સાહિત્ય પલ્લવ – ભાગ ૧/રામનામનાવેપારી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩. સમતાભમતા વેપારી}}
{{Heading|૩. સમતાભમતા વેપારી|નરસિંહ}}


{{Block center|<poem>સંતો, અમે રે વેવારિયા શ્રીરામનામના;
{{Block center|<poem>સંતો, અમે રે વેવારિયા શ્રીરામનામના;

Latest revision as of 02:52, 27 March 2026

૩. સમતાભમતા વેપારી

નરસિંહ

સંતો, અમે રે વેવારિયા શ્રીરામનામના;
વેપારી આવે છે બધા ગામગામના.
અમારું વસાણું, સાધુ, સહુકોને ભાવે;
અઢારે વરણ જેને હોરવાને આવે.
અમારું વસાણું કાળ દુકાળે ન ખૂટે, ૫
જેને રાજા ન દંડે, જેને ચોર ના લૂંટે;
લાખ વિનાનાં લેખાં નહિ, ને પાર વિનાની પૂંજી;
હોરવું હોય તો હોરી લેજો, કસ્તુરી છે સૂંધી.
રામનામ ધન અમારે, વાજે ને ગાજે;
છપ્પન ઉપર ભેર ભેરિ ભૂંગળ વાજે. ૧૦
આવરો ને ખાતાવહીમાં લક્ષ્મીવરનું નામ;
ચીઠીમાં ચતુરભુજ લખિયા, નરસૈંયાનું કામ.