અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ નારિયા/હવે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હવે|મનસુખ નારિયા}} <poem> હવા ખરીદવી પડે શહેરમાં હવે, લે-વેચ શ્...")
 
No edit summary
 
Line 19: Line 19:
સત્તા છે મીણબત્તીની અંધેરમાં હવે.
સત્તા છે મીણબત્તીની અંધેરમાં હવે.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ નારિયા/જેવી મળી આ જિદંગી | જેવી મળી આ જિદંગી]]  | જેવી મળી આ જિદંગી, તેવી ગમી હતી  ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિર્મિશ ઠાકર /આભ નાનું | આભ નાનું]]  | આભ નાનું આમ સૃષ્ટિ બધી તમારી છે!]]
}}

Latest revision as of 11:35, 29 October 2021


હવે

મનસુખ નારિયા

હવા ખરીદવી પડે શહેરમાં હવે,
લે-વેચ શ્વાસની થશે જાહેરમાં હવે.

પ્રસંગો આ શહેરમાં ભૂલી ગયા પછી —
યાદો દટાઈ ગામના ખંડેરમાં હવે.

સાંધી ચલાવવાના પ્રયત્નો તો વ્યર્થ છે —
ફાટી તૂટેલી જિંદગી પહેરમાં હવે.

મેવાડી આંખો છે બધે ઝેરીલી છે નજર
મીરાં જીવી શકે નહીં એ ઝેરમાં હવે.

સૂરજનો અર્થ ઊકલી શક્યો ના એટલે —
સત્તા છે મીણબત્તીની અંધેરમાં હવે.