અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)/રાત કરે ઝકઝોરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રાત કરે ઝકઝોરા|પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી}} <poem> અણો...")
 
No edit summary
 
Line 16: Line 16:
{{Right|નવેમ્બર, શબ્દસર}}
{{Right|નવેમ્બર, શબ્દસર}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)/ભાષાનું ગાડું ચાલે છે | ભાષાનું ગાડું ચાલે છે]]  | શબ્દોના ધોરી જોડ્યા છે, અર્થોના ખૂંટા ખોડ્યા છે ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)/હોય છે | હોય છે]]  | સમજી નહીં સમજાય એવી ચાલ હોય છે, ]]
}}

Latest revision as of 10:30, 29 October 2021


રાત કરે ઝકઝોરા

પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી

અણોસરી ઓસરિયો નાચી ઊઠે છે અવસરમાં
કાળી મેના સોનેરી ક્ષણ વરસાવે મુજ ઘરમાં.

સેંજળ માંહે સવાર ન્હાતી; બપોરમાં ઝિંગોરા
સાંજ સુહાતી મેઘધનુષી, રાત કરે ઝકઝોરા
આઠે પ્રહરે અગણિત આનંદોની હેલી સરમાં.

આંખોને ઊડવાનું થાયે મન જોજનના જોજન
અંગે અંગ પાંખ ફૂટે છે, વનરાવન વનરાવન —
ન્હાતું હોય ન જાણે આખું વિશ્વ અહીં અત્તરમાં.
નવેમ્બર, શબ્દસર