અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ નારિયા/હવે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હવે

મનસુખ નારિયા

હવા ખરીદવી પડે શહેરમાં હવે,
લે-વેચ શ્વાસની થશે જાહેરમાં હવે.

પ્રસંગો આ શહેરમાં ભૂલી ગયા પછી —
યાદો દટાઈ ગામના ખંડેરમાં હવે.

સાંધી ચલાવવાના પ્રયત્નો તો વ્યર્થ છે —
ફાટી તૂટેલી જિંદગી પહેરમાં હવે.

મેવાડી આંખો છે બધે ઝેરીલી છે નજર
મીરાં જીવી શકે નહીં એ ઝેરમાં હવે.

સૂરજનો અર્થ ઊકલી શક્યો ના એટલે —
સત્તા છે મીણબત્તીની અંધેરમાં હવે.