અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/હું તો અડધી જાગું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હું તો અડધી જાગું|વિનોદ જોશી}} <poem> ડાબે હાથે ઓરું સાજન લાપસ...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(ઝાલર વાગે જૂઠડી, પૃ. ૧૬)}}
{{Right|(ઝાલર વાગે જૂઠડી, પૃ. ૧૬)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =પ્રોષિતભર્તૃકા
|next = કાચી સોપારીનો કટ્ટકો
}}

Latest revision as of 13:10, 28 October 2021


હું તો અડધી જાગું

વિનોદ જોશી

ડાબે હાથે ઓરું સાજન લાપસી
જમણે હાથે ચોળું રે કંસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…

પીંછાને પાથરણે પોઢ્યાં પારેવાં અટકળનાં રે
પાંપણની પાંદડિયે ઝૂલે તોરણિયાં અંજળનાં રે
અજવાળે ઓઢું રે અમરત ઓરતા
અંધારે કાંઈ ભમ્મરિયા શણગાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…

સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે
ઉગમણે ભણકારા ભીના વાગતા
આથમણે કાંઈ ઓગળતા અણસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…
(ઝાલર વાગે જૂઠડી, પૃ. ૧૬)