતમાં સૂરતની વસતી જેવી સુઘડ છે તેવી બીજી કેાઈ ગુજરાતમાં નથી. સ્ત્રીપુરૂષોનો પોશાક હલકો ને શોભતો છે તેમ તેઓની ઘરેણાં પહેરવાની રીત પણ યુક્તિસર છે. સૂરતના લોકનું બોલવું પણ કુમળું ને મધુર છે. મુફલસીમાં છે તો પણ તેઓ શહેરના રહેનાર, સુઘડ ને ચતુર છે એમ પોતાના ચહેરા પરથી બતાવે છે. સૂરતના લોક તરત ઓળખાઈ આવે છે.’ | :''‘રીતભાતમાં સૂરતની વસતી જેવી સુઘડ છે તેવી બીજી કેાઈ ગુજરાતમાં નથી. સ્ત્રીપુરૂષોનો પોશાક હલકો ને શોભતો છે તેમ તેઓની ઘરેણાં પહેરવાની રીત પણ યુક્તિસર છે. સૂરતના લોકનું બોલવું પણ કુમળું ને મધુર છે. મુફલસીમાં છે તો પણ તેઓ શહેરના રહેનાર, સુઘડ ને ચતુર છે એમ પોતાના ચહેરા પરથી બતાવે છે. સૂરતના લોક તરત ઓળખાઈ આવે છે.’ '' | ||
આ જ રીતે સુરત અને અમદાવાદનો સંસ્કારભેદ પણ તારવે છે. અમદાવાદી માટે તે કહે છે : | આ જ રીતે સુરત અને અમદાવાદનો સંસ્કારભેદ પણ તારવે છે. અમદાવાદી માટે તે કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 79: | Line 80: | ||
‘ડાંડિયો’માંનાં નર્મદનાં કેટલાંક લખાણોમાં પણ સુરતી હવાનું ઝોકું છે. ‘ડાંડિયો’ એ સંજ્ઞા પણ, અરદેશર કોટવાળે ચોર-લૂંટારુઓ સામે ‘જાગતા રહેજો’ની દાંડી પીટવા શરૂ કરેલી વ્યવસ્થાની દ્યોતક છે. | ‘ડાંડિયો’માંનાં નર્મદનાં કેટલાંક લખાણોમાં પણ સુરતી હવાનું ઝોકું છે. ‘ડાંડિયો’ એ સંજ્ઞા પણ, અરદેશર કોટવાળે ચોર-લૂંટારુઓ સામે ‘જાગતા રહેજો’ની દાંડી પીટવા શરૂ કરેલી વ્યવસ્થાની દ્યોતક છે. | ||
સુરતનો ‘માણેકઠારી પૂનમ’નો ઉત્સવ ત્યારે તો આજથી વિશેષ અને લાક્ષણિક હતો. એ નિમિત્તે ઉપદેશ આપવાની તક ઝડપતાં નર્મદ ‘ડાંડિયો’ના એક લેખમાં કહે છે : | સુરતનો ‘માણેકઠારી પૂનમ’નો ઉત્સવ ત્યારે તો આજથી વિશેષ અને લાક્ષણિક હતો. એ નિમિત્તે ઉપદેશ આપવાની તક ઝડપતાં નર્મદ ‘ડાંડિયો’ના એક લેખમાં કહે છે : | ||
‘અગાશીમાં બેસીને દૂધપૌંઆ, ગવારસિંગ ખાવાના, રાઈતી ચીરી ચાટવાના અને રાગતાનમાં ગુલતાન બનીને રંગમાં રાત કાઢવાના... ત્યારે હું શું કરવા તમારા રંગમાં ભંગ પાડું?... હું રસિકતાના કસુંબાની પ્યાલીઓનું લહાણ કરૂં છઉં.’ | :''‘અગાશીમાં બેસીને દૂધપૌંઆ, ગવારસિંગ ખાવાના, રાઈતી ચીરી ચાટવાના અને રાગતાનમાં ગુલતાન બનીને રંગમાં રાત કાઢવાના... ત્યારે હું શું કરવા તમારા રંગમાં ભંગ પાડું?... હું રસિકતાના કસુંબાની પ્યાલીઓનું લહાણ કરૂં છઉં.’ '' | ||
આમ આ ઉત્સવના વિભાવો વર્ણવીને તે એક રસબોધ આપતો સંવાદ આપે છે. માણેકઠારી પૂનમે ‘રંગપાણી’ કરી સૌ જમવા બેસે છે તે સમયનો આનંદ વર્ણવતાં, ચંદ્રમુખી ગૃહિણીઓ સાથેના પ્રમોદ કરતાં, બહાર રામજણીઓનાં તાયફાઓનો નાચ જોવાનો આનંદ શું વધારે છે? એવી રસિક ચર્ચા ગોઠવી, તેમાં ‘આપણા ઘરની ખુબસૂરત તાયફાઓની’ પાસે ગરબી ગવડાવવાનું ગોઠવાય છે. સુરતની રામજણીઓ પણ સુરતી જીવનનું એક મહત્ત્વનું અંગ હતી – જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાએ ‘અમે બધાં’-માં એ પાસાનું રસિક વર્ણન પણ કર્યું છે – તેનો નિર્દેશ કરી તે વિકૃત આનંદને બદલે સાત્ત્વિક આનંદને અદકો બનાવવાનું સૂચન આ વિષયની અતિરેકતા સામે લાલબત્તી રૂપ છે. ‘વ્યભિચારનિષેધ’ નિબંધમાં પણ તેણે આ પ્રકારના હમશહેરીઓને ‘આડેહાથ’ લીધા છે. | આમ આ ઉત્સવના વિભાવો વર્ણવીને તે એક રસબોધ આપતો સંવાદ આપે છે. માણેકઠારી પૂનમે ‘રંગપાણી’ કરી સૌ જમવા બેસે છે તે સમયનો આનંદ વર્ણવતાં, ચંદ્રમુખી ગૃહિણીઓ સાથેના પ્રમોદ કરતાં, બહાર રામજણીઓનાં તાયફાઓનો નાચ જોવાનો આનંદ શું વધારે છે? એવી રસિક ચર્ચા ગોઠવી, તેમાં ‘આપણા ઘરની ખુબસૂરત તાયફાઓની’ પાસે ગરબી ગવડાવવાનું ગોઠવાય છે. સુરતની રામજણીઓ પણ સુરતી જીવનનું એક મહત્ત્વનું અંગ હતી – જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાએ ‘અમે બધાં’-માં એ પાસાનું રસિક વર્ણન પણ કર્યું છે – તેનો નિર્દેશ કરી તે વિકૃત આનંદને બદલે સાત્ત્વિક આનંદને અદકો બનાવવાનું સૂચન આ વિષયની અતિરેકતા સામે લાલબત્તી રૂપ છે. ‘વ્યભિચારનિષેધ’ નિબંધમાં પણ તેણે આ પ્રકારના હમશહેરીઓને ‘આડેહાથ’ લીધા છે. | ||
સુરતની વાત હોય ને પતંગ ન આવે એ અસંભવ. ૧૮૬૫માં શૅરની ઘેલાઈ આવી અને લોકો બરબાદ થયા ત્યારે તે વિષયનાં તેણે કેટલાંક પદ્યો પણ લખ્યાં છે. ‘ડાંડિયો’માં ‘શૅર કાગળના કનકવા’માં તેણે ‘શૅરો’ને ‘કનકવા’, કેવળ હવામાં ચગાવાયેલાં કાગળિયાં તરીકે ઓળખાવ્યા છે. એ કાગળિયાં શેરબજાર બેસી જવાથી કિંમત વગરનાં થઈ ગયાં, હવે માત્ર તેના પતંગ જ બનશે એમ કહીને તે શૅરબજારની રૂખનું પતંગ વિદ્યાની પરિભાષામાં નિરૂપણ કરે છે. | સુરતની વાત હોય ને પતંગ ન આવે એ અસંભવ. ૧૮૬૫માં શૅરની ઘેલાઈ આવી અને લોકો બરબાદ થયા ત્યારે તે વિષયનાં તેણે કેટલાંક પદ્યો પણ લખ્યાં છે. ‘ડાંડિયો’માં ‘શૅર કાગળના કનકવા’માં તેણે ‘શૅરો’ને ‘કનકવા’, કેવળ હવામાં ચગાવાયેલાં કાગળિયાં તરીકે ઓળખાવ્યા છે. એ કાગળિયાં શેરબજાર બેસી જવાથી કિંમત વગરનાં થઈ ગયાં, હવે માત્ર તેના પતંગ જ બનશે એમ કહીને તે શૅરબજારની રૂખનું પતંગ વિદ્યાની પરિભાષામાં નિરૂપણ કરે છે. | ||
‘છોકરાઓ રે, તમારે મજા છે શૅરનાં કાગળિયાંના કનકવા બનાવી ચગાવવાનું ઠીક થશે. એ કનકવા ચગશે ત્યારે તેમાં ફિનાનસો અને બંકો દેખાશે અને પછી એકદમ ગોથ ખવાડી તમારા મોટેરાઓને બતાવજો કે તમારી ફિનાસો અને બેંકો આમ જ હવામાં ચમકી હશે ને આમ જ પાછી નીચે પડી સૂઈ ગઈઓ હશે...છોકરાઓ હવે તમારો વારો છે. પણ જરા સીધા રહો, દોરી, માંજો, લાહી, કામડી તૈયાર કરવા માંડો, એટલે કનકવાનાં કાગળો (શેરનાં ખોખાં) પણ રસ્તે કૂદતાં કૂદતાં તમારી પાસે આવશે.’ | :''‘છોકરાઓ રે, તમારે મજા છે શૅરનાં કાગળિયાંના કનકવા બનાવી ચગાવવાનું ઠીક થશે. એ કનકવા ચગશે ત્યારે તેમાં ફિનાનસો અને બંકો દેખાશે અને પછી એકદમ ગોથ ખવાડી તમારા મોટેરાઓને બતાવજો કે તમારી ફિનાસો અને બેંકો આમ જ હવામાં ચમકી હશે ને આમ જ પાછી નીચે પડી સૂઈ ગઈઓ હશે...છોકરાઓ હવે તમારો વારો છે. પણ જરા સીધા રહો, દોરી, માંજો, લાહી, કામડી તૈયાર કરવા માંડો, એટલે કનકવાનાં કાગળો (શેરનાં ખોખાં) પણ રસ્તે કૂદતાં કૂદતાં તમારી પાસે આવશે.’ '' | ||
એ પછી, ‘ડાંડિયો’ ઉમેરે છે : | એ પછી, ‘ડાંડિયો’ ઉમેરે છે : | ||
‘હોળિયા રે, હોળીના દહાડા ગયા નથી... હું તમને હોળીનાં ગીત ગવડાવીશ, પણ હમણાં એકવાર બોલો તો જોઉં – | ‘હોળિયા રે, હોળીના દહાડા ગયા નથી... હું તમને હોળીનાં ગીત ગવડાવીશ, પણ હમણાં એકવાર બોલો તો જોઉં – | ||
Latest revision as of 03:17, 3 November 2025
તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમી;
મને ઘણું અભિમાન, ભોંય તારી મેં ચૂમી.
મુંબઈ નર્મદની કર્મભૂમિ. પરંતુ સુરત તેની સંસ્કારભૂમિ. સુરતીપણું તેની રગેરગમાં. સુરત માટે તેને ગૌરવ, તેમ સુરત પણ તેને માટે ગૌરવ લઈ શકે એવી સભાનતા પણ તેનામાં સતત તગતગ્યા કરતી. નંદશંકરને એક પત્રમાં તેણે લખ્યું હતું : ‘...હું તમારા શહેરમાં એક ક્યારેક્ટર છઉં, પછી ગમે તેવો.’ આ સ્વાભિમાન અને બીજાના અભિપ્રાય વિશે બેપરવાઈ પણ તેને સુરતની ભૂમિમાંથી મળ્યાં હતાં. નર્મદનાં સુરતીપણાનાં લક્ષણો તો તેનાં અનેક કાવ્યોમાં અને નિબંધોમાં સ્થળે સ્થળે મળે છે પરંતુ તેનો સુરતીપ્રેમ ‘સૂરતની મુખ્તેસર હકીકત’ નિબંધ અને ‘સૂરત શહેર’ કાવ્યમાં ભરપૂર વ્યક્ત થયો છે. તેના ‘ડાંડિયો’ના કેટલાક લેખોમાં પણ તેના સુરતીપણાનાં દર્શન થાય છે. ‘સૂરતની મુખ્તેસર હકીકત’[1] વાસ્તવમાં તેણે સ્વતંત્ર રીતે તૈયાર કરેલું સુરતનું ગેઝેટિયર જ છે, જેમાં સુરતની ભૂતકાલીન જાહોજલાલી, સમકાલીન પડતી દશાનો ઇતિહાસ આપી સુરતની મૂરત પૂર્વવત્ ‘સૂના’ની થાય તે માટેની આરત અને ઉદ્બોધન છે. આ નિબંધ લખ્યા પછી તેને તે વિશે એક કાવ્ય લખવાનો જોસ્સો આવ્યો જેમાંથી માદરેશહેર વિશેનું એક અનન્ય કરુણ પ્રશસ્તિ કાવ્ય રચાયું :
આ તે શા તુજ હાલ, ‘સુરત સૂનાની મૂરત’
થયા પૂરા બેહાલ, સૂરત તુજ રડતી સુરત!
રે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાંકી,
દીપી કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.
આ કાવ્યની રચનાનો ઇતિહાસ પણ રસિક છે. એક વાર તેની પ્રિયાએ તેને એકાએક કહ્યું, ‘તમારો પ્યાર આજકાલ મારા પરથી છેક ઊતરી ગયો છે.’ કવિએ કહ્યું : ‘એવા ગાંડા વિચારથી જ તારી સુરત ફીકી પડી ગઈ છે.’ આમ કહેતાં તેને ‘સુરત’ શહેર ઉપર લખવાનો જોસ્સો થયો. પ્રિયતમા અને આ નગર બંને વચ્ચે કશોક અનુબંધ તેના મનમાં ગોઠવાયો અને સુરતને નાયિકા તરીકે કલ્પી ૧૨મી નવે. ૧૮૬૫ને રોજ આ રચના કરી. ૧૪મીએ ઍન્ડ્રૂઝ લાઇબ્રેરીમાં તેણે કવિતા-અલંકાર-રસ ઉપર ભાષણ કરતાં તે વાંચી હતી. રોળાવૃત્તમાં રચેલા આ કાવ્યના પ્રથમ ખંડમાં એક સમયની પ્રફુલ્લયૌવના સુંદરી જેવી સુરત આજે કેવી ગલિતયૌવના ભૂંડી ભૂખ જેવી બની ગઈ છે તેનું વિષાદસિક્ત વર્ણન કરી તેણે પૂર્વ જાહોજલાલી, વર્તમાન વિષમતા અને તેમાંથી તેને ઉગારવા હમશહેરીઓને ઉદ્બોધન એવા ઉપક્રમે તેનો વિસ્તાર કર્યો છે. ‘મુખ્તેસર હકીકત’માં તે અવલોકે છે કે ‘મુગલાઈ થઈ ત્યારથી સૂરતની સુરત ઉપર જોબન ઝળકવા લાગ્યું.’ શહેર આબાદાનીની ટોચે ચડ્યું. તે કાવ્યમાં કહે છે :
ચકચકતું તુજ રૂપ સોળશેં સત્તરશેંમાં.
મુગલની તમામ બાદશાહીમાં સુરત જેવું કોઈ બંદર ન હતું. યુરોપિયનો અહીંથી માલ ખરીદતા, મુસલમાનો અહીંથી જ મક્કા હજ જતા, આ બંદરે ૧૦૦૦, ૧૨૦૦ ટનનાં વહાણો લાંગરતાં, ફુરજાની પેદાશ સાત લાખની, જકાત, ભાડું વગેરેની બીજી તેર લાખની, સુરતની બજારમાં રોજની ઊથલપાથલ વીસ લાખની, મુગલ સરકારની લશ્કરી મનવાર પણ બંદરની સંભાળ માટે સતત લાંગરેલી રહેતી. કવિ કહે છે :
‘સૂરત તું લંકા રૂપ, સુનૂં ઊછળતું સંધે.
આ પછી આસમાની સુલતાની આફતોથી દુકાળો, રેલ, ગાયકવાડી-પેશવાઈ-નવાબીનાં જુદ્ધો, કાપડ વણવાનો ધંધો વિલાયત વિકસવાથી અને અમેરિકાનું રૂ ત્યાં નિકાસ થતાં અત્રેનો વેપાર બંધ પડતાં તેમ મુંબઈ મુખ્ય વહીવટી મથક અને બંદર તરીકે વિકસવાથી સુરતની મૂરત કરમાઈ ગઈ તેનું વર્ણન હાયકારા સાથે નર્મદ ગદ્યકાવ્યરૂપે આ રીતે કરે છે : ‘વખતના દેવે શહેરની આબાદીનો લીલો કુંજાર જેવો બાગ બાળી નાખ્યો –રે અશોકવાડી જેવું શોભતું સૂરત સહજમાં સ્મશાન જેવું થઈ રહ્યું.... અરેરે ખીલેલા કમળ સરખું તે કિલ્લાનું મેદાન, આરસ જેવા ઓપતા તે ઓવારા, માણેકના ચોક જેવી તે મુગલીસરાહ ને નંગમાળ જેવું તે નાણાવટ, ચાંદ જેવું તે ચૌટું, રસે રાતો કસુંબા જેવો તે રહિયા સોનીનો ચકલો, બામદાદના રંગ જેવી તે બહરાનપુરી ભાગળ ને ગોકુળ જેવું તે ગોપીપરૂં ક્યાં ક્યાં ઊડી ગયાં?! અરે ઓ પ્યારી સૂરત, હવે તો અમારે નસીબે તારાં ખંડિયેર ઉપર પડતા તીત તડકાના અદ્ધર તરતા તેજને ઉદાસીન મોઢે બેઠાં બેઠાં જોયા કરવાનું જ રહ્યું છે! અફસોસ!’ આસમાની સુલતાનીમાં પણ સુરતે પોતાનું ખમીર ન ખોયું.
ખૂબ કરી ઓ સૂરત, નાર થઈ જખમો લીધાં,
ખૂશ મિજાજે તેહ, દુઃખ વિસારી દીધાં.
અહા સૂરતને ધન, હજી ધીરી સંતોષી,
દુઃખમાં પણ મીઠાસ, જ્ઞાનિ જાણે નિર્દોષી.
મોગલ સમયમાં સુરતની વસ્તી આઠ લાખની હતી, નર્મદના સમયમાં એક લાખ સાત હજારની રહી હતી. તેની ચતુઃસીમા પણ સંકોચાઈને પૂર્વ-પશ્ચિમ/ઉત્તર-દક્ષિણ ચાર ચાર માઈલની રહી હતી, શહેર બહારનો કોટનો ઘેરાવો સાત માઈલનો અને પરાં સમેત ક્ષેત્રફળ ૩૧૦૦ વીધાં હતું. નર્મદે ‘મુખ્તેસર હકીકત’માં શહેરમાં જોવાલાયક ત્રીસેક સ્થળો ગણાવ્યાં છે, જેમાંથી કેટલાંકનું આજે અસ્તિત્વ નથી, કેટલાંકનાં નામ બદલાઈ ગયાં છે અને કેટલાંકને શોધવા નગરપાલિકાનો રેકર્ડ જોવો પડે તેમ છે. પરંતુ નર્મદના જન્મ પછી બનેલી કેટલીક ઘટનાઓની તેણે આપેલી નોંધ રસપ્રદ, સુરતના નવેસરથી થઈ રહેલા ઘડતરની હવાનો અને ખમીરનો પરિચય આપનારી છે.
- ૧. ૨૪ એપ્રિલ ૧૮૩૭ : મોટી આગ. ૬૦૦૦ મકાનો, ૫૦૦ માણસો, અસંખ્ય ઢોર બળી ગયાં. ૭૦,૦૦૦ લોકો ‘મુફલીસી’માં આવી ગયાં. કરોડ ઉપરનું નુકસાન થયું. નંદશંકરે ‘કરણઘેલો’માં આગનું જે વર્ણન કર્યું છે તે આ ઘટના ઉપરથી.
- ૨. ૧૮૪૨ : અંગ્રેજી નિશાળ.
- ૩. ૧૮૪૩ : મીઠા ઉપર મહેસૂલ. રૈયતે હડતાળ પાડી. હુલ્લડ થયું. લોકોએ કિલ્લાનો દરવાજો ભાંગ્યો, તોપના નાળચામાં દાટા માર્યા. અંગ્રેજ પલટને હવામાં ગોળીબાર કર્યો. છેવટે રૈયતનો વિજય થયો. મહેસૂલ ઘટ્યું.
- ૪. ૧૮૪૫ : પહેલવહેલી આગબોટ સુરતમાં આવી.
- ૫. ૧૮૪૭ : બંગાળી તોલમાપ દાખલ થતાં હડતાળ, તોફાનો. નિર્ણય રદ થયો.
- ૬. ૧૮૫૦ : ‘ઍન્ડ્રુઝ લાઇબ્રેરી’ની સ્થાપના. આ સ્થળે નર્મદે અનેક વાર કવિતાઓ વાંચી હતી.
- ૭. ૨૫ મે, ૧૮૫૨ : મ્યુનિસિપલ કમિટીની સ્થાપના થઈ.
- ૮. ૧ મે, ૧૮૫૬ : અમરોલીમાં રેલવે બાંધવાનું કામ શરૂ થયું.
- ૯. ૧૮૫૭ : ઉત્તર હિન્દુસ્તાનમાં મોટું ‘બંડ’ થયું. શહેરમાં લશ્કરની ‘આવ જાવ’ બહુ થઈ.
- ૧૦. ૧ નવે. ૧૮૫૮ : ‘કંપનીનું રાજ ટળી રાણીનું’ થયું.
- ૧૧. ૧ નવે. ૧૮૬૪ : સુરતથી મુંબઈ સુધીની ‘આગગાડી’ ચાલુ થઈ.
મેરી કાર્પેન્ટરના ૧૮૬૮માં પ્રકટ થયેલા ગ્રંથ ‘સિકસ મન્થસ ઇન ઇન્ડિયા’માં વર્ણવેલી નર્મદાના પુલ પર રેલવે એંજિન અટકી ગયાની ઘટનાને વિશ્વનાથ ભટ્ટે ત્રણ દાયકા પહેલાં મૂકી, નર્મદના જન્મસમયની ઘટના તરીકે ઓળખાવી છે. હવે ઉપરની નોંધ ક્રમાંક ૮ અને, ૧૧ના અનુલક્ષમાં નર્મદની ત્રીશીના કાળમાં મૂકીશું? મુંબઈ-સુરતનો ટુકડો પહેલાં શરૂ થયો હતો. તે પછી સુરત-ભરૂચનો. ૧૮૬૪માં ટ્રેન શરૂ થઈ તે પહેલાં દરિયામાર્ગે અથવા પગરસ્તે સુરતથી મુંબઈ જવાતું. વહાણ સદતું નહિ માટે નર્મદ અને તેની માતા કાંઠાને રસ્તે ચાલીને મુંબઈ જતાં એ વાત તો ‘મારી હકીકત’માં નોંધાયેલી છે. નર્મદ આગબોટમાં બેસીને પણ અવારનવાર સુરત-મુંબઈ વચ્ચે આવજા કરતો હતો. એના અનુભવો અને દૃશ્યો તેણે ‘મારી હકીકત’માં અને કેટલાંક કાવ્યોમાં પણ આલેખ્યાં છે.
ઉપરની ઘટનાઓની કિશોર અને યુવાન નર્મદના ચિત્ત પર ભારે અસર થઈ હતી. તેનામાંનો ‘જોદ્ધો’ ઘડવામાં નોંધ ક્રમાંક ૩ અને ૫ ના સંસ્કાર નકારી ન શકાય. અંગ્રેજી શિક્ષણ તો તેણે મુંબઈમાં જ આરંભ્યું હતું. સત્તાવનની ક્રાન્તિના વીરોને આ સમયના કોઈ ગુજરાતી કવિએ બિરદાવ્યા હોય તો તે નર્મદે જ. તેણે હુન્નરઉદ્યોગનો પુરસ્કાર કર્યો તેમાં આગબોટ અને આગગાડીના આગમને તેનું સમર્થન કર્યું હશે એ પણ સ્પષ્ટ છે. આગગાડી શરૂ થવાને કારણે સાંસ્કૃતિક વિનિમય સરળ બન્યો એ વાતની નોંધ તેણે ભાષાના વિષયમાં લીધી છે. અમદાવાદી, કાઠિયાવાડની અને સુરતી બોલીઓની તુલના કરતાં તે ‘નર્મકોશ’ની પ્રસ્તાવનામાં નોંધે છે :
- ‘વર્તમાન ભાષા તો આગગાડી વડે ને છાપખાનાં વડે ગુજરાતના ગુજરાતી બોલનારાં સકળ જનની ખરેખરી થઈ છે – સુરતની, અમદાવાદની, કાઠિયાવાડની એમ અમણાં કેવાય છે તે ચાલતે દહાડે નહીં કહેવાય. સુરતની ભાષા કદે કંઈક ઠિંગણી, નાજુક ને કુમળી છે, અમદાવાદની કંઈક ઊંચી ને કઠણ છે, કાઠિયાવાડની જાડી છે તે શબ્દે શબ્દે ભાર સાથે છૂટી બોલાય છે. પણ એ ત્રણનું મિશ્રણ થવા માંડ્યું છે ને રૂડું થશે.’
લાટિનીઓની ભાષાના પ્રેમમાં પડેલા રાજશેખરના અભિપ્રાયનો જ જાણે નર્મદના મતમાં પડઘો પડે છે. સુરતના લોકોને તે રીતભાતમાં અજોડ ગણાવે છે. ‘મુખ્તેસર હકીકત’માં તે નોંધે છે :
- ‘રીતભાતમાં સૂરતની વસતી જેવી સુઘડ છે તેવી બીજી કેાઈ ગુજરાતમાં નથી. સ્ત્રીપુરૂષોનો પોશાક હલકો ને શોભતો છે તેમ તેઓની ઘરેણાં પહેરવાની રીત પણ યુક્તિસર છે. સૂરતના લોકનું બોલવું પણ કુમળું ને મધુર છે. મુફલસીમાં છે તો પણ તેઓ શહેરના રહેનાર, સુઘડ ને ચતુર છે એમ પોતાના ચહેરા પરથી બતાવે છે. સૂરતના લોક તરત ઓળખાઈ આવે છે.’
આ જ રીતે સુરત અને અમદાવાદનો સંસ્કારભેદ પણ તારવે છે. અમદાવાદી માટે તે કહે છે :
કઠ્ઠણ અમદાવાદ બડાઈ કર તૂં તારી;
નાણાંનો છે તોર, લિધાં નથી જખમો કારી.
૦૦૦
જાણે નહિ રસ રંગ, એકદેશી તે હોયે;
કરે એકઠૂં તો ય, ભોગવીધી ના જોયે.
સુરતી માટે તે કહે છે :
સુરત તુજ સંતાન, જન્મબુદ્ધિમાં માતાં;
બુધ્ધિ સુઘડતા માંહિ, વધુ તે પ્રેમ સમજવે;
શુરપણાનૂં ચિન્હ, સમય પણ કાયમ રે જણવે.
સુરત તારી લાલાઈ, દુઃખમાં સૂખ રે છે;
મારીને લપડાક, ગાલ તૂં રાખે રાતા.
નર્મદ અસ્સલ સુરતી હતો. રંગીલો, લાલાઈવાળો, સહેલાણી સ્વભાવનો, હાલે મસ્ત અને ખ્યાલે દુરસ્ત, ફાંકડો – ફક્કડ. વિદ્યાર્થી અવસ્થામાં પણ તે સવારે નવેક વાગ્યે જમી, ‘જરા આ હો કરી પાનબાન ખાઈ, લુગડાંબુગડાં પહેરી સ્હાડે દસ વાગે નિશાળે જતો.’ રાંદેરમાં શિક્ષક થયા પછી, સવારે ચાર વાગ્યે ઊઠી, હોડીમાં સામે પાર જઈ, ઘોડા પર બેસી અથવા ચાલતો રાંદેર પહોંચી, ‘મલાઈ મંગાવી ખાઈને’ સૂઈ જતો. નવેક વાગતે ઊઠી, થોડો સમય જુદા જુદા વર્ગોમાં કાઢી, ત્રણેક કલાક તાપીમાં સ્નાન-તોફાન કરી સૃષ્ટિસૌન્દર્યને જોતો ઘેર આવી આરામ ફરમાવતો. તે મુંબઈમાં તે જમાનામાં રૂ. ૭૫ના ભાડાની ઓરડી રાખી રહેતો. ડાહીગૌરીની નેાંધ પ્રમાણે તેણે મુંબઈમાં ઘોડાગાડી પણ રાખી હતી. નકલો કરવા બબ્બે તો કારકુનો રાખતો. મિત્રોની સરભરા તે ‘પારસી મિત્રો’ની રીતે કરતો. ગોપાળદાસ બાવાના બંસરીવાદન પર ફિદા થઈ તેણે મૂલ્યવાન રત્નમુદ્રિકા ભેટ દઈ દીધી હતી. ઉત્તર હિન્દુસ્તાની ગવૈયાને એક બેસતા વર્ષની સવારે પોતે ઓઢેલી કીમતી શાલ આપી દીધી હતી. સારા ગવૈયાઓની કદર કરવાનો દાખલો બેસાડવા જલસા રાખી તે ૨૦૦-૫૦૦ ખરચીયે નાખતો. પાવલીના દૂધપૌંઓ પર રહેવાના દિવસોમાં, પણ તે ઘરમાં સિલકની તપાસ કર્યા વિના સો સો રૂપિયા ભેટ આપવા કારકુનને ફરમાન કરતો. આવો દોલા દિલનો તે ‘રાજ્જા માણસ’ હતો. પરંતુ આ લાલાઈ છેવટે હાનિકારક છે એમ પણ તે સમજ્યો હતો તેથી તે સુરતજનોને ઉપદેશતાં કહે છે :
સુરત તારી લાલાઈ, દુઃખમાં સૂખ કરે છે;
પણ તે છે ચરચાઈ, ગરિબ તો એમ મરે છે.
મૂકિ દે સહુ દોષ, ભૂખડૂને જે વળગે;
સુરતીગત કહેવાય, એથિ મારો જિવ સળગે.
‘ડાંડિયો’માંનાં નર્મદનાં કેટલાંક લખાણોમાં પણ સુરતી હવાનું ઝોકું છે. ‘ડાંડિયો’ એ સંજ્ઞા પણ, અરદેશર કોટવાળે ચોર-લૂંટારુઓ સામે ‘જાગતા રહેજો’ની દાંડી પીટવા શરૂ કરેલી વ્યવસ્થાની દ્યોતક છે. સુરતનો ‘માણેકઠારી પૂનમ’નો ઉત્સવ ત્યારે તો આજથી વિશેષ અને લાક્ષણિક હતો. એ નિમિત્તે ઉપદેશ આપવાની તક ઝડપતાં નર્મદ ‘ડાંડિયો’ના એક લેખમાં કહે છે :
- ‘અગાશીમાં બેસીને દૂધપૌંઆ, ગવારસિંગ ખાવાના, રાઈતી ચીરી ચાટવાના અને રાગતાનમાં ગુલતાન બનીને રંગમાં રાત કાઢવાના... ત્યારે હું શું કરવા તમારા રંગમાં ભંગ પાડું?... હું રસિકતાના કસુંબાની પ્યાલીઓનું લહાણ કરૂં છઉં.’
આમ આ ઉત્સવના વિભાવો વર્ણવીને તે એક રસબોધ આપતો સંવાદ આપે છે. માણેકઠારી પૂનમે ‘રંગપાણી’ કરી સૌ જમવા બેસે છે તે સમયનો આનંદ વર્ણવતાં, ચંદ્રમુખી ગૃહિણીઓ સાથેના પ્રમોદ કરતાં, બહાર રામજણીઓનાં તાયફાઓનો નાચ જોવાનો આનંદ શું વધારે છે? એવી રસિક ચર્ચા ગોઠવી, તેમાં ‘આપણા ઘરની ખુબસૂરત તાયફાઓની’ પાસે ગરબી ગવડાવવાનું ગોઠવાય છે. સુરતની રામજણીઓ પણ સુરતી જીવનનું એક મહત્ત્વનું અંગ હતી – જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાએ ‘અમે બધાં’-માં એ પાસાનું રસિક વર્ણન પણ કર્યું છે – તેનો નિર્દેશ કરી તે વિકૃત આનંદને બદલે સાત્ત્વિક આનંદને અદકો બનાવવાનું સૂચન આ વિષયની અતિરેકતા સામે લાલબત્તી રૂપ છે. ‘વ્યભિચારનિષેધ’ નિબંધમાં પણ તેણે આ પ્રકારના હમશહેરીઓને ‘આડેહાથ’ લીધા છે. સુરતની વાત હોય ને પતંગ ન આવે એ અસંભવ. ૧૮૬૫માં શૅરની ઘેલાઈ આવી અને લોકો બરબાદ થયા ત્યારે તે વિષયનાં તેણે કેટલાંક પદ્યો પણ લખ્યાં છે. ‘ડાંડિયો’માં ‘શૅર કાગળના કનકવા’માં તેણે ‘શૅરો’ને ‘કનકવા’, કેવળ હવામાં ચગાવાયેલાં કાગળિયાં તરીકે ઓળખાવ્યા છે. એ કાગળિયાં શેરબજાર બેસી જવાથી કિંમત વગરનાં થઈ ગયાં, હવે માત્ર તેના પતંગ જ બનશે એમ કહીને તે શૅરબજારની રૂખનું પતંગ વિદ્યાની પરિભાષામાં નિરૂપણ કરે છે.
- ‘છોકરાઓ રે, તમારે મજા છે શૅરનાં કાગળિયાંના કનકવા બનાવી ચગાવવાનું ઠીક થશે. એ કનકવા ચગશે ત્યારે તેમાં ફિનાનસો અને બંકો દેખાશે અને પછી એકદમ ગોથ ખવાડી તમારા મોટેરાઓને બતાવજો કે તમારી ફિનાસો અને બેંકો આમ જ હવામાં ચમકી હશે ને આમ જ પાછી નીચે પડી સૂઈ ગઈઓ હશે...છોકરાઓ હવે તમારો વારો છે. પણ જરા સીધા રહો, દોરી, માંજો, લાહી, કામડી તૈયાર કરવા માંડો, એટલે કનકવાનાં કાગળો (શેરનાં ખોખાં) પણ રસ્તે કૂદતાં કૂદતાં તમારી પાસે આવશે.’
એ પછી, ‘ડાંડિયો’ ઉમેરે છે : ‘હોળિયા રે, હોળીના દહાડા ગયા નથી... હું તમને હોળીનાં ગીત ગવડાવીશ, પણ હમણાં એકવાર બોલો તો જોઉં – ‘ભડ ભડ ભડ ભડાકાં ગોંદડાં –રામ બોલો ભાઈ રામ.’ ઉતરાણ અને હોળી બે સુરતના લાક્ષણિક ઉત્સવો. બન્નેની સુરતી તાસીર જુદી. બંનેને સટોરિયાઓની ઠેકડી કરવા રૂપક તરીકે યોજવાનું સૂઝે માત્ર સુરતીને, નર્મદને. ‘દ્રૌપદી સ્વયંવર’નો વિદૂષક રુદદત્ત ઘોષયાત્રા દરમ્યાન પકડાયેલા અને યુધિષ્ઠિર દ્વારા છોડાવાયેલા દુર્યોધનની ઠેકડી ઉડાડતાં કહે છે : ‘દીસતા થાઓ, કપાયું બે આંગળ ભરીને, પીઈઈ, રેવડી દાણાદાણ!’ આ ઉક્તિમાંનું ‘પીઈઈ’ હારેલા, ભાગતાની ઠેકડી ઉડાડવાની વિશિષ્ટ સુરતી સંજ્ઞા છે. એ પણ સૂઝે માત્ર સુરતીને, નર્મદને. આમ જન્મે અને કર્મે સુરતી તાસીરનો નર્મદ,
અરે સૂરત! ઓ તુજ છઉં સાચો બંદો;
ઇલમ જંગ સિપાઈ, ગણાઉં છું નવિસધો.
એ રીતે તેની વહારે ધાવા આશ્વાસન આપી તેના ઉદય માટે, સર્વક્ષેત્રીય સુધારા માટે, સુરતના વિદગ્ધ enlightened નાગરિકો—‘વિશેષે નાગર બચ્ચા, અનાવળા કાએચ, હઠમાં નહિ કચ્ચા’ —ને ઉદ્બોધતાં, પાનો ચડાવતાં તે કહે છે :
ઉદ્યમ ખંતે રાજ, ભણી ગણી ખંતે કાઢો;
રણે બતાવી શૂર, સુધારા સાથે લાડો.
નર્મદ હું કડખેદ, ગાઈને શૂર ચડાવું;
ઊડી ચલો સહુ શૂર, ફરી ટાણું નહિ આવું.
રાજકોટ : ૧૭-૧૨-૮૩
‘પ્રતાપ’ : ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનપૂર્તિ : ૩૦-૧૨-૮૩.
પાદટીપ
- ↑ ‘સૂરતની મુખ્તેસર હકીકત’નું વર્ષ ‘ઉત્તર નર્મદચરિત્ર’ અને ‘નર્મદ શતાબ્દી ગ્રંથ’માં ૧૮૬૫ આપવામાં આવ્યું છે. ‘નર્મદનું મંદિર’ (ગદ્યવિભાગ) અને ‘નર્મદ–એક સમાલોચના’માં તે ૧૮૬૬ આપવામાં આવ્યું છે. ૧૮૬૫ તેની લખ્યા સાલ છે, ૧૮૬૬ પ્રકાશન સાલ.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.