સાહિત્ય પલ્લવ – ભાગ ૧/વેરણરાત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪. વેરણ રાત

નરસિંહ

કહાં જાઉં રે વેરણ રાત મલી,
કહાં જાઉં રે વેરણ રાત મલી.
ચોરા જોયા મેં ચૌટાં જોયાં,
જોઈ વળી સારી રાજગલી. કહાં૰
પીંડી ફાટે મારા પાયા દુખે, ૫
દુઃખનાં દળણાં દળી રે દળી. કહાં૰
નરસિંહના સ્વામીએ વેણ વજાડી,
તે રે સમે મારી આંખ મલી. કહાં૰

સ્વાધ્યાય

૧. કૃષ્ણ સવારે નીકળે છે તે સાંજે ગાયો વાળવા જાય છે ત્યાં સુધીની હકીકત તમારા શબ્દોમાં લખો.
૨. ગોપ-જીવન ગાળતા કૃષ્ણ પશુઓ સાથે પણ પ્રેમથી કેવા હળે ભળે છે, રમે છે ને લાડ કરે છે એ દર્શાવો.
૩. મેહુલો ગાજવા માંડતાં ગોકુળમાં શું શું થયું?
૪. ગુજરાતીઓ મુખ્યત્વે વેપાર કરનારા છે એટલે આપણા ભજનમાં પણ વેપારનો દાખલો લીધો. તમે ‘વહેવારિયા’ને ઠેકાણે બીજા કોઈ ધંધાદારીનું નામ મૂકી ભજન ગોઠવી શકશો? (ગદ્યમાં)
૫. રાતને ‘વેરણ’ શા માટે કહી? ‘દુ:ખનાં દળણાં’ કહેવાથી શું વિશેષ હશે?