સાહિત્યિક સંરસન — ૪/બાકોરું: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|18. બાકોરું | દિવ્યા જાદવ  }}
{{Heading|18. બાકોરું | દિવ્યા જાદવ  }}
{{Poem2Open}}
{{Poem2Open}}
[[File:Divya Jadhav 1.jpg|right|175px]]
ખંડેરની આંખ ખૂલી કે તરત જ ગઈરાતે અટકેલા વિચારોનો પ્રવાહ ફરીથી શરૂ થયો. પોતાના બંને હાથની હથેળી સામે એણે જોયું. આંગળીનાં વેઢાંઓને આંખોથી ગણતો હોય એમ એ કેટલીય ઘડી બેસી રહ્યો. મનમાં એક બે ત્રણ…. ગણતો ને વળી ગણતરી ભૂલી જતાં પોતાની જાત ઉપર ચીડાઈને હથેળીને જમીન ઉપર પછાડતો. મગજમાં હજી પણ "કેટલાં?" એ પ્રશ્ન પેટમાં આવતી ચૂંકની જેમ વારે વારે ખૂંચ્યા કરતો હતો.  

એણે ઝૂંપડીના ખૂણે નજર કરી. માએ કોથળામાં પડેલ બાકોરા ઉપર થીગડું મારી દીધું હતું. આવા નાનાં નાનાં બાકોરાં તો કોથળાની આડશ કરીને બનાવેલી ઝૂંપડીમાં ઘણી જગ્યાએ પડેલાં હતાં. ચોમાસું બેસવાને હવે ગણતરીના દિવસો જ બાકી હતા. એવામાં મા કેટકેટલી જગ્યાએ સાંધા કરશે?  