35,760
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૧. કવિની સાધના<ref>નડિયાદમાં ઑક્ટોબર ૧૯૫૫માં શ્રી ગોવર્ધન શતાબ્દી મહોત્સવ પ્રસંગે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનના ઓગણીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે આપ...") |
(+1) |
||
| Line 4: | Line 4: | ||
આપણે જેમની શતાબ્દીને પ્રસંગે મળ્યા છીએ તે સાક્ષરવર્ય ગોવર્ધનરામનું નામસ્મરણ કરતાં જ, એમણે એક સારસ્વત તરીકે ગંભીરભાવે કરેલી સાધનાનું સ્મરણ થાય છે. જામેલી વકીલાત જેવો ધંધો, જેમાં માણસ જેમ મૃત્યુ નજીક જતો જાય તેમ એની આવક વધુ ને વધુ વધતી જાય, એને ચાલીસેક વરસની ઉંમરે ભરયુવાનીમાં વાઙ્મયસેવા માટે અને તે દ્વારા દેશ અને આત્મા પ્રત્યેનો ધર્મ બજાવવા માટે તિલાંજલિ આપવાનો સંકલ્પ એમણે કર્યો હતો. અને ૪૩ વરસની વયે એને અમલમાં પણ મૂકી શક્યા હતા, એ સુવિદિત છે. વીસ વરસની ઉંમરે આવો સંકલ્પ કરનાર વ્યક્તિએ એ જાતની સાધનામાં કોઈ વિશેષ આકર્ષણ જરૂર અનુભવ્યું હશે. શક્તિ કે સિદ્ધિની તુલનાનો ખ્યાલ નથી, અહીં એ પ્રસ્તુત નથી, પણ માનસ- બંધારણની બાબતમાં ગોવર્ધનરામનું જે અંગ્રેજ મહાકવિ સાથે ઠીકઠીક સામ્ય છે તે મિલ્ટન ત્રેવીસ વરસે આત્મનિરીક્ષણ કરતાં પોતાની વસન્ત મોડી ઊગી અને પલ્લવપુષ્પે લચી નહિ અને આંતર-પરિપક્વતા (inward ripeness)નું તો નામનિશાન નથી દેખાતું એની નોંધ લે છે. પણ અંતે એનું હૃદય આશાઆશ્વાસન ઉપર આવીને વિરમે છે : બધું જ છે, જો એને એ રીતે યોજવાનો અનુગ્રહ હું પામું : | આપણે જેમની શતાબ્દીને પ્રસંગે મળ્યા છીએ તે સાક્ષરવર્ય ગોવર્ધનરામનું નામસ્મરણ કરતાં જ, એમણે એક સારસ્વત તરીકે ગંભીરભાવે કરેલી સાધનાનું સ્મરણ થાય છે. જામેલી વકીલાત જેવો ધંધો, જેમાં માણસ જેમ મૃત્યુ નજીક જતો જાય તેમ એની આવક વધુ ને વધુ વધતી જાય, એને ચાલીસેક વરસની ઉંમરે ભરયુવાનીમાં વાઙ્મયસેવા માટે અને તે દ્વારા દેશ અને આત્મા પ્રત્યેનો ધર્મ બજાવવા માટે તિલાંજલિ આપવાનો સંકલ્પ એમણે કર્યો હતો. અને ૪૩ વરસની વયે એને અમલમાં પણ મૂકી શક્યા હતા, એ સુવિદિત છે. વીસ વરસની ઉંમરે આવો સંકલ્પ કરનાર વ્યક્તિએ એ જાતની સાધનામાં કોઈ વિશેષ આકર્ષણ જરૂર અનુભવ્યું હશે. શક્તિ કે સિદ્ધિની તુલનાનો ખ્યાલ નથી, અહીં એ પ્રસ્તુત નથી, પણ માનસ- બંધારણની બાબતમાં ગોવર્ધનરામનું જે અંગ્રેજ મહાકવિ સાથે ઠીકઠીક સામ્ય છે તે મિલ્ટન ત્રેવીસ વરસે આત્મનિરીક્ષણ કરતાં પોતાની વસન્ત મોડી ઊગી અને પલ્લવપુષ્પે લચી નહિ અને આંતર-પરિપક્વતા (inward ripeness)નું તો નામનિશાન નથી દેખાતું એની નોંધ લે છે. પણ અંતે એનું હૃદય આશાઆશ્વાસન ઉપર આવીને વિરમે છે : બધું જ છે, જો એને એ રીતે યોજવાનો અનુગ્રહ હું પામું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>All is, if I have grace to use it so, | {{Block center|'''<poem>All is, if I have grace to use it so, | ||
As ever in my great task Master’s eye.</poem>}} | As ever in my great task Master’s eye.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માથે માલિક બેઠો છે અને એની આગળ કામનો રજેરજ હિસાબ ચૂકવવાનો છે. એની વત્સલદૃષ્ટિની શીળી છાયા હેઠળ, આપણને મળેલી નાનીમોટી શક્તિને યોજવા આપણે હર-દમ તત્પર રહેવું જોઈએ. પોતે અંધ બને છે ત્યારે પણ એની આત્માની એકમાત્ર ચિંતા પોતામાં નિહિત થયેલી પણ વણવપરાયેલી રહેલી ‘શક્તિ’ ને ‘મારા માલિક’ની સેવામાં યોજીને હિસાબ ચૂકવવા અંગે છે : | માથે માલિક બેઠો છે અને એની આગળ કામનો રજેરજ હિસાબ ચૂકવવાનો છે. એની વત્સલદૃષ્ટિની શીળી છાયા હેઠળ, આપણને મળેલી નાનીમોટી શક્તિને યોજવા આપણે હર-દમ તત્પર રહેવું જોઈએ. પોતે અંધ બને છે ત્યારે પણ એની આત્માની એકમાત્ર ચિંતા પોતામાં નિહિત થયેલી પણ વણવપરાયેલી રહેલી ‘શક્તિ’ ને ‘મારા માલિક’ની સેવામાં યોજીને હિસાબ ચૂકવવા અંગે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> And that one Talent, which is death to hide. | {{Block center|'''<poem> And that one Talent, which is death to hide. | ||
Lodg’d with me useless, though my Soul more bent | Lodg’d with me useless, though my Soul more bent | ||
To serve therewith my Maker, and present | To serve therewith my Maker, and present | ||
My true account....</poem>}} | My true account....</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને જીવનના આરંભમાં કહ્યું હતું કે ‘કદાચ હું પાછળના જમાનાઓ માટે એવું કાંઈક લખીને મૂકી જાઉં, જેને તેઓ સ્વેચ્છાથી મરવા ન દે (... I might perhaps leave something so written to after times, as they should not willingly let it die)’ એ પ્રમાણે યુગયુગની માનીતી મહાકાવ્ય આદિ રચનાઓ તેઓ પોતાની પાછળ મૂકતા પણ ગયા છે. | અને જીવનના આરંભમાં કહ્યું હતું કે ‘કદાચ હું પાછળના જમાનાઓ માટે એવું કાંઈક લખીને મૂકી જાઉં, જેને તેઓ સ્વેચ્છાથી મરવા ન દે (... I might perhaps leave something so written to after times, as they should not willingly let it die)’ એ પ્રમાણે યુગયુગની માનીતી મહાકાવ્ય આદિ રચનાઓ તેઓ પોતાની પાછળ મૂકતા પણ ગયા છે. | ||
| Line 37: | Line 37: | ||
ભાવિ જમાનાઓએ વર્તમાન સમયમાં જાણે કોઈ જાસૂસ મોકલી આપ્યો ન હોય એમ ચારોમેરથી કવિ અનુભવો સંચિત કરતો હોય છે. ‘આતિથ્ય’માંથી મારી પંક્તિઓ ઉતારું? – | ભાવિ જમાનાઓએ વર્તમાન સમયમાં જાણે કોઈ જાસૂસ મોકલી આપ્યો ન હોય એમ ચારોમેરથી કવિ અનુભવો સંચિત કરતો હોય છે. ‘આતિથ્ય’માંથી મારી પંક્તિઓ ઉતારું? – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>રે એ બધી મુમત કે મમતા તજીને, | {{Block center|'''<poem>રે એ બધી મુમત કે મમતા તજીને, | ||
સોંઘું અને કવચ – નિઃસ્પૃહતા સજીને, | સોંઘું અને કવચ – નિઃસ્પૃહતા સજીને, | ||
તું ઘૂમ ગુપ્તચર જેમ ભવિષ્ય કેરો, | તું ઘૂમ ગુપ્તચર જેમ ભવિષ્ય કેરો, | ||
| Line 80: | Line 80: | ||
ને એની એ જ ઘટમાળ, ન ક્યાંઈ અંત. | ને એની એ જ ઘટમાળ, ન ક્યાંઈ અંત. | ||
આંખે ભરી હૃદય, ધૂમ તું સૃષ્ટિ-ચોક, | આંખે ભરી હૃદય, ધૂમ તું સૃષ્ટિ-ચોક, | ||
લોકે ત્રિકાલ લસતાં કુશલો વિલોક.</poem>}} | લોકે ત્રિકાલ લસતાં કુશલો વિલોક.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આંખમાં હૃદય ભરીને કવિ બધેથી અનુભવકણો ગ્રહણ કરી રહ્યો હોય છે. અને ક્યારેક એમાંથી કલા-આકારો પ્રગટી આવશે. રિલ્કે બહુ માર્મિક રીતે કહે છે તેમ ‘પદ્યરચનાઓ તે લોકો કલ્પે છે એમ નરી લાગણીઓ હોતી નથી (લાગણીઓ તો આપણને ઝટ થઈ આવતી હોય છે); એ તો અનુભવો હોય છે. માત્ર એકાદી પદ્યરચના કરવા માટે પણ માણસે અનેક નગરો, માનવીઓ અને વસ્તુઓ જોયેલ હોય એ જરૂરી છે; માણસે પશુઓને અને પંખીઓના ઉડ્ડયનને અને પ્રભાતે પોપચાં ઉઘાડતાં નાનકડાં પુષ્પોના અભિનયને પિછાણવા માંડવા જોઈએ. અજાણ્યા પ્રદેશો, અનપેક્ષિત મિલનો, અને ક્યારનાય જેના ભણકારા વાગ્યા કરતા હોય એવા વિયોગો તેમ જ હજી ધૂંધળા એવા શૈશવના દિવસો અને માવતર જેમને, ન સમજાય એવું કોઈ સુખ તેઓ આપવા માગતાં હતાં ત્યારે, દૂભવવાં પડેલાં, એ બધાં તરફ વિચારથી પહોંચી જવાની માણસમાં શક્તિ જોઈએ.’ અને જીવનના વિવિધ અનુભવોનાં સ્મરણોનો મધપૂડો કવિચિત્તમાં રચાવો જોઈએ એમ રિલ્કે ઉમેરે છે : ‘એકમેકથી જુદી એવી અનેક પ્રેમરાત્રિઓની, પ્રસવવેદનાથી પીડાતી સ્ત્રીઓની ચીસોની, અને હળવી ફૂલ બનેલી, ફીકીફચ, પોતામાં ગરક બનીને જંપી ગયેલી સદ્યઃપ્રસૂતાઓની સ્મૃતિઓ હોવી જોઈએ. વળી માણસને મૃત્યુ પામી રહેલાંઓની પાસે પણ બેસવાનો અનુભવ હોવો જોઈએ. ખુલ્લી બારીઓ અને ગમે તેવા અવાજોવાળા ઓરડામાં મૃતદેહ પડખે બેસવાનો પણ પ્રસંગ આવ્યો હોવો જોઈએ અને છતાં સ્મરણો હોવાં એ જ પૂરતું નથી. ઘણાં થઈ જાય ત્યારે એમને વિસારે પાડવાની પણ માણસમાં શક્તિ હોવી જોઈએ અને તેઓ પાછાં દેખા દે ત્યાં સુધી રાહ જોવાની ગંજાવર ધીરજ પણ માણસમાં હોવી ઘટે. કેમ કે ખુદ સ્મરણો એ જ તો કામનાં છે. જ્યારે તે આપણી અંદર લોહીમાં ફેરવાઈ જાય, દૃષ્ટિપાત અને અભિનયમાં પલટાઈ જાય, અનામી બની જાય, આપણી જાતથી હવે જુદાં પાડી જ ન શકાય – ત્યારે જ માત્ર એવું બની શકે કે કોઈ વિરલ ઘડીએ કાવ્યનો પ્રથમ શબ્દ એમની વચ્ચેથી ઉદય પામે અને આગળ ગતિ કરે.’ | આંખમાં હૃદય ભરીને કવિ બધેથી અનુભવકણો ગ્રહણ કરી રહ્યો હોય છે. અને ક્યારેક એમાંથી કલા-આકારો પ્રગટી આવશે. રિલ્કે બહુ માર્મિક રીતે કહે છે તેમ ‘પદ્યરચનાઓ તે લોકો કલ્પે છે એમ નરી લાગણીઓ હોતી નથી (લાગણીઓ તો આપણને ઝટ થઈ આવતી હોય છે); એ તો અનુભવો હોય છે. માત્ર એકાદી પદ્યરચના કરવા માટે પણ માણસે અનેક નગરો, માનવીઓ અને વસ્તુઓ જોયેલ હોય એ જરૂરી છે; માણસે પશુઓને અને પંખીઓના ઉડ્ડયનને અને પ્રભાતે પોપચાં ઉઘાડતાં નાનકડાં પુષ્પોના અભિનયને પિછાણવા માંડવા જોઈએ. અજાણ્યા પ્રદેશો, અનપેક્ષિત મિલનો, અને ક્યારનાય જેના ભણકારા વાગ્યા કરતા હોય એવા વિયોગો તેમ જ હજી ધૂંધળા એવા શૈશવના દિવસો અને માવતર જેમને, ન સમજાય એવું કોઈ સુખ તેઓ આપવા માગતાં હતાં ત્યારે, દૂભવવાં પડેલાં, એ બધાં તરફ વિચારથી પહોંચી જવાની માણસમાં શક્તિ જોઈએ.’ અને જીવનના વિવિધ અનુભવોનાં સ્મરણોનો મધપૂડો કવિચિત્તમાં રચાવો જોઈએ એમ રિલ્કે ઉમેરે છે : ‘એકમેકથી જુદી એવી અનેક પ્રેમરાત્રિઓની, પ્રસવવેદનાથી પીડાતી સ્ત્રીઓની ચીસોની, અને હળવી ફૂલ બનેલી, ફીકીફચ, પોતામાં ગરક બનીને જંપી ગયેલી સદ્યઃપ્રસૂતાઓની સ્મૃતિઓ હોવી જોઈએ. વળી માણસને મૃત્યુ પામી રહેલાંઓની પાસે પણ બેસવાનો અનુભવ હોવો જોઈએ. ખુલ્લી બારીઓ અને ગમે તેવા અવાજોવાળા ઓરડામાં મૃતદેહ પડખે બેસવાનો પણ પ્રસંગ આવ્યો હોવો જોઈએ અને છતાં સ્મરણો હોવાં એ જ પૂરતું નથી. ઘણાં થઈ જાય ત્યારે એમને વિસારે પાડવાની પણ માણસમાં શક્તિ હોવી જોઈએ અને તેઓ પાછાં દેખા દે ત્યાં સુધી રાહ જોવાની ગંજાવર ધીરજ પણ માણસમાં હોવી ઘટે. કેમ કે ખુદ સ્મરણો એ જ તો કામનાં છે. જ્યારે તે આપણી અંદર લોહીમાં ફેરવાઈ જાય, દૃષ્ટિપાત અને અભિનયમાં પલટાઈ જાય, અનામી બની જાય, આપણી જાતથી હવે જુદાં પાડી જ ન શકાય – ત્યારે જ માત્ર એવું બની શકે કે કોઈ વિરલ ઘડીએ કાવ્યનો પ્રથમ શબ્દ એમની વચ્ચેથી ઉદય પામે અને આગળ ગતિ કરે.’ | ||
| Line 93: | Line 93: | ||
આપણી નળાખ્યાનની કથાનો નળ વસ્ત્રાર્ધ ફાડીને ઊંઘતી સતીને જંગલમાં ત્યજીને રાતોરાત ચાલ્યો જાય છે એ પ્રસંગ લો. નળના હૃદયમાં એ વખતે શું શું થયું હશે? પ્રેમાનંદને આવી પળો સાચવતાં બહુ આવડે છે. પણ આ પળ વિશે બે જૈન કવિઓએ ભારે કરી છે. પ્રેમાનંદનો નળ, મહાભિનિષ્ક્રમણ પ્રસંગે સિદ્ધાર્થ કરે છે તેમ, જવા કરે છે, પાછો આવે છે, પણ દમયંતીએ પોતાને મૂકીને માછલાં ખાધેલાં એ યાદ આવતાં એને ક્રૂર થવાનું સરળ બને છે અને એ અદૃશ્ય થાય છે. વ્યવહારુ દૃષ્ટિએ આ વર્ણન સંતોષકારક છે. પણ નયસુંદર અને સમયસુંદર, પત્નીને છોડી જતાં નળનું હૃદય ડંખે છે એ વ્યક્ત કરવા માટે, સુયોગ્ય ભાવપ્રતીક યોજે છે. નયસુંદર નળ અને એના હાથ વચ્ચે સંવાદ યોજે છે : | આપણી નળાખ્યાનની કથાનો નળ વસ્ત્રાર્ધ ફાડીને ઊંઘતી સતીને જંગલમાં ત્યજીને રાતોરાત ચાલ્યો જાય છે એ પ્રસંગ લો. નળના હૃદયમાં એ વખતે શું શું થયું હશે? પ્રેમાનંદને આવી પળો સાચવતાં બહુ આવડે છે. પણ આ પળ વિશે બે જૈન કવિઓએ ભારે કરી છે. પ્રેમાનંદનો નળ, મહાભિનિષ્ક્રમણ પ્રસંગે સિદ્ધાર્થ કરે છે તેમ, જવા કરે છે, પાછો આવે છે, પણ દમયંતીએ પોતાને મૂકીને માછલાં ખાધેલાં એ યાદ આવતાં એને ક્રૂર થવાનું સરળ બને છે અને એ અદૃશ્ય થાય છે. વ્યવહારુ દૃષ્ટિએ આ વર્ણન સંતોષકારક છે. પણ નયસુંદર અને સમયસુંદર, પત્નીને છોડી જતાં નળનું હૃદય ડંખે છે એ વ્યક્ત કરવા માટે, સુયોગ્ય ભાવપ્રતીક યોજે છે. નયસુંદર નળ અને એના હાથ વચ્ચે સંવાદ યોજે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> વળતો કર કહે એમ કેમ થાય, જે કરે તે પ્રતિપાળી, | {{Block center|'''<poem> વળતો કર કહે એમ કેમ થાય, જે કરે તે પ્રતિપાળી, | ||
તેનું ચીર દ્વિધા કરવાને તે કર કેમ લે પાળી? | તેનું ચીર દ્વિધા કરવાને તે કર કેમ લે પાળી? | ||
નૃપ કહે તારું ડહાપણ પ્રીછ્યું, જવ તેં ખેલ્યો જુઆ. | નૃપ કહે તારું ડહાપણ પ્રીછ્યું, જવ તેં ખેલ્યો જુઆ. | ||
તવ તેં પાપી પ્રેમ પ્રિયાની નાખ્યા માંહ્ય-કૂઆ. | તવ તેં પાપી પ્રેમ પ્રિયાની નાખ્યા માંહ્ય-કૂઆ. | ||
રે કર, તેં જૂવટું રમીને હાર્યું હેલાં રાજ, | રે કર, તેં જૂવટું રમીને હાર્યું હેલાં રાજ, | ||
દમયંતીનું ચીર ખંડતાં તે તુજ કેવી લાજ?</poem>}} | દમયંતીનું ચીર ખંડતાં તે તુજ કેવી લાજ?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સમયસુંદર નળને રંગભૂમિ ઉપરથી બિલકુલ અદૃશ્ય કરે છે, અને નળના જમણા અને ડાબા હાથને રજૂ કરે છે. બંને હાથ વચ્ચે વિવાદ જામ્યો છે; કોણ વસ્ત્રના ટુકડા કરે? | સમયસુંદર નળને રંગભૂમિ ઉપરથી બિલકુલ અદૃશ્ય કરે છે, અને નળના જમણા અને ડાબા હાથને રજૂ કરે છે. બંને હાથ વચ્ચે વિવાદ જામ્યો છે; કોણ વસ્ત્રના ટુકડા કરે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> જમણો ડાબાને કહે રે, આવ તું ચીર છેદ, વીર. | {{Block center|'''<poem> જમણો ડાબાને કહે રે, આવ તું ચીર છેદ, વીર. | ||
ચોરી માહ્ય મેં ચડી રે, જેણે પરણી બહુ પ્રેમ, | ચોરી માહ્ય મેં ચડી રે, જેણે પરણી બહુ પ્રેમ, | ||
જમણો કહે મુજ ચીરને રે છેદતાં આવડે કેમ? | જમણો કહે મુજ ચીરને રે છેદતાં આવડે કેમ? | ||
| Line 112: | Line 112: | ||
તું નાસે તીર નાખતાં રે હું આગે કરું જૂઝ, | તું નાસે તીર નાખતાં રે હું આગે કરું જૂઝ, | ||
તું વીંટે શિર પાઘડી રે હું ઠમારી કરું શૂલ, | તું વીંટે શિર પાઘડી રે હું ઠમારી કરું શૂલ, | ||
હું ભારીખમો તોલતાં રે તે વાત ગઈ તુજ ભૂલ?</poem>}} | હું ભારીખમો તોલતાં રે તે વાત ગઈ તુજ ભૂલ?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આદર્શ દંપતીના જીવનની એક કારમી પળની અસહ્યતા આ વિવાદમાં તરી આવતી હાસ્યરેખાઓથી કાંઈક હળવી બનતી લાગે છે. તો બે અવયવો આટલી આનાકાની કરે છે પણ પુણ્યશ્લોક નળને પોતાને કેમ કાંઈ થતું નથી એ ખ્યાલે – જોકે તેને જ કાંઈક થાય છે એ પ્રગટ કરવા માટે તો આ વિવાદ યોજાયો છે એ યાદ આવતાં, પ્રસંગની કરુણતા ઘણી ઘેરી બને છે. (‘ધ ડૉગ બિનીથ ધ સ્કિન’ નામના નાટકમાં ઑડન અને ઇશરવૂડ સુખલોલુપ યુરોપીય – બલકે આજના જાગતિક માનસની ચારે ખૂણે દોડ નિરૂપે છે તેમાં થાકેલો યાત્રી રસ્તા પડખે લંબાવી દે છે ત્યાં માઈલસૂચક પથ્થરની બે બાજુ દેખાતા એના બંને પગ વચ્ચે સંવાદ શરૂ થાય છે. એલિયટે મારવિજયના પ્રતીકનો ઉપયોગ કર્યો હોય એ અસંભવિત નથી. હાથ-પગનાં આ બે પ્રતીકો પાછળ બીજું કશું સામ્ય નથી અને દેખીતાં જ એકમેકથી સ્વતંત્ર રીતે સૂઝેલાં છે, પણ ભીતરની વાતને પ્રગટ કરવા માટે કેવાં, ક્યારેક એકમેકની યાદ આપતાં, ભાવપ્રતીકો દૂરદૂરના સર્જકોને સ્ફુરે છે એ નોંધપાત્ર છે.) | આદર્શ દંપતીના જીવનની એક કારમી પળની અસહ્યતા આ વિવાદમાં તરી આવતી હાસ્યરેખાઓથી કાંઈક હળવી બનતી લાગે છે. તો બે અવયવો આટલી આનાકાની કરે છે પણ પુણ્યશ્લોક નળને પોતાને કેમ કાંઈ થતું નથી એ ખ્યાલે – જોકે તેને જ કાંઈક થાય છે એ પ્રગટ કરવા માટે તો આ વિવાદ યોજાયો છે એ યાદ આવતાં, પ્રસંગની કરુણતા ઘણી ઘેરી બને છે. (‘ધ ડૉગ બિનીથ ધ સ્કિન’ નામના નાટકમાં ઑડન અને ઇશરવૂડ સુખલોલુપ યુરોપીય – બલકે આજના જાગતિક માનસની ચારે ખૂણે દોડ નિરૂપે છે તેમાં થાકેલો યાત્રી રસ્તા પડખે લંબાવી દે છે ત્યાં માઈલસૂચક પથ્થરની બે બાજુ દેખાતા એના બંને પગ વચ્ચે સંવાદ શરૂ થાય છે. એલિયટે મારવિજયના પ્રતીકનો ઉપયોગ કર્યો હોય એ અસંભવિત નથી. હાથ-પગનાં આ બે પ્રતીકો પાછળ બીજું કશું સામ્ય નથી અને દેખીતાં જ એકમેકથી સ્વતંત્ર રીતે સૂઝેલાં છે, પણ ભીતરની વાતને પ્રગટ કરવા માટે કેવાં, ક્યારેક એકમેકની યાદ આપતાં, ભાવપ્રતીકો દૂરદૂરના સર્જકોને સ્ફુરે છે એ નોંધપાત્ર છે.) | ||
| Line 120: | Line 120: | ||
પણ બાહ્ય આવિષ્કારનો આ રીતે છેદ ઉડાડવો સહેલો નથી. બરોબર પણ નથી. કળાનો બાહ્ય આવિષ્કાર – બાહ્ય દેહ ન હોય તો એને અંગે વાત કરવાની સ્થિતિમાં પણ આપણે હોઈએ નહિ. રાજરોખર કાવ્યના આંતરસર્જનના ખ્યાલથી વાકેફ છે. જેનું કાવ્ય બાહ્યદેહ પામતું નથી તેને એ ‘હૃદયકવિ’ કહે છે : ‘જે હૃદયમાં જ કવે છે અને છુપાવે છે એ હૃદયકવિ.’ यो हृदय एव कवते निहनुते च सच हृदयकविः। | પણ બાહ્ય આવિષ્કારનો આ રીતે છેદ ઉડાડવો સહેલો નથી. બરોબર પણ નથી. કળાનો બાહ્ય આવિષ્કાર – બાહ્ય દેહ ન હોય તો એને અંગે વાત કરવાની સ્થિતિમાં પણ આપણે હોઈએ નહિ. રાજરોખર કાવ્યના આંતરસર્જનના ખ્યાલથી વાકેફ છે. જેનું કાવ્ય બાહ્યદેહ પામતું નથી તેને એ ‘હૃદયકવિ’ કહે છે : ‘જે હૃદયમાં જ કવે છે અને છુપાવે છે એ હૃદયકવિ.’ यो हृदय एव कवते निहनुते च सच हृदयकविः। | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>काव्येन किं कवेस्तस्य तन्मनोमात्रवृत्तिना । | {{Block center|'''<poem>काव्येन किं कवेस्तस्य तन्मनोमात्रवृत्तिना । | ||
नीयत्ने भावकैर्यस्य न निबन्धा दिशो दश॥</poem>}} | नीयत्ने भावकैर्यस्य न निबन्धा दिशो दश॥</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– તે કવિના માનસવૃત્તિ રૂપે જ રહેલા કાવ્યથી શું – જેને શબ્દ-નિબદ્ધ રચનારૂપે ભાવકો દશે દિશાઓમાં પહોંચાડતા નથી? | – તે કવિના માનસવૃત્તિ રૂપે જ રહેલા કાવ્યથી શું – જેને શબ્દ-નિબદ્ધ રચનારૂપે ભાવકો દશે દિશાઓમાં પહોંચાડતા નથી? | ||
| Line 130: | Line 130: | ||
કળાકાર જ્યારે અભિવ્યક્તિમાં સફળ થાય છે ત્યારે આ બધું ‘આપમેળે’ બની આવેલું જોવા મળે છે, પણ આપણે ભાવકો પછીથી ઠંડે કોઠે, એ કેમ બની આવ્યું તેની રહસ્યકથા ઉકેલવા પ્રયત્ન જરૂર કરી શકીએ. પ્રો. બલવંતરાય ઠાકોર માનવીજીવનનાં ‘સુખદુઃખ’ ઉપર સૉનેટમાલાનો આરંભ જે રીતે કરે છે એથી વધુ ઉચિત રીતે ભાગ્યે જ કરી શક્યા હોત. સપરમો દહાડો છે. સૌ સ્નેહીઓ-સ્વજનો આવીને અભિનંદનો વરસાવે છે. એ ઉપચારો કેવા તો ગતાનુગતિક રીતના છે તેનું પેલાઓને ભાન પણ ભાગ્યે જ હોય. તેથી નાયક એ બધું સહી લે છે (અંગ્રેજી ‘suffer’ના અર્થમાં), પોતે પણ વિનયમાં પાછો પડતો નથી. અરે કૃત્રિમ ઉમળકો પણ વાતચીતમાં ઊછળવા દે છે. – | કળાકાર જ્યારે અભિવ્યક્તિમાં સફળ થાય છે ત્યારે આ બધું ‘આપમેળે’ બની આવેલું જોવા મળે છે, પણ આપણે ભાવકો પછીથી ઠંડે કોઠે, એ કેમ બની આવ્યું તેની રહસ્યકથા ઉકેલવા પ્રયત્ન જરૂર કરી શકીએ. પ્રો. બલવંતરાય ઠાકોર માનવીજીવનનાં ‘સુખદુઃખ’ ઉપર સૉનેટમાલાનો આરંભ જે રીતે કરે છે એથી વધુ ઉચિત રીતે ભાગ્યે જ કરી શક્યા હોત. સપરમો દહાડો છે. સૌ સ્નેહીઓ-સ્વજનો આવીને અભિનંદનો વરસાવે છે. એ ઉપચારો કેવા તો ગતાનુગતિક રીતના છે તેનું પેલાઓને ભાન પણ ભાગ્યે જ હોય. તેથી નાયક એ બધું સહી લે છે (અંગ્રેજી ‘suffer’ના અર્થમાં), પોતે પણ વિનયમાં પાછો પડતો નથી. અરે કૃત્રિમ ઉમળકો પણ વાતચીતમાં ઊછળવા દે છે. – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘મુબારક હજો નવું વરસ!’ ‘સાલ આ બેસતી | {{Block center|'''<poem> ‘મુબારક હજો નવું વરસ!’ ‘સાલ આ બેસતી | ||
દિયો અધિક સૌખ્ય રિદ્ધિ સકુટુંબને કીરતી!’ | દિયો અધિક સૌખ્ય રિદ્ધિ સકુટુંબને કીરતી!’ | ||
ગળ્યાં વચન રૂઢ પોપટ જિભે સહૂં ઊચરે, | ગળ્યાં વચન રૂઢ પોપટ જિભે સહૂં ઊચરે, | ||
હુંયે સ્મિત સહે સહૂં, વિનયિ વાળું છૂં ઉત્તરે, | હુંયે સ્મિત સહે સહૂં, વિનયિ વાળું છૂં ઉત્તરે, | ||
ઘડીક વળિ ગોઠડી કરિ રહૂં કૃતક ઉમળકે.</poem>}} | ઘડીક વળિ ગોઠડી કરિ રહૂં કૃતક ઉમળકે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ પછી? પછી તો આ રૂઢ પોપટિયાં મધુવચનો અને એના કૃત્રિમ ઉમળકે વાળેલા વિનયી ઉત્તરો – એવી જૂઠી ગોઠડીનાં ઝાંઝવાંય અદૃશ્ય થાય છે અને જીવનની વેરાન એકલતા પ્રત્યક્ષ થાય છે. પોતે હીંચકે બેસીને આરામ લેવા કરે છે. પણ ચિરૂટના ધુમાડાના ગોટા મસ્તક પર હાલે છે તેની સાથે મસ્તક પણ હાલ્યાં કરે છે, અને મસ્તકના વિચાર પણ હીંચકો એક કદમ જઈ એ જ કદમ પાછો હઠે છે એમ આગળ વધી પાછા હઠે છે. | પણ પછી? પછી તો આ રૂઢ પોપટિયાં મધુવચનો અને એના કૃત્રિમ ઉમળકે વાળેલા વિનયી ઉત્તરો – એવી જૂઠી ગોઠડીનાં ઝાંઝવાંય અદૃશ્ય થાય છે અને જીવનની વેરાન એકલતા પ્રત્યક્ષ થાય છે. પોતે હીંચકે બેસીને આરામ લેવા કરે છે. પણ ચિરૂટના ધુમાડાના ગોટા મસ્તક પર હાલે છે તેની સાથે મસ્તક પણ હાલ્યાં કરે છે, અને મસ્તકના વિચાર પણ હીંચકો એક કદમ જઈ એ જ કદમ પાછો હઠે છે એમ આગળ વધી પાછા હઠે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> પછી સહુ સિધાવતાં વિરમું એકલો હીંચકે, | {{Block center|'''<poem> પછી સહુ સિધાવતાં વિરમું એકલો હીંચકે, | ||
ચિરૂટ સૃત ધુમ્રગોટ સહ ધૂણતું મસ્તકે. | ચિરૂટ સૃત ધુમ્રગોટ સહ ધૂણતું મસ્તકે. | ||
વધે કદમ હીંચકો, કદમ તે જ પાછો ગણે, | વધે કદમ હીંચકો, કદમ તે જ પાછો ગણે, | ||
વિચાર પણ ગૂંછળે વધિ હઠી રહે ઝૂલણે.</poem>}} | વિચાર પણ ગૂંછળે વધિ હઠી રહે ઝૂલણે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આરામ કેવો? ગતિ વગર છૂટકો નથી. પણ ગતિ કેવી નિર્માઈ છે? આ હીંચકાના જેવી, હાલ્યાં જ કરવાનું પણ ડગલુંય વધવાનું નહિ. અને આરામને ચૂંથી નાખનારા વિચારશીલ મગજની શી દશા છે? હીંચકો અને ચિરૂટ એ બંને ભાવપ્રતીકોને સાથે કરી દઈને કહે છે : હીંચકાની પેઠે એ ચલ છે, ચિરૂટની પેઠે સળગી રહ્યું છે. અને એ બન્નેનું ભેગું એક નવું જ ભાવપ્રતીક સૂઝતાં ચલ-પણું અને અંતર્જ્વલન એ બંને હાંફમાં પ્રતીત થતાં હોઈ રસ્તા પર પડ્યા પડ્યા હાંફતા કૂતરાની સાથે મગજને સરખાવીને વિરમે છે. ના, આ નવા પ્રતીકની મદદથી, મગજ નથી તો દેખતું, નથી નિદ્રાવશ, એ ક્રૂર તાજાકલમ ઉમેરવાની તક લીધા વગર ક્યાં વિરમે છે? | આરામ કેવો? ગતિ વગર છૂટકો નથી. પણ ગતિ કેવી નિર્માઈ છે? આ હીંચકાના જેવી, હાલ્યાં જ કરવાનું પણ ડગલુંય વધવાનું નહિ. અને આરામને ચૂંથી નાખનારા વિચારશીલ મગજની શી દશા છે? હીંચકો અને ચિરૂટ એ બંને ભાવપ્રતીકોને સાથે કરી દઈને કહે છે : હીંચકાની પેઠે એ ચલ છે, ચિરૂટની પેઠે સળગી રહ્યું છે. અને એ બન્નેનું ભેગું એક નવું જ ભાવપ્રતીક સૂઝતાં ચલ-પણું અને અંતર્જ્વલન એ બંને હાંફમાં પ્રતીત થતાં હોઈ રસ્તા પર પડ્યા પડ્યા હાંફતા કૂતરાની સાથે મગજને સરખાવીને વિરમે છે. ના, આ નવા પ્રતીકની મદદથી, મગજ નથી તો દેખતું, નથી નિદ્રાવશ, એ ક્રૂર તાજાકલમ ઉમેરવાની તક લીધા વગર ક્યાં વિરમે છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> સદા હલત તોય ઈંચ નવ હીંચકો ચાલતો, | {{Block center|'''<poem> સદા હલત તોય ઈંચ નવ હીંચકો ચાલતો, | ||
ચિરૂટ જળતી થકી ફક્ત ધુમ્ર જરિ સેલતો. | ચિરૂટ જળતી થકી ફક્ત ધુમ્ર જરિ સેલતો. | ||
દિસે છ મગજે ચિરૂટ સમ હીંચકા શું થતૂં. | દિસે છ મગજે ચિરૂટ સમ હીંચકા શું થતૂં. | ||
રહે ચલ રહે જળંત, પણ માત્ર હાંફ્યે જતૂં; | રહે ચલ રહે જળંત, પણ માત્ર હાંફ્યે જતૂં; | ||
યથા શુનક માર્ગમાં, ન નિરખંત ના ઊંઘતૂં.</poem>}} | યથા શુનક માર્ગમાં, ન નિરખંત ના ઊંઘતૂં.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મુબારક શબ્દથી, જીવનની પ્રસન્નતાની ઘડીના આલેખનથી, શરૂ થતું સૉનેટ ચૌદમી પંક્તિને અંતે તો એ પ્રસન્નતાની પોકળતા અને એની પાછળ લપાયેલી વિભુ પામરતાને પ્રગટ કરી દે છે. ધીમે ધીમે હીંચકો બંધ થઈ ગયો હશે, રહી હશે માત્ર આછી આછી હાંફ – એવી એક જાતની વિરતિ પણ અંતિમ પંક્તિએ પહોંચતાં સૂચવાય છે. | મુબારક શબ્દથી, જીવનની પ્રસન્નતાની ઘડીના આલેખનથી, શરૂ થતું સૉનેટ ચૌદમી પંક્તિને અંતે તો એ પ્રસન્નતાની પોકળતા અને એની પાછળ લપાયેલી વિભુ પામરતાને પ્રગટ કરી દે છે. ધીમે ધીમે હીંચકો બંધ થઈ ગયો હશે, રહી હશે માત્ર આછી આછી હાંફ – એવી એક જાતની વિરતિ પણ અંતિમ પંક્તિએ પહોંચતાં સૂચવાય છે. | ||
શ્રી પ્રિયકાન્ત મણિયારનું ‘ફૉકલૅન્ડ રોડને જોતાં’ અભિવ્યક્તિની દૃષ્ટિ જોવા જેવું છે. ઉઘાડ થાય છે | શ્રી પ્રિયકાન્ત મણિયારનું ‘ફૉકલૅન્ડ રોડને જોતાં’ અભિવ્યક્તિની દૃષ્ટિ જોવા જેવું છે. ઉઘાડ થાય છે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>રે સૂર્યમાં માછલીઓ તરી રહી!</poem>}} | {{Block center|'''<poem>રે સૂર્યમાં માછલીઓ તરી રહી!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– એ પંક્તિથી કવિએ દિવસે જ આ રસ્તો કાપ્યો લાગે છે એ સૂર્યના ઉલ્લેખથી સૂચવાઈ જાય છે. કદાચ માંહ્યલો એ સૂચવાઈ જાય એમ ઇચ્છતો પણ હોય. કેવું કારમું, સજીવતાની શક્યતાના સંદતર અભાવનું ભાવપ્રતીક છે! અને તેમ છતાં માછલીઓનાં રૂપેરી ઉદ્વર્તન, એમનો તરવરાટ અને ઝાકઝમાળ તેજછટા એ બધાંનું અસ્તિત્વ પણ સાથેસાથે જ નિર્દેશાયું છે. | – એ પંક્તિથી કવિએ દિવસે જ આ રસ્તો કાપ્યો લાગે છે એ સૂર્યના ઉલ્લેખથી સૂચવાઈ જાય છે. કદાચ માંહ્યલો એ સૂચવાઈ જાય એમ ઇચ્છતો પણ હોય. કેવું કારમું, સજીવતાની શક્યતાના સંદતર અભાવનું ભાવપ્રતીક છે! અને તેમ છતાં માછલીઓનાં રૂપેરી ઉદ્વર્તન, એમનો તરવરાટ અને ઝાકઝમાળ તેજછટા એ બધાંનું અસ્તિત્વ પણ સાથેસાથે જ નિર્દેશાયું છે. | ||
‘સૂર્યમાં’ – એટલે, સૂર્યબિમ્બમાં અભિપ્રેત ન હોય તો, તડકામાં, અંગ્રેજી in the sun એ અર્થમાં આવી રીતે અનેક પ્રયોગો એક ભાષામાંથી બીજીમાં અપનાવયે જતા હોય છે. આ દાખલામાં તો એવી અનિવાર્યતાથી એ પ્રયોગ અપનાવાયો છે કે ભાષા સાથે ચૈતન્ય-સંબંધથી એ જોડાઈ જાય છે. કથયિતવ્ય સૂર્ય-માછલીના રૂપક વડે હિંમતભેર રજૂઆત પામી ગયું, પણ પછીથી રાત્રિનું મહત્ત્વ, એ વિશે કવિ સભાન નહિ બન્યા હોય તોપણ, આપોઆપ એમના મનમાં વસે એ સ્વાભાવિક છે : | ‘સૂર્યમાં’ – એટલે, સૂર્યબિમ્બમાં અભિપ્રેત ન હોય તો, તડકામાં, અંગ્રેજી in the sun એ અર્થમાં આવી રીતે અનેક પ્રયોગો એક ભાષામાંથી બીજીમાં અપનાવયે જતા હોય છે. આ દાખલામાં તો એવી અનિવાર્યતાથી એ પ્રયોગ અપનાવાયો છે કે ભાષા સાથે ચૈતન્ય-સંબંધથી એ જોડાઈ જાય છે. કથયિતવ્ય સૂર્ય-માછલીના રૂપક વડે હિંમતભેર રજૂઆત પામી ગયું, પણ પછીથી રાત્રિનું મહત્ત્વ, એ વિશે કવિ સભાન નહિ બન્યા હોય તોપણ, આપોઆપ એમના મનમાં વસે એ સ્વાભાવિક છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઉલ્કા કશી આ નભથી ખરી અહીં!</poem>}} | {{Block center|'''<poem>ઉલ્કા કશી આ નભથી ખરી અહીં!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– આ પ્રતીક પણ સામાન્યાઓના જીવન-ભ્રંશને સચોટ રીતે ઉઠાવ આપે છે. ત્રણ લીટી પછી છેલ્લી પંક્તિમાં કામદેવને ઉપાલંભ આપતો નિઃશ્વાસ નીકળે છે : | – આ પ્રતીક પણ સામાન્યાઓના જીવન-ભ્રંશને સચોટ રીતે ઉઠાવ આપે છે. ત્રણ લીટી પછી છેલ્લી પંક્તિમાં કામદેવને ઉપાલંભ આપતો નિઃશ્વાસ નીકળે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>અનંગ, તારી રતિની સ્થિતિ આ!</poem>}} | {{Block center|'''<poem>અનંગ, તારી રતિની સ્થિતિ આ!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક તદ્દન જુદા જ અનુભવની અભિવ્યક્તિ જોઈએ. દરેક કવિની જનમભોમ રળિયામણી જ હોય એવું તો શી રીતે બને? પણ કવિ હોય ને એને પોતાની ભોમકામાં સૌન્દર્યનો અણસારો પણ ન મળે એવુંયે શી રીતે બને? શ્રી પ્રજારામ રાવળ ઝાલાવાડમાં જન્મ્યા છે. કેવીક છે એ ભૂમિ? | એક તદ્દન જુદા જ અનુભવની અભિવ્યક્તિ જોઈએ. દરેક કવિની જનમભોમ રળિયામણી જ હોય એવું તો શી રીતે બને? પણ કવિ હોય ને એને પોતાની ભોમકામાં સૌન્દર્યનો અણસારો પણ ન મળે એવુંયે શી રીતે બને? શ્રી પ્રજારામ રાવળ ઝાલાવાડમાં જન્મ્યા છે. કેવીક છે એ ભૂમિ? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{Gap}}આ ઝાલાવાડી ધરતી, | {{Block center|'''<poem>{{Gap}}આ ઝાલાવાડી ધરતી, | ||
આવળ, બાવળ, કેર, બોરડી, – શુષ્ક રુક્ષ ચોફરતી ! — આ૦ | આવળ, બાવળ, કેર, બોરડી, – શુષ્ક રુક્ષ ચોફરતી ! — આ૦ | ||
{{Gap}}અહીં ફૂલ કેવળ આવળનાં! | {{Gap}}અહીં ફૂલ કેવળ આવળનાં! | ||
{{Gap}}અહીં પાન અધિકાં મૃગજળનાં! | {{Gap}}અહીં પાન અધિકાં મૃગજળનાં! | ||
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! – આ૦</poem>}} | પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! – આ૦</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ફૂલ તો આવળનાં જ છે, અને પીણાં મૃગજળનાં જ વિશેષે તો છે, – કવિ કેવું પોતાના ભાગ્ય ઉપર તટસ્થપણે હસી શકે છે! પણ આ રંકતા અને રિક્તતામાં એ વિરાટ હથેળીને જુએ છે. પ્રભુની લંબાયેલી હથેળી ખરેખર કદી ખાલી હોય? | ફૂલ તો આવળનાં જ છે, અને પીણાં મૃગજળનાં જ વિશેષે તો છે, – કવિ કેવું પોતાના ભાગ્ય ઉપર તટસ્થપણે હસી શકે છે! પણ આ રંકતા અને રિક્તતામાં એ વિરાટ હથેળીને જુએ છે. પ્રભુની લંબાયેલી હથેળી ખરેખર કદી ખાલી હોય? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> {{Gap}}જોજનના જોજન લગ દેખો; | {{Block center|'''<poem> {{Gap}}જોજનના જોજન લગ દેખો; | ||
{{Gap}}એક નહીં ડુંગરને પેખો! | {{Gap}}એક નહીં ડુંગરને પેખો! | ||
વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથલ, ક્ષિતિજે ઢળતી! – આ૦ | વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથલ, ક્ષિતિજે ઢળતી! – આ૦ | ||
| Line 181: | Line 181: | ||
{{Gap}}કે કો ઉગ્ર તપંતી જોગણ! | {{Gap}}કે કો ઉગ્ર તપંતી જોગણ! | ||
સંન્યાસિની તણા નિર્મળ શુભ વેષે ઉર મુજ ભરતી! — | સંન્યાસિની તણા નિર્મળ શુભ વેષે ઉર મુજ ભરતી! — | ||
{{Gap}}આ ઝાલાવાડી ઘરતી!</poem>}} | {{Gap}}આ ઝાલાવાડી ઘરતી!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વતનપ્રેમ, જન્મભૂમિપ્રેમ, રાષ્ટ્રપ્રેમ-ને નામે સામાન્ય રીતે જે લાગણીવેડા પ્રદર્શિત થતા હોય છે તેની સામે સચ્ચાઈના રણકારવાળી આવી કૃતિઓ સરખાવવા જેવી છે. | વતનપ્રેમ, જન્મભૂમિપ્રેમ, રાષ્ટ્રપ્રેમ-ને નામે સામાન્ય રીતે જે લાગણીવેડા પ્રદર્શિત થતા હોય છે તેની સામે સચ્ચાઈના રણકારવાળી આવી કૃતિઓ સરખાવવા જેવી છે. | ||
| Line 197: | Line 197: | ||
પણ કવિઓના – કળાકારોના જીવનમાં ઘણી વાર કુત્સિતતા જોવા મળે છે. અનીતિનાં દર્શન થાય છે. એથી કોઈને એમ થાય કે આવું, બીજાને સ્વરૂપાનુસંધાનની તક આપતું, સર્જન જે કરી શકે છે, તેને પોતાને એથી કશોયે ફાયદો કેમ થયો નહિ હોય? અને અંતે એના સર્જનને પણ એ દોષ દે છે. પણ સર્જનને દોષ દેવો એ બરાબર નથી. કાદવમાંથી ઊગી નીકળતા કમળને દોષ દેવા જેવું એ તો થાય. મનોવૈજ્ઞાનિક યુંગ કળાકારને ને કળાને જુદાં જોવાનો અનુરોધ કરીને કહે છે કે કુદરત દરેકને જન્મ સાથે જાણે કે અમુક પ્રાણશક્તિની જ મૂડી આપતી ન હોય. એમાંથી ઘણી બધીનો ઉપયોગ માણસની જે પ્રબળતમ વૃત્તિ હોય છે એ કરી બેસે છે અને એના જીવનનાં બીજાં પાસાંને એટલું સોસવું પડે છે. કળાકાર નીતિમયતા કે એવી બાબતોમાં ઊણો ઊતરતો હોય એટલા ઉપરથી એની કળાને ઉતારી પાડવી, એ કળાની ઉત્કૃષ્ટતા પિછાણવી-માણવી નહિ એ બરોબર નથી. પણ તે સાથેસાથે આપણે જરૂર એવી આશા રાખી શકીએ કે કવિની માનવ તરીકેની સાધનાનો ચરમ પુરુષાર્થ એના વ્યક્તિત્વની પૂર્ણ ખિલવણીમાં હોય. કવિ હોવું એ વરદાન જેવી તેવી કસોટી નથી જ. વાલ્મીકિ અંગેના ‘ભાષા ઓ છન્દ’માં રવીન્દ્રનાથ કહે છે તેમ | પણ કવિઓના – કળાકારોના જીવનમાં ઘણી વાર કુત્સિતતા જોવા મળે છે. અનીતિનાં દર્શન થાય છે. એથી કોઈને એમ થાય કે આવું, બીજાને સ્વરૂપાનુસંધાનની તક આપતું, સર્જન જે કરી શકે છે, તેને પોતાને એથી કશોયે ફાયદો કેમ થયો નહિ હોય? અને અંતે એના સર્જનને પણ એ દોષ દે છે. પણ સર્જનને દોષ દેવો એ બરાબર નથી. કાદવમાંથી ઊગી નીકળતા કમળને દોષ દેવા જેવું એ તો થાય. મનોવૈજ્ઞાનિક યુંગ કળાકારને ને કળાને જુદાં જોવાનો અનુરોધ કરીને કહે છે કે કુદરત દરેકને જન્મ સાથે જાણે કે અમુક પ્રાણશક્તિની જ મૂડી આપતી ન હોય. એમાંથી ઘણી બધીનો ઉપયોગ માણસની જે પ્રબળતમ વૃત્તિ હોય છે એ કરી બેસે છે અને એના જીવનનાં બીજાં પાસાંને એટલું સોસવું પડે છે. કળાકાર નીતિમયતા કે એવી બાબતોમાં ઊણો ઊતરતો હોય એટલા ઉપરથી એની કળાને ઉતારી પાડવી, એ કળાની ઉત્કૃષ્ટતા પિછાણવી-માણવી નહિ એ બરોબર નથી. પણ તે સાથેસાથે આપણે જરૂર એવી આશા રાખી શકીએ કે કવિની માનવ તરીકેની સાધનાનો ચરમ પુરુષાર્થ એના વ્યક્તિત્વની પૂર્ણ ખિલવણીમાં હોય. કવિ હોવું એ વરદાન જેવી તેવી કસોટી નથી જ. વાલ્મીકિ અંગેના ‘ભાષા ઓ છન્દ’માં રવીન્દ્રનાથ કહે છે તેમ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{Gap}}અલૌકિક આનંદેર ભાર | {{Block center|'''<poem>{{Gap}}અલૌકિક આનંદેર ભાર | ||
વિધાતા જાહારે દેય, તા’ર વક્ષે વેદના અપાર, | વિધાતા જાહારે દેય, તા’ર વક્ષે વેદના અપાર, | ||
તા’ર નિત્ય જા-ગરણ; અગ્નિસમ દેવતાર દાન | તા’ર નિત્ય જા-ગરણ; અગ્નિસમ દેવતાર દાન | ||
ઊર્ધ્વશિખા જ્વાલિ’ ચિત્તે અહોરાત્ર દગ્ધ કરે પ્રાણ.</poem>}} | ઊર્ધ્વશિખા જ્વાલિ’ ચિત્તે અહોરાત્ર દગ્ધ કરે પ્રાણ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– વિધાતા જેમને અલૌકિક આનંદનો ભાર બક્ષે છે તેમને હૈયે અપાર વેદના હોય છે. તેમને લલાટે નિત્યનાં જાગરણ હોય છે. દેવતાનું દાન અગ્નિ જેવું છે, ચિત્તમાં ઊર્ધ્વ શિખાઓથી પ્રજ્વળતું રાત-દિવસ પ્રાણને બાળી રહેતું હોય છે. | – વિધાતા જેમને અલૌકિક આનંદનો ભાર બક્ષે છે તેમને હૈયે અપાર વેદના હોય છે. તેમને લલાટે નિત્યનાં જાગરણ હોય છે. દેવતાનું દાન અગ્નિ જેવું છે, ચિત્તમાં ઊર્ધ્વ શિખાઓથી પ્રજ્વળતું રાત-દિવસ પ્રાણને બાળી રહેતું હોય છે. | ||