સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/કવિતા સાથે ડીસ્કોર્સ: Difference between revisions
(+1) |
(+1) |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 17: | Line 17: | ||
આપણે માટે તો એક જ વાત મહત્ત્વની છે, દરેક સમયે કોઈ પણ પરિસ્થિતિમાં આપણો પ્રશ્નો પૂછવાનો અબાધિત અધિકાર આપણે ક્યારેય જતો ન કરીએ અને આપણને દરવખતે અનુકૂળ એવા ઉત્તરો ન પણ મળે. ઉત્તરોનો અર્થ છે નિદ્રા. મૃત્યુ. ભાષા દ્વારા કવિતાને માર્ગે ગતિશીલ રહેવું એટલે પ્રશ્નો પૂછતાં પૂછતાં વાણી અને ઉક્તિના અંતિમ છેડા સુધી ગતિ કરવી. કવિતાની અને આપણી અસ્મિતા સાંસ્કૃતિક અન્યો (cultural others) વિના શક્ય નથી એવું લેવિનાસનું કથન અહીં ફરીથી યાદ રાખીએ. આપણી આત્મસંજ્ઞા અને અસ્મિતા વિશેના પ્રશ્નો પૂછવાનો અર્થ એ કે આપણે already આપણી ઓળખ અને અસ્મિતા ગુમાવી બેઠા છીએ. પરન્તુ ઓળખ તો સતત રચતા રહેવાની પ્રક્રિયા છે. | આપણે માટે તો એક જ વાત મહત્ત્વની છે, દરેક સમયે કોઈ પણ પરિસ્થિતિમાં આપણો પ્રશ્નો પૂછવાનો અબાધિત અધિકાર આપણે ક્યારેય જતો ન કરીએ અને આપણને દરવખતે અનુકૂળ એવા ઉત્તરો ન પણ મળે. ઉત્તરોનો અર્થ છે નિદ્રા. મૃત્યુ. ભાષા દ્વારા કવિતાને માર્ગે ગતિશીલ રહેવું એટલે પ્રશ્નો પૂછતાં પૂછતાં વાણી અને ઉક્તિના અંતિમ છેડા સુધી ગતિ કરવી. કવિતાની અને આપણી અસ્મિતા સાંસ્કૃતિક અન્યો (cultural others) વિના શક્ય નથી એવું લેવિનાસનું કથન અહીં ફરીથી યાદ રાખીએ. આપણી આત્મસંજ્ઞા અને અસ્મિતા વિશેના પ્રશ્નો પૂછવાનો અર્થ એ કે આપણે already આપણી ઓળખ અને અસ્મિતા ગુમાવી બેઠા છીએ. પરન્તુ ઓળખ તો સતત રચતા રહેવાની પ્રક્રિયા છે. | ||
અંતે, આપણા સમયમાં લખવું અને વાંચવું એટલે આપણા સમયમાં રહીને, સમયમાંથી હદપારી ભોગવવી. આપણે એક એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં આપણે ક્યારેય સંત કે ઉદ્ધારક ન બની શકીએ. એથી જ એક મુલાકાતમાં દેરિદા કહે છે કે દરેક સર્જક કોઈકને કોઈક પ્રકારના પક્ષાઘાતથી પીડાય છે. મનુષ્ય તરીકે આપણે કેટલા અશક્ય છીએ તેની પ્રતીતિ આપણને લિખિત શબ્દ કરાવે છે. કવિ-સર્જક લખવાની પસંદગી કરે છે એ જ ક્ષણે જાત-જગતથી વિખૂટો પડે છે. માટે જ સર્જન કરવું, વાંચવું એ મોટો પડકાર સર્જક ને ભાવક બંને માટે છે. ‘To be an artist is to fail as no other dare it’ – સૅમ્યૂલ બેકેટનું આ વિધાન ભાષાને માર્ગે થતી સર્જન-વાચનની યાત્રામાં આપણને અજંપ રાખે એવી વાગીશ્વરીને અભ્યર્થના કરીએ. | અંતે, આપણા સમયમાં લખવું અને વાંચવું એટલે આપણા સમયમાં રહીને, સમયમાંથી હદપારી ભોગવવી. આપણે એક એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં આપણે ક્યારેય સંત કે ઉદ્ધારક ન બની શકીએ. એથી જ એક મુલાકાતમાં દેરિદા કહે છે કે દરેક સર્જક કોઈકને કોઈક પ્રકારના પક્ષાઘાતથી પીડાય છે. મનુષ્ય તરીકે આપણે કેટલા અશક્ય છીએ તેની પ્રતીતિ આપણને લિખિત શબ્દ કરાવે છે. કવિ-સર્જક લખવાની પસંદગી કરે છે એ જ ક્ષણે જાત-જગતથી વિખૂટો પડે છે. માટે જ સર્જન કરવું, વાંચવું એ મોટો પડકાર સર્જક ને ભાવક બંને માટે છે. ‘To be an artist is to fail as no other dare it’ – સૅમ્યૂલ બેકેટનું આ વિધાન ભાષાને માર્ગે થતી સર્જન-વાચનની યાત્રામાં આપણને અજંપ રાખે એવી વાગીશ્વરીને અભ્યર્થના કરીએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''નોંધ :''' | |||
* ‘નય-પ્રમાણ’માં જૈનદર્શનનો અનેકાંતવાદનો સંદર્ભ રહેલો છે. આ શીર્ષક સૂચવવા માટે મારી તેજસ્વી અને સંવેદનશીલ વિદ્યાર્થિની, મારી નાની બહેન નીપા શાહનો આભારી છું. ‘એતદ્’માં જુદાં જુદાં કેન્દ્રોથી સર્જન-સાહિત્યવિચારને સમજવાનો પ્રયત્ન છે. અને સાથે સાથે નમ્રપણે સંપાદકનું માનવું છે કે He who does not know one thing knows another; આમ તો દરેક વિવેચનવિચાર પોતાની એક મર્યાદિત frame of reference લઈને આવતો હોય છે. આવા જુદા જુદા છેડાના વિચારોથી આપણા ભાવજગતની ક્ષિતિજ વિસ્તરતી રહે છે. સુરેશ જોષીએ એક જગ્યાએ કહ્યું છે કે મારો કોઈ વૈષ્ણવ કે શૈવ સંપ્રદાય નથી હું રસ સંપ્રદાયનો છું. આખરે તો દરેક સાહિત્યવિચાર કે અભિગમ કે સિદ્ધાંત સાતત્ય, પ્રતિકાર અને પૂરકતાના સંબંધે એકબીજા જોડે ગૂંથાયેલો છે.<br> | |||
(‘નય-પ્રમાણ’) | (‘નય-પ્રમાણ’) | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = વિવેચનનો ભાવકકેન્દ્રી અભિગમ | |previous = વિવેચનનો ભાવકકેન્દ્રી અભિગમ | ||
|next = ૨૦૦૮નું સાહિત્યનુ નોબેલ પારિતોષિક | |next = ૨૦૦૮નું સાહિત્યનુ નોબેલ પારિતોષિક | ||
}} | }} | ||
Latest revision as of 13:15, 15 March 2026
૧
‘એતદ્’ તત્ત્વતઃ પૂર્વઆધુનિક, આધુનિક, અનુઆધુનિક અને અનુમાનવતાવાદમાં સર્જન-વિવેચનની ગતિ કેવી છે એની સતત શોધ કરતું સામયિક છે. સર્જન અને સિદ્ધાંતચર્ચા તેમ જ અન્ય કલાઓ સાથે વિમર્શન કરતા રહેવું એ એનું રસકીય ધ્યેય છે. એક અર્થમાં એ ઉઘાડાછેડાવાળું અનેક સર્જક-વિવેચક સાથે પરિસંવાદ કરતા રહેવાની ખેવના ધરાવતું સામયિક છે. સમયે સમયે પરંપરા અને સમસામયિકતા સાથે અનેક કેન્દ્રોથી સંવાદ-વિવાદ થતો રહે એવું ‘એતદ્’નું હંમેશનું સ્વપ્નું છે. સુરેશ જોષી, રસિક શાહ, જયંત પારેખ અને શિરીષ પંચાલે આ સામયિકને આગવો ચહેરો અને અવાજ આપ્યાં છે. એ સર્વ પૂર્વસૂરીઓનું અહીં આદરભાવે કૃતજ્ઞતાથી સ્મરણ કરું છું. દરેક સામયિક, સાહિત્યના ઇતિહાસનાં સમયગત અને ભાવગત પ્રકરણો લખવામાં હંમેશાં ગતિશીલ હોય છે. ‘એતદ્’ને મારા પહેલાંના સર્વ સંપાદકોએ અનેક કપરી મુશ્કેલીઓ વેઠીને આગવી ઓળખ આપી છે. દરેક સમયે સર્જકો, વિવેચકો, સાહિત્યના સિદ્ધાંતકારો અને સહૃદય ભાવકોએ ‘એતદ્’ને સાથ-સહકાર ને હૂંફ આપ્યાં છે. સ્વાભાવિક છે કે આ પ્રકારના સામયિકનો બહોળો વાચકવર્ગ ન હોય. પરન્તુ જે છે તે સાહિત્યકલા માટેની ઊંડી લગનીથી અમારી સાથે સંકળાયેલો રહ્યો છે. દરેક સામયિક હંમેશાં લેખક-વાચકના સહિયારા, ક્યાંક તિર્યક ને ક્યાંક સંવાદી પરન્તુ નિરામય સંબંધો પર વિશ્વાસથી આધાર રાખે છે. એક સંપાદક તરીકે મને તો સર્જક-વિવેચક અને સજીવ ભાવકોના સર્જનાત્મક ને સક્રિય સાથની જરૂર છે. ‘એતદ્’ પોતાની મથામણોને શોધતી યાત્રા દૃઢતાપૂર્વક કરતું રહે એ માટે આપ સૌ અમારા સહયાત્રી બની રહો એવી વિનંતી. વાગ્મિતા અને વિશેષણોથી ભર્યા ભર્યા આ ઘોંઘાટી સમયમાં પોતાનો ચુપકીદીભર્યો આગવો સૂર ‘એતદ્’ જાળવી શકશે – તે માત્ર આપ સૌથી. મારા અનન્ય પ્રિય કવિ અખાની પંક્તિ ‘જ્ઞાન ગગનમાં નોહે દેશકાળ’ને ‘એતદ્’ ચરિતાર્થ કરી શકે અને નવા સમયના અનેક પ્રશ્નો તથા પડકારોની સન્મુખ થઈ શકે માટે, ગુજરાતી ભાષા, ભારતીય અને વિશ્વસાહિત્યના વિવિધ પ્રવાહો સાથે જુદી જુદી કલાભાષાઓમાં સંવાદ સાધી શકે એ માટે, સર્જકો, વિવેચકો ને સહૃદયોને જ્ઞાનમીમાંસા અને અસ્તિત્વમીમાંસાથી અમારી સાથે સંકળાવવાનું આહ્વાન વિનંતીથી. આનંદથી. પ્રેમાળ આગ્રહથી. ફરીથી, સુરેશ જોષી, રસિક શાહ, જયંત પારેખ અને શિરીષ પંચાલે ‘એતદ્’ને કાળજી અને નિષ્ઠાથી, અર્થવત્ દૃષ્ટિથી જે આગવી ઓળખ આપી છે અને સાહિત્યકલા વિવેચનની પરિપાટીની ગંભીર નૈતિક જવાબદારી નિભાવી છે એ તો સદા યાદ જ રહેશે. છતાં, દરેક સંપાદક પોતાની શક્તિ ને સીમા પ્રમાણે સામયિકને પોતાની રીતે ઘાટ આપવાની મથામણ કરતો હોય છે. આ શોધ, મથામણ સાથે આ યાત્રામાં આપ સૌ સર્જકો, વિવેચકો અને સહૃદયો મારી સાથે રહેશો એવી અપેક્ષા છોડતો નથી. ‘એતદ્’ એક અજંપ સામયિક બની રહે તોય બસ.
૨
કવિતા એ ઇતિહાસ અને પ્રતિઇતિહાસ બન્ને છે. એ પોતાના સમય સાથે વિમર્શ (negotiations) કરે છે અને પોતાના સમયની સરહદો પણ ઓળંગે છે. કવિ પોતાના સમયનું વાચન અનેક કેન્દ્રોથી કરે છે. પોતાના અંગત ઇતિહાસ અને સમયના પરિવર્તિત થતા, પ્રવાહી ઇતિહાસ સાથેના એના ગુપ્ત કરારો હોય છે. કવિતા અનેક પ્રકારનાં આક્રમણો ને અનેક પ્રકારની ઉપેક્ષાઓનો સામનો દરેક સમયે કરતી આવી છે. એડરિયન મિટશેલે તો ત્યાં સુધી કહ્યું કે ‘મોટા ભાગની પ્રજા મોટા ભાગની કવિતાની ઉપેક્ષા કરે છે કારણ કે મોટા ભાગની કવિતા મોટા ભાગની પ્રજાની ઉપેક્ષા કરે છે. બીજી બાજુથી જૉન કીટ્સની એક કવિતાનું શીર્ષક ‘લિવિંગ હેન્ડ’નું સ્મરણ થાય છે. કવિતા એ સર્જકે અને ભાવકે કરેલું જીવંત, ઉષ્માપૂર્ણ અને નિસ્બતભર્યું હસ્તધૂનન છે. બન્ને વચ્ચે થયેલા સ્નેહ-નિષ્ઠાના કરાર છે. તોદોરવ તો કહે જ છે કે કવિતા એ ઉજાણી છે. જેમાં શબ્દો કવિ લાવે છે અને વાચકો સમજણ અને અર્થો. દેરિદાને મતે કવિતા એ મનુષ્યજાતિ માટે આશીર્વાદ છે. કવિતા ‘અન્ય’ (the other) સાથે આપણને સાંકળે છે. મારા ‘હું’ સિવાયનું જે આ ‘અન્ય’ તે વિશ્વની ન સમજાતી સંરચનાઓ, શબ્દલીલાઓમાં ક્રીડારત મનુષ્ય અને શબ્દો દ્વારા અનેક વિસ્થાપિતો તથા વંચિતો સાથે મનુષ્ય તરીકે મને જોડતી, દર વખતે મારી નવી નવી ઓળખનો પરિચય કરાવતી કવિતા માનવીમાત્રને મળેલો અનન્ય આશીર્વાદ જ છે. આ કાવ્યવાચનની કોઈ એક નિશ્ચિત રીત નથી. છતાં આપણે શા માટે વાંચીએ છીએ તેનું દરેકના ચિત્તમાં કોઈ ને કોઈ કારણ તો હોય જ છે. હું તો કારણ વિના વાંચું છું એવું કહેનારા કોઈ ને કોઈ છળનો આધાર લે છે. નિરુદ્દેશે વાંચવું એ પણ કારણ જ ગણાય. આપણી ચારેબાજુ અંતહીન માહિતીનો ભંડાર છે પરન્તુ હેરાલ્ડ બ્લૂમ કહે છે કે Wisdom ક્યાં શોધવી? સદ્ભાગી હોઈએ તો વાચનની તીવ્ર તરસ જગાડનારા ઉત્તમ સહૃદય શિક્ષકો પામીએ. જોકે આ પછી પણ આપણે તો એકલા જ છીએ. આપણા એકાંતને પરવડે એવો આનંદ માત્ર માત્ર ને માત્ર વાચન દ્વારા જ સંભવી શકે. વાચન જ નિત્યનૂતન આનંદ છે. એ આપણને અન્ય તરફ લઈ જાય છે, અન્ય એટલે આપણામાંનો અન્ય, આપણો જ મિત્ર. આપણે લોકોને જાણવા માટે, એમની સ્વભાવગત ખાસિયતો ઓળખવા માટે વાંચતા નથી; કલ્પનાપ્રધાન સાહિત્ય સ્વયં અન્યપણું છે, વૈકલ્પિક વિશ્વ નિર્માણ કરનારું છે, જે આપણને આપણા સંકીર્ણ, અહંકેન્દ્રી એકાંતમાંથી મુક્તિ અપાવે છે. રસશાસ્ત્રમાં સહૃદયના અનુભવ સાથે આ વાત સરખાવવા જેવી છે. આપણે લોકોનાં સુખદુઃખ જાણતા નથી તેથી એનો પરિચય મેળવવા વાંચતા નથી. વાચનની કોઈ નિશ્ચિત પદ્ધતિ હોતી નથી, આ પદ્ધતિ આપણે સભાનતાથી ઊપજાવી લેવાની છે. જ્ઞાનનું ફળ ખાધા પછી આપણને હજારો આંખો ઊગે છે. આ આંખો એટલે વાચનનાં પરિવર્તન પામતાં, પ્રવાહી અસંખ્ય અર્થઘટનો. રોલાં બાર્થ કહે છે તેમ text can not stop, પરન્તુ સાથે સાથે એય યાદ રાખવાનું છે કે responsibility can not stop. વાચક તરીકે આપણે પણ વાચનમાંથી રચાતા વિશ્વને જાણતાં, માણતાં ને પ્રમાણતાં અસહ્ય આનંદ, વ્યથા તથા ઓથારનો અનુભવ કરીએ છીએ. સ્વતંત્ર પરન્તુ અનિવાર્ય રીતે જવાબદારીભર્યું વાચનનું પણ નીતિશાસ્ત્ર છે, એના પણ ગર્ભિત નિયમો છે. વાચન એ ભારઝલ્લી હળવાશ છે. અલબત્ત, સઘન વાચનનો અન્ય કોઈ વિકલ્પ નથી. સાથે સાથે એટલુંય નોંધીએ કે ભાષા અને અન્યોના અભાવમાં આપણું કાવ્યસર્જન અને વાચન, આપણી આત્મસંજ્ઞા (identity) અને આપણું હોવું તથા જ્ઞાનની શોધ અને તરસ શક્ય છે? ‘હાઉ ટુ રીડ અ પૉએમ’માં ટેરી ઇગલટન કહે છે કે વાચનની વાત કરતાં કરતાં અંતે તો આપણે કાવ્યના અર્થ પાસે આવીએ છીએ. કવિતાનો અર્થ પ્રગટ કરવા માટે છંદોરચના, પ્રાસરચના, છાંદસ-અછાંદસમાં આવતી લયયોજનાઓ અને કવિની ભાષાકીય વ્યૂહરચનાઓ મહત્ત્વનાં તત્ત્વો છે. જોકે મોટા ભાગના વાચકો સામગ્રીના વિશ્લેષણમાં રચ્યાપચ્યા રહે છે. તેઓ સાહિત્યને કારણે પોતાનામાં શું ચાલી રહ્યું છે, પોતાને કેવો અનુભવ થયો છે તેની મુગ્ધ, રોમેન્ટિક ભાષામાં આત્મકથનાત્મક રીતે વાત કરે છે. કેટલાક વળી ભાષાવિજ્ઞાનનાં કેટલાંક તત્ત્વો ગ્રહણ કરે છે. They treat the poem as language but not as discourse. Please એટલું તો સમજીએ કે discourseનો અર્થ એ કે ભાષાની સજાગતા પ્રત્યે ધ્યાન આપવું અને સંવાદ માટેની ભૂમિકા નિર્માણ કરવી. પરન્તુ કાવ્યભાષાની ચર્ચા કરનારા કેટલાક અભિગમો કવિતાની ભાષાને કવિતાની સામગ્રી કરતાં અલગ માને છે, એનો એકાંગી વિચાર કરે છે. કવિતાની ભાષા ક્યારેય સરળ અને શુદ્ધ ન સંભવી શકે. ભાષાની ઉક્તિ ક્યારેક સૂક્ષ્મ હોય, ક્યારેક કટાક્ષયુક્ત હોય, ક્યારેક શોકયુક્ત કે ઉદાસીન કે ક્યારેક લાગણીથી લથબથ અને માંદલી કે ક્યારેક આક્રમક, હિંસક કે ચીડિયણ કે દાંભિક હોય. આ પણ સ્વરૂપનો જ અંતર્ગત અંશ છે. કેટલીક વાર કાવ્યભાષા પાછળ વિચારનું ઉત્ખનન કરવાનો ઉદ્યમ પણ વિવેચકો દ્વારા થાય છે. ‘કાવ્યભાષા પાછળનો વિચાર’ની વાત મોટે ભાગે ગેરમાર્ગે દોરનારી હોય છે. ટેરી ઇગલટન માર્મિક રીતે કહે છે કે ભાષા એ કંઈ વાપરીને નાખી દીધા જેવો સેલફોન નથી કે જેમાં તૈયાર વિચારોનો વીંટો વાળવામાં આવ્યો હોય. કાવ્યભાષા સ્વયં વિચાર કે સંવેદનાનું અનિવાર્ય, કાવ્યસ્વરૂપ ને એની સામગ્રી જોડે એકરૂપ થઈ ગયેલું કેન્દ્રવર્તી તત્ત્વ છે. ઘણી વાર કવિતામાં વાગ્મિતાની જાળ બિછાવવામાં આવે છે. સંદર્ભો નિર્માણ કરતી વાગ્મિતા રચનાનું વિધેયાત્મક, સંકુલ તત્ત્વ પણ છે અને રચનાને શુષ્ક, કંટાળાજનક ને સમાનાર્થી શબ્દોનાં એકાધિક પુનરાવર્તનો કરવાની યાંત્રિક કારીગરી પણ બની રહે છે. આ સંદર્ભોને ધ્યાનમાં રાખી નિરંજન ભગત, સુરેશ દલાલ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, દિલીપ ઝવેરી કે હરીશ મીનાશ્રુની રચનાઓની કાવ્યભાષાની વિધેયાત્મક કે નકારાત્મક ભૂમિકાએ રહી વિવેકથી ચર્ચા થઈ શકે. વાગ્મિતા જો કવિતાનું વિધેયાત્મક પાસું બની કવિતાની શિરાએ શિરાએ એકરૂપ થઈ ભળી જતી ન હોય ત્યારે દીર્ઘસૂત્રી અને કંટાળાજનક તેમ જ માહિતીપ્રસારક બનવાના અકસ્માતો સર્જતી હોય છે. આપણી ઘણીખરી દીર્ઘરચનાઓ આવા ગમખ્વાર, ગંભીર અકસ્માતોનો ભોગ બનતી હોય છે અને નિબંધનું સ્વરૂપ પણ ધારણ કરતી આપણે જોઈએ છીએ. જ્ઞાન પણ અરસિકતા ધારણ કરી આવે ત્યારે ચબરાકી, ગતકડાં અને શૈલીસુખમાં રાચતું થઈ જાય છે એટલે જ ઇગલટન કહે છે કે આજે વાગ્મિતાની કવિતા અને વાગ્મિતાનું કાવ્યશાસ્ત્ર એનાં અંતિમે છે, અલ્પ કવિતા ને ઘોંઘાટના આ યુગમાં, ઘોંઘાટનું ચલણ વધારે છે. આથી ભાષાની સંરચના દ્વારા નિર્માણ થતી વાસ્તવિકતામાં ભાષા સ્વયં બોલે છે, સર્જક નહીં એવું કહેનાર માલાર્મેની વાતને એક બાજુથી યાદ કરીએ તો સાથે સાથે રચનાની ભાષા ક્યારેય વસ્તુલક્ષી સંભવી ન શકે એ પણ ન ભૂલીએ. કવિતાની ભાષા વાંચતાં આપણું શરીર અને ચિત્ત બંને પ્રમાણભૂત મેટાફર તરીકે કાર્યાર્ન્વિત થાય છે. પારભૌતિકતાની વાત કરનાર પણ આખરે તો ડાબા કે જમણા હાથે જ લખે છે. રિચર્ડ રોર્ટીએ કહ્યું જ છે કે આપણને આ વિશ્વ પ્રાપ્ત થયું છે તથા જે સત્ય મળેલું છે એ બે વચ્ચે આપણે ભેદ પાડવો જોઈએ. વિશ્વ એ આપણું સર્જન કે નિર્મિતિ નથી, એ તો પહેલેથી જ અસ્તિત્વમાં છે. સામાન્યબુદ્ધિ કે કોઠાસૂઝથી કહી શકાય કે અવકાશ અને સમયમાં જે જે વસ્તુઓ છે એ કંઈ માનવીની ચિત્તસ્થિતિને સાંકળતી નથી. સત્ય આપણી બહાર અસ્તિત્વ ધરાવતું નથી. એનો સીધો અર્થ એ થયો કે જ્યાં વાક્યો નથી, ભાષા નથી ત્યાં સત્ય નથી, વાક્યો એ માનવચિત્તની મૂળભૂત ભાષા છે અને માનવીય ભાષા એ માનવીય સર્જન છે અને એ ભાષામાંથી જ સર્જક વૈકલ્પિક વિશ્વનું નિર્માણ કરે છે અને વાચન દરમિયાન વાચક એ ભાષામાંથી રચાતાં જુદાં જુદાં અર્થઘટનોની સન્મુખ થાય છે. વોલ્ટર બેન્જામિને એક મુલાકાતમાં કહ્યું હતું કે ઇડન ગાર્ડનમાંથી દેવ દ્વારા મનુષ્યની હદપારી થતાં જ જે ભાષા જન્મી તે માણસની ભાષા. આના જ અનુસંધાનમાં સિતાંશુ યશશ્ચંદ્રની ‘ભાષા’, લાભશંકર ઠાકરની ‘અવાજને ખોદી શકાતો નથી’ કે ‘ઝાડ પર બેસીને બોલે કાગ’ કે દિલીપ ઝવેરીની ‘કવિતા વિશે કવિતા’નો અભ્યાસ થઈ શકે. તેથી જ રચનામાં મોટું આહ્વાન ભાષા છે, વિષયવસ્તુ કે સામગ્રી નહીં. વિષયવસ્તુને રૂપ આપવા માટે ભાષાનું આહ્વાન સર્જકે સ્વીકારવાનું છે. આપણે માટે તો એક જ વાત મહત્ત્વની છે, દરેક સમયે કોઈ પણ પરિસ્થિતિમાં આપણો પ્રશ્નો પૂછવાનો અબાધિત અધિકાર આપણે ક્યારેય જતો ન કરીએ અને આપણને દરવખતે અનુકૂળ એવા ઉત્તરો ન પણ મળે. ઉત્તરોનો અર્થ છે નિદ્રા. મૃત્યુ. ભાષા દ્વારા કવિતાને માર્ગે ગતિશીલ રહેવું એટલે પ્રશ્નો પૂછતાં પૂછતાં વાણી અને ઉક્તિના અંતિમ છેડા સુધી ગતિ કરવી. કવિતાની અને આપણી અસ્મિતા સાંસ્કૃતિક અન્યો (cultural others) વિના શક્ય નથી એવું લેવિનાસનું કથન અહીં ફરીથી યાદ રાખીએ. આપણી આત્મસંજ્ઞા અને અસ્મિતા વિશેના પ્રશ્નો પૂછવાનો અર્થ એ કે આપણે already આપણી ઓળખ અને અસ્મિતા ગુમાવી બેઠા છીએ. પરન્તુ ઓળખ તો સતત રચતા રહેવાની પ્રક્રિયા છે. અંતે, આપણા સમયમાં લખવું અને વાંચવું એટલે આપણા સમયમાં રહીને, સમયમાંથી હદપારી ભોગવવી. આપણે એક એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં આપણે ક્યારેય સંત કે ઉદ્ધારક ન બની શકીએ. એથી જ એક મુલાકાતમાં દેરિદા કહે છે કે દરેક સર્જક કોઈકને કોઈક પ્રકારના પક્ષાઘાતથી પીડાય છે. મનુષ્ય તરીકે આપણે કેટલા અશક્ય છીએ તેની પ્રતીતિ આપણને લિખિત શબ્દ કરાવે છે. કવિ-સર્જક લખવાની પસંદગી કરે છે એ જ ક્ષણે જાત-જગતથી વિખૂટો પડે છે. માટે જ સર્જન કરવું, વાંચવું એ મોટો પડકાર સર્જક ને ભાવક બંને માટે છે. ‘To be an artist is to fail as no other dare it’ – સૅમ્યૂલ બેકેટનું આ વિધાન ભાષાને માર્ગે થતી સર્જન-વાચનની યાત્રામાં આપણને અજંપ રાખે એવી વાગીશ્વરીને અભ્યર્થના કરીએ.
નોંધ :
- ‘નય-પ્રમાણ’માં જૈનદર્શનનો અનેકાંતવાદનો સંદર્ભ રહેલો છે. આ શીર્ષક સૂચવવા માટે મારી તેજસ્વી અને સંવેદનશીલ વિદ્યાર્થિની, મારી નાની બહેન નીપા શાહનો આભારી છું. ‘એતદ્’માં જુદાં જુદાં કેન્દ્રોથી સર્જન-સાહિત્યવિચારને સમજવાનો પ્રયત્ન છે. અને સાથે સાથે નમ્રપણે સંપાદકનું માનવું છે કે He who does not know one thing knows another; આમ તો દરેક વિવેચનવિચાર પોતાની એક મર્યાદિત frame of reference લઈને આવતો હોય છે. આવા જુદા જુદા છેડાના વિચારોથી આપણા ભાવજગતની ક્ષિતિજ વિસ્તરતી રહે છે. સુરેશ જોષીએ એક જગ્યાએ કહ્યું છે કે મારો કોઈ વૈષ્ણવ કે શૈવ સંપ્રદાય નથી હું રસ સંપ્રદાયનો છું. આખરે તો દરેક સાહિત્યવિચાર કે અભિગમ કે સિદ્ધાંત સાતત્ય, પ્રતિકાર અને પૂરકતાના સંબંધે એકબીજા જોડે ગૂંથાયેલો છે.
(‘નય-પ્રમાણ’)