અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેન્દ્ર વ્યાસ ‘અચલ’/કોઈ પ્રીત...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોઈ પ્રીત...|મહેન્દ્ર વ્યાસ ‘અચલ’}} <poem> કોઈ પ્રીત કરી તો જાણે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 24: | Line 24: | ||
{{Right|(ગીતિકા, પૃ. ૧૮૬)}} | {{Right|(ગીતિકા, પૃ. ૧૮૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બદરી’ કાચવાળા/સંતાઈ રહેશે ક્યાં સુધી? | સંતાઈ રહેશે ક્યાં સુધી?]] | સંતાઈ રહેશે ક્યાં સુધી તું હવે તારા વાસમાં? ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રજનેન્દુ રૉય/રેતી અવાજની | રેતી અવાજની ]] | આકાશ જેવું કરગરે રેતી અવાજની,]] | |||
}} |
Latest revision as of 13:03, 29 October 2021
કોઈ પ્રીત...
મહેન્દ્ર વ્યાસ ‘અચલ’
કોઈ પ્રીત કરી તો જાણે!
અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે! — કોઈ.
દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખાવાયા ખોવાયા જેવી,
પળ પળને દેવી.
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે! — કોઈ.
દુનિયાની તીરછી દૃષ્ટિમાં,
વેધક વાણીન વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રહેવું,
મનનું કૈં મન પર ના લેવું.
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે! — કોઈ.
મોજાંઓની પછડાયોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભવસાગરમાં ડૂબી કોઈ તરી તો જાણે!...
કોઈ પ્રીત કરી તો જાણે!
(ગીતિકા, પૃ. ૧૮૬)