અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયના જાની/વચમાં ઊભું રે એક વેલડું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વચમાં ઊભું રે એક વેલડું|નયના જાની}} <poem> આથમતો સૂરજ ને ઊગતો ચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
આથમતો સૂરજ ને ઊગતો ચાંદલો | આથમતો સૂરજ ને ઊગતો ચાંદલો | ||
:: એવા રૂડા ગોરજવેળાના અજવાસ | |||
:: આ દૃશ્ય દાદાની ડેલિયું | |||
:: ઓ દૃશ્ય પિયુના આવાસ | |||
વચમાં ઊભું રે એક વેલડું... | વચમાં ઊભું રે એક વેલડું... | ||
એક રે આંખડીએ આંસુ ભર્યાં | એક રે આંખડીએ આંસુ ભર્યાં | ||
:: બીજીએ સપનાના રંગ | |||
સપનાના રંગ સાદ દઈ નોતરે | સપનાના રંગ સાદ દઈ નોતરે | ||
:: છૂટે નૈ સૈયરનો સંગ | |||
વચમાં ઊભું રે એક વેલડું | વચમાં ઊભું રે એક વેલડું | ||
છોડી છૂટે ના મહિયર ગાંઠડી | છોડી છૂટે ના મહિયર ગાંઠડી | ||
:: ને આમ છેડાછેડી બંધાય | |||
હસતી-રોતી ઊડી ચરકલડી | હસતી-રોતી ઊડી ચરકલડી | ||
:: કે રૂમઝૂમ કિયે મલક જાય | |||
હેતે રે વળાવો બેનીનું વેલડું... | હેતે રે વળાવો બેનીનું વેલડું... | ||
માડીની રુએ એક આંખડી | માડીની રુએ એક આંખડી | ||
:: ને બીજી હરખે ભીંજાય | |||
બે બે ઘરનો દીવડો દીકરો | બે બે ઘરનો દીવડો દીકરો | ||
:: તેજ કેમ રે સમાય | |||
હોંશે રે વળાવો બેનીનું વેલડું... | હોંશે રે વળાવો બેનીનું વેલડું... | ||
આ દૃશ્ય વસમાં વળામણાં | આ દૃશ્ય વસમાં વળામણાં | ||
:: ઓ દૃશ્ય કંકુ વેરાય | |||
વ્હાલપનાં મીઠડાં વધામણાં | વ્હાલપનાં મીઠડાં વધામણાં | ||
:: મોંઘું કોણ રે પોંખાય | |||
હેતે રે વધાવો વહુનું વેલડું... | હેતે રે વધાવો વહુનું વેલડું... | ||
પધારો ને લાડડી કોડે ભર્યાં | પધારો ને લાડડી કોડે ભર્યાં | ||
:: મારે આંગણિયે અંજવાસ | |||
પગલાં ભરો ને કમ્મળ ખીલતાં | પગલાં ભરો ને કમ્મળ ખીલતાં | ||
:: ઘરમાં લખમીનો વાસ | |||
હોંશે રે વધાવો વહુનું વેલડું... | હોંશે રે વધાવો વહુનું વેલડું... | ||
આથમ્યો સૂરજ નો ઊગ્યો ચાંદલો | આથમ્યો સૂરજ નો ઊગ્યો ચાંદલો | ||
:: રંગ પૂનમની રાત | |||
ઓરડામાં ઝળહળ ઉજાગરો | ઓરડામાં ઝળહળ ઉજાગરો | ||
:: રાતી ચૂંદડીએ ભાત | |||
હરખે ઊભું રે એક વેલડું... | હરખે ઊભું રે એક વેલડું... | ||
{{Right|નવનીત સમર્પણ, ઑક્ટોબર, પૃ. ૧૧૮}} | {{Right|નવનીત સમર્પણ, ઑક્ટોબર, પૃ. ૧૧૮}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =પ્રતીક્ષા જ છે હવે | |||
|next =સૂરનો ગુલાલ | |||
}} |
Latest revision as of 10:50, 28 October 2021
નયના જાની
આથમતો સૂરજ ને ઊગતો ચાંદલો
એવા રૂડા ગોરજવેળાના અજવાસ
આ દૃશ્ય દાદાની ડેલિયું
ઓ દૃશ્ય પિયુના આવાસ
વચમાં ઊભું રે એક વેલડું...
એક રે આંખડીએ આંસુ ભર્યાં
બીજીએ સપનાના રંગ
સપનાના રંગ સાદ દઈ નોતરે
છૂટે નૈ સૈયરનો સંગ
વચમાં ઊભું રે એક વેલડું
છોડી છૂટે ના મહિયર ગાંઠડી
ને આમ છેડાછેડી બંધાય
હસતી-રોતી ઊડી ચરકલડી
કે રૂમઝૂમ કિયે મલક જાય
હેતે રે વળાવો બેનીનું વેલડું...
માડીની રુએ એક આંખડી
ને બીજી હરખે ભીંજાય
બે બે ઘરનો દીવડો દીકરો
તેજ કેમ રે સમાય
હોંશે રે વળાવો બેનીનું વેલડું...
આ દૃશ્ય વસમાં વળામણાં
ઓ દૃશ્ય કંકુ વેરાય
વ્હાલપનાં મીઠડાં વધામણાં
મોંઘું કોણ રે પોંખાય
હેતે રે વધાવો વહુનું વેલડું...
પધારો ને લાડડી કોડે ભર્યાં
મારે આંગણિયે અંજવાસ
પગલાં ભરો ને કમ્મળ ખીલતાં
ઘરમાં લખમીનો વાસ
હોંશે રે વધાવો વહુનું વેલડું...
આથમ્યો સૂરજ નો ઊગ્યો ચાંદલો
રંગ પૂનમની રાત
ઓરડામાં ઝળહળ ઉજાગરો
રાતી ચૂંદડીએ ભાત
હરખે ઊભું રે એક વેલડું...
નવનીત સમર્પણ, ઑક્ટોબર, પૃ. ૧૧૮