અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/ઢોલ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઢોલ્ય| પ્રદ્યુમ્ન તન્ના}} <poem> ભૂરી ડુંગર ઓળ્ય રે — ધ્રાંગડ!...")
 
No edit summary
 
Line 34: Line 34:
{{Right|(છોળ, પૃ. ૬૩)}}
{{Right|(છોળ, પૃ. ૬૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ઘટા
|next = ખાંત
}}

Latest revision as of 07:38, 22 October 2021


ઢોલ્ય

પ્રદ્યુમ્ન તન્ના


ભૂરી ડુંગર ઓળ્ય રે — ધ્રાંગડ! સૂડાં લીલાં લોલ્ય રે — ધ્રાંગડ!
ચાંચે રાતી ચોળ્ય રે — ધ્રાંગડ! ચૂગે ઊભાં મોલ્ય રે — ધ્રાંગડ!
ઉગમણાંની કોર્ય રે — ધ્રાંગડ! વાગતાં ઢમક ઢોલ્ય રે — ધ્રાંગડ!

આભ ભરી પડઘાય બળૂકા બોલ્ય રે એનાં ધ્રાંગડ ધ્રાંગડ!
શ્રાવણ વદ આઠમ્યને મેળે ઢોલ્ય ધડૂકે ધ્રાંગડ ધ્રાંગડ!

ભરિયાં ભરિયાં હાટ્ય રે — ધ્રાંગડ!
દુકાન્યુંના ઠાઠ્ય રે — ધ્રાંગડ!
માલ શા મોંઘા દાટ્ય રે — ધ્રાંગડ!
પળીએ હાલો વાટ્ય રે — ધ્રાંગડ!
નીકળીએ પણ ક્યમ જ્યહીં લોક વધતું હાયે આંગળ આંગળ!
શ્રાવણ વદ આઠમ્યને મેળે ઢોલ્ય ધડૂકે ધ્રાંગડ ધ્રાંગડ!

રાહડાને હિલ્લોળ્ય રે — ધ્રાંગડ!
છલકે છાના કોડ્ય રે — ધ્રાંગડ!
પજવણી લે છોડ્ય રે — ધ્રાંગડ!
પાડ્ય હવે સઈ! ફોડ્ય રે — ધ્રાંગડ!
કોણ રમે મારી જોડ્યમાં હામો લટકાળો ને બાંગડ બાંગડ?!
શ્રાવણ વદ આઠમ્યને મેળે ઢોલ્ય ધડૂકે ધ્રાંગડ ધ્રાંગડ!

માંજરાં એનાં નેણ રે — ધ્રાંગડ!
અદકી કરે શેણ રે — ધ્રાંગડ!
એક ન આછું વેણ રે — ધ્રાંગડ!
તોય ક્યાં મોઘમ ક્હેણ રે — ધ્રાંગડ!
ચિતનાં તે લઈ જાય છડેચોક ચેન હંધાંયે જાંગડ જાંગડ?!
શ્રાવણ વદ આઠમ્યને મેળે ઢોલ્ય ધડૂકે ધ્રાંગડે ધ્રાંગડ!
(છોળ, પૃ. ૬૩)