અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)/રાત કરે ઝકઝોરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાત કરે ઝકઝોરા

પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી

અણોસરી ઓસરિયો નાચી ઊઠે છે અવસરમાં
કાળી મેના સોનેરી ક્ષણ વરસાવે મુજ ઘરમાં.

સેંજળ માંહે સવાર ન્હાતી; બપોરમાં ઝિંગોરા
સાંજ સુહાતી મેઘધનુષી, રાત કરે ઝકઝોરા
આઠે પ્રહરે અગણિત આનંદોની હેલી સરમાં.

આંખોને ઊડવાનું થાયે મન જોજનના જોજન
અંગે અંગ પાંખ ફૂટે છે, વનરાવન વનરાવન —
ન્હાતું હોય ન જાણે આખું વિશ્વ અહીં અત્તરમાં.
નવેમ્બર, શબ્દસર