સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મેહુલા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧. મેહુલા!|ભનુભાઈ વ્યાસ —‘સ્વપ્નસ્થ'}} {{Block center|<poem>ઝંખે છે ભોમ પાણી પાણી, ઓ મેહુલા! {{gap|3em}}ઝંખે છે ભોમ પાણી પાણી! {{gap|3em}}તુંને શું આગ આ અજાણી? ઓ મેહુલા! મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી, {{...")
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧. મેહુલા!|ભનુભાઈ વ્યાસ —‘સ્વપ્નસ્થ'}}
{{Heading|૧. મેહુલા!|ભનુભાઈ વ્યાસ —‘સ્વપ્નસ્થ'}}
{{Block center|<poem>ઝંખે છે ભોમ પાણી પાણી, ઓ મેહુલા!  
{{Block center|<poem>ઝંખે છે ભોમ પાણી પાણી, ઓ મેહુલા!  
{{gap|3em}}ઝંખે છે ભોમ પાણી પાણી!  
{{gap|3em}}ઝંખે છે ભોમ પાણી પાણી!  
Line 23: Line 21:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નંગા શિખર
|previous = ભનુભાઈ વ્યાસ —‘સ્વપ્નસ્થ'
|next = માતા
|next = કંટક-પ્યાસ
}}
}}

Latest revision as of 01:19, 5 April 2026

૧. મેહુલા!

ભનુભાઈ વ્યાસ —‘સ્વપ્નસ્થ’

ઝંખે છે ભોમ પાણી પાણી, ઓ મેહુલા!
ઝંખે છે ભોમ પાણી પાણી!
તુંને શું આગ આ અજાણી? ઓ મેહુલા!
મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી,
સૂરજની ચેહ ત્યાં ચેતાણી, ઓ મેહુલા!
હજીયે ખડા ન ખેંચાણી? ઓ મેહુલા!
રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમડી
મેલી દિશાઉં ધૂંધવાણી, ઓ મેહુલા!
તોયે ના આરજૂ કળાણી? ઓ મેહુલા!
ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી,
સીમે આ શોક-સોડ તાણી, ઓ મેહુલા!
તોયે ન પ્યાસ પરખાણી? ઓ મેહુલા!
ભાંભરતાં ભેંસ ગાય, પંખી ગુપચુપ જોય,
ચાંચો ઉઘાડી ... બિડાણી ... ઓ મેહુલા!
જાગી ન જિંદગીની વાણી? ઓ મેહુલા!
મારી માનવની આંખ જોતી ક્ષિતિજે કરાળ,
તારી ના એક રે એંધાણી, ઓ મેહુલા!
તારી કાં એક ના એંધાણી? ઓ મેહુલા!