સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/આ સંપાદન વિશે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Tags: Mobile edit Mobile web edit Advanced mobile edit
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વિવેચક-પરિચય : ઉમાશંકર જોશી }}
{{Heading| આ સંપાદન વિશે}}
[[File:Umashankar-Joshi.jpg|200px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
'''શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશી''' (૧૯૧૧–૧૯૮૮),  ગુજરાતીના મૂર્ધન્ય કવિ/સર્જક અને વિદ્વાન, ઊંડા અભ્યાસી તથા દૃષ્ટિવંત વિવેચક તરીકે, સુપ્રતિષ્ઠિત છે. કવિતા, એકાંકી, ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે એમનું સર્જન-લેખન દૃષ્ટાંતરૂપ લેખાતું રહ્યું છે. એમણે એક નવલકથા ઉપરાંત પ્રવાસવર્ણનો, રેખાચિત્રો અને પોતાના સમયનાં સમાજ અને રાજકાજ ક્ષેત્રે બનતી ઘટનાઓને મૂલવતા તથા માર્ગદર્શન કરતા લેખો લખ્યા છે. સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળીમાંથી કેટલાક ઉત્તમ ગ્રંથો તથા કેટલીક કૃતિઓના ઉત્તમ અનુવાદો આપ્યા છે. પૂર્વોત્તર સાબરકાંઠાના ભિલોડા પાસેનું બામણા એમનું વતન ગામ. ઈડર-અમદાવાદ-મુંબઈમાં એમણે શિક્ષણ મેળવેલું. આઝાદીનાં આંદોલનકાળનું વાતાવરણ અને ગાંધીવિચાર એમના જીવન તથા સાહિત્યને ઘડે છે – પ્રભાવિત કરે છે. વિદ્યા અને શિક્ષણક્ષેત્રે તેઓ અનેક પદો પર રહ્યા અને મૂલ્યનિષ્ઠ કાર્યો તથા વિચારોથી નવી પેઢીઓને દોરતા રહ્યા હતા.
ઉમાશંકર જોશી આપણા અગ્રણી વિવેચક છે. એમના ૧૧ વિવેચનગ્રંથોમાંથી અહીં ૨૬ લેખો લીધા છે. ઉમાશંકરની સિદ્ધાંત અને વિભાવનાલક્ષી વિવેચના એમના મૌલિક દૃષ્ટિકોણનો અને પૂર્વ-પશ્ચિમના કાવ્યશાસ્ત્રના ઊંડા અભ્યાસીનો પરિચય કરાવે છે. સર્જક-સર્જકતા-ભાષાસંરચના અને ભાવન-પ્રત્યાયનની ગતિવિધિને એક સર્જકના અનુભવવિશ્વને આધારે એમણે વિગતે સમજાવી છે.
કવિવર ટાગોરના શાંતિનિકેતનના કુલાધિપતિ તરીકે એમની નિમણૂક થઈ હતી, દેશની સંસદના ઉપલાગૃહમાં સાંસદ તરીકે પણ એમની વરણી થઈ હતી... આવી વિશિષ્ટ વ્યક્તિપ્રતિભા અને પ્રતિભાશાળી સર્જકનું ગુજરાતી સાહિત્ય-વિવેચન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન રહ્યું છે.અભ્યાસકાળથી તેજસ્વી, સારા ભાવક, અભ્યાસી અને કલા તથા એની રચનારીતિનીતિથી પરિચિત અને સજાગ-સભાન રહેવા ઉત્સુક એવા ઉમાશંકર પ્રતિભાશાળી હોવાની પ્રતીતિ એમના ભાવકને થયા વિના નથી રહેતી. એમના એવા લેખો તો આપણે હમણાં જ નોંધીશું, પરંતુ આબુ પ્રવાસે સત્તરની વયે રચાયેલું પ્રથમ સૉનેટ કાવ્ય વાંચતાં ભાવકને ખાતરી થાય છે કે કવિ સર્જનને અને એના રહસ્યલોક સાથે કવિપક્ષે અનિવાર્ય સજ્જતાને પણ જાણે છે :
પ્રવાહકેન્દ્રી; પ્રત્યક્ષ એટલે કે કૃતિલક્ષી સમીક્ષાઓ અને વિશ્વના ઉત્તમ સર્જકોનો તથા એમની નીવડેલી કૃતિઓનો ઉમાશંકરનો અભ્યાસ એમને `સ્કોલર પોયેટ ઍન્ડ ક્રિટિક’ – તરીકે ઓળખાવવા સમર્થ  છે. આ ગ્રંથમાં વિવિધ વિભાગો કરીને એમની વિવેચનાને રજૂ કરતો આ ગ્રંથ અભ્યાસીઓને સદાકાળ પ્રેરતો રહેશે એવી શ્રદ્ધા છે.
‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે...
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Right|– મણિલાલ હ. પટેલ}}
{{Right|'''– મણિલાલ હ. પટેલ'''}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આ સંપાદન વિશે
|previous = ‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’
|next = સંપાદક-પરિચય
|next = વિવેચક-પરિચય
}}
}}

Latest revision as of 17:39, 13 April 2026

આ સંપાદન વિશે

ઉમાશંકર જોશી આપણા અગ્રણી વિવેચક છે. એમના ૧૧ વિવેચનગ્રંથોમાંથી અહીં ૨૬ લેખો લીધા છે. ઉમાશંકરની સિદ્ધાંત અને વિભાવનાલક્ષી વિવેચના એમના મૌલિક દૃષ્ટિકોણનો અને પૂર્વ-પશ્ચિમના કાવ્યશાસ્ત્રના ઊંડા અભ્યાસીનો પરિચય કરાવે છે. સર્જક-સર્જકતા-ભાષાસંરચના અને ભાવન-પ્રત્યાયનની ગતિવિધિને એક સર્જકના અનુભવવિશ્વને આધારે એમણે વિગતે સમજાવી છે. પ્રવાહકેન્દ્રી; પ્રત્યક્ષ એટલે કે કૃતિલક્ષી સમીક્ષાઓ અને વિશ્વના ઉત્તમ સર્જકોનો તથા એમની નીવડેલી કૃતિઓનો ઉમાશંકરનો અભ્યાસ એમને `સ્કોલર પોયેટ ઍન્ડ ક્રિટિક’ – તરીકે ઓળખાવવા સમર્થ છે. આ ગ્રંથમાં વિવિધ વિભાગો કરીને એમની વિવેચનાને રજૂ કરતો આ ગ્રંથ અભ્યાસીઓને સદાકાળ પ્રેરતો રહેશે એવી શ્રદ્ધા છે.

– મણિલાલ હ. પટેલ