નારીસંપદાઃ વિવેચન/ટૂંકીવાર્તાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સંપાદન: Difference between revisions

+૧
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૫૪. ટૂંકીવાર્તાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સંપાદન
{{Heading|ટૂંકીવાર્તાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સંપાદન<br>'નવલિકા સંગ્રહ ભાગ - ૧ અને ૨' - એક અધ્યયન.|કોશા રાવલ}}
'નવલિકા સંગ્રહ ભાગ - ૧ અને ૨' - એક અધ્યયન.|કોશા રાવલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વાર્તા, કથા, નવલિકા તરીકે ઓળખાતુ આ કલા સ્વરૂપ મનુષ્યની સામાજિકતાના પડાવો સાથે જ ખીલતું ખૂલતું રહ્યું છે. કાળના પ્રવાહમાં શરૂઆતની મેદસ્વી વાર્તાને સ્થાને કલાતત્વની સમજ સાથે તેમાંથી જ આજનું નાજુક- નમણું નવલિકાનું કલેવર ઘડાયું. આપણાં સાહિત્યમાં તો નવલિકાની સ્વરૂપગત સમજ પશ્ચિમી સાહિત્યના પરિચયે દાખલ થઇ. સાહિત્યનાં સ્વરૂપ લેખે તેને અભૂતપૂર્વ લોકચાહના પણ મળી. ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીના આરંભમાં, ગુજરાતી નવલિકાલેખનનો આરંભ થયો. સમયના સુદીર્ઘ પટ પર લોકભોગ્ય સ્વરૂપલેખે અનેક નવલિકાઓ, નવલિકા સંગ્રહો તથા તેને લગતાં સંપાદનો આપણને સતત મળતાં રહ્યાં છે. તેમાં પાયાનું ગણાય તેવું એક સંપાદન આપણા જાણીતાં અભ્યાસુ શ્રી જયેશ ભોગાયતાના ધ્યાનમાં આવ્યું. રામચંદ્ર શુકલ દ્રારા સંપાદિત 'નવલિકા સંગ્રહ ભાગ - ૧ અને ૨' ની ગુણવત્તા જોતાં તેમને આ ગ્રંથ પુનઃ મુદ્રિત કરવાની જરૂરિયાત જણાઇ. ઇતિહાસની ગર્તામાં ખોવાઈ ગયેલા પુસ્તકની અભ્યાસ સામગ્રી દસ્તાવેજી મૂલ્ય ધરાવે, તેટલી મહત્ત્વની હતી. ઇતિહાસની કડી ગણાય તેવું આ સંપાદન લોકપ્રાપ્ય બનાવવા તેમણે સનિષ્ઠ પ્રયત્નો હાથ ધર્યા. ગુજરાત સાહિત્ય અકાદમી ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં પુસ્તકોનું પુનર્મુદ્રણ કરતી હોય, તો તેમણે આ બાબતે એકાધિકવાર ગુ. સા. અકાદમીનું ધ્યાન દોર્યું.

Line 25: Line 24:
* માત્ર પશ્ચિમ સાહિત્યના ઉપલક અનુકરણ કરવાને બદલે ગદ્યમાં આપણા વિકસતાં સ્વરૂપો જેવા કે નવલકથા, નવલિકા, નાટક આદિ વિશે પાયાની સમજ કેળવાય તેનું તત્કાલિન સાહિત્યને જોતાં તેમને આવશ્યક લાગ્યું હતું.
* માત્ર પશ્ચિમ સાહિત્યના ઉપલક અનુકરણ કરવાને બદલે ગદ્યમાં આપણા વિકસતાં સ્વરૂપો જેવા કે નવલકથા, નવલિકા, નાટક આદિ વિશે પાયાની સમજ કેળવાય તેનું તત્કાલિન સાહિત્યને જોતાં તેમને આવશ્યક લાગ્યું હતું.
* નવલિકાની કળા સ્વરૂપ લેખેની તાત્વિક સમજના અભાવે થતા ઘણા બધા અધકચરા પ્રયાસોને યોગ્ય દિશામાં વાળી શકાય, તેવું તેમનું માનવું હતું.
* નવલિકાની કળા સ્વરૂપ લેખેની તાત્વિક સમજના અભાવે થતા ઘણા બધા અધકચરા પ્રયાસોને યોગ્ય દિશામાં વાળી શકાય, તેવું તેમનું માનવું હતું.
* તે સમયે એટલે કે ઇ. સ. ૧૯૨૮ ની આસપાસ એમ. એ. ના ગુજરાતી અભ્યાસક્રમમાં નવલિકા. અભ્યાસ
* તે સમયે એટલે કે ઇ. સ. ૧૯૨૮ ની આસપાસ એમ. એ. ના ગુજરાતી અભ્યાસક્રમમાં નવલિકા. અભ્યાસ વિષય તરીકે દાખલ થઇ હતી. વિધાર્થીઓને સ્વરૂપગત સુસ્પષ્ટ સમજ મળે તેવા ગ્રંથની આવશ્યતા પણ ઊભી થઈ હતી.
વિષય તરીકે દાખલ થઇ હતી. વિધાર્થીઓને સ્વરૂપગત સુસ્પષ્ટ સમજ મળે તેવા ગ્રંથની આવશ્યતા પણ ઊભી થઈ હતી.
* કલાની દૃષ્ટિએ ઉત્તમ કહી શકાય તેવી વાર્તાઓ અલગ તારવીને, શિષ્ટ કલાકૃતિથી વિશાળ વાચક સમુદાયની રસવૃત્તિનું ઘડતર થાય તેવો પ્રતિનિધિરૂપ ગ્રંથ ઉપલબ્ધ કરાવવાનું તેમને જરૂરી લાગતું હતું.  

Line 46: Line 44:
:(i) ઐતિહાસિક દૃષ્ટિએ નવલિકા-સાદી વાર્તામાંથી નીપજેલું કલાતત્ત્વ છે. સાદી વાત માં ઘટના જ મુખ્ય હોય અને આનંદ ઉપરાંત કશો હેતુ ન હોય - તેથી તેમાં અસંબદ્ધ પ્રસંગો, વર્ણનો તથા પ્રાણ વિનાનું પાત્રલેખન માત્ર ઘટનાના બળે ચાલતું રહે છે. જ્યારે નવલિકામાં પ્રસંગ, વર્ણન, પાત્ર આદિમાં એકતા અને કલાના ધોરણોની જાળવણી કરવામાં આવે છે.

:(ii) તે સમયે નવલિકાને નવલકથાનું નાનું સ્વરૂપ હોવાનું માનતાં લોકોની ગેરસમજ દૂર કરવા સંપાદકશ્રી સ્પષ્ટ કરે છે કે નવલકથામાં વ્યાપક ફલક પર સમગ્ર પાત્રવિકાસ આદિ નો ખ્યાલ આપવાનો હોવાથી તે જટિલ સ્વરૂપ છે. પણ તેને ટૂંકાવવાથી નવલિકા હરગીઝ ન બને. કારણ કે નવલિકા માત્ર પાત્રના જીવનના એક ભાગ પર જ કેન્દ્રિત હોય છે, તેની ગતિ એક ધ્યેય તરફથી હોય છે.

:(iii)નાટક અને નવલિકા બંનેમાં વર્ણન અને અસંબદ્ધ ઘટનાઓને બાદ કરી નાખવામાં આવે છે. પણ નાટક માત્ર સંવાદો વડે જ નિર્વહણ કરી શકે છે. જ્યારે નવલિકામાં સંવાદ ઉપરાંત ઊર્મિ, ભાવમય અનુભવો પણ નિબંધ માફક આવી શકે છે છતાં નિબંધ કરતાં પણ નવલિકા અલગ પડે છે, તે ચોક્કસ છે.
:(iii) નાટક અને નવલિકા બંનેમાં વર્ણન અને અસંબદ્ધ ઘટનાઓને બાદ કરી નાખવામાં આવે છે. પણ નાટક માત્ર સંવાદો વડે જ નિર્વહણ કરી શકે છે. જ્યારે નવલિકામાં સંવાદ ઉપરાંત ઊર્મિ, ભાવમય અનુભવો પણ નિબંધ માફક આવી શકે છે છતાં નિબંધ કરતાં પણ નવલિકા અલગ પડે છે, તે ચોક્કસ છે.
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ,નવલિકાના સ્વરૂપની અન્ય સ્વરૂપથી વ્યાવર્તકતા બતાવી તેઓ નવલિકાની વિવિધ વ્યાખ્યાઓની ચર્ચા કરે છે. આ ચર્ચામાં હડસન, ઓલબ્રાઈટ, ધૂમકેતુ આદિનો ઉલ્લેખ પણ કરે છે. ચર્ચાના સમાપન અંતે તેઓ જણાવે છે કે નવલિકાનું સર્વમાન્ય પાસુ છે. તે તો સીધી લક્ષ્યવેધી અસર ઉત્પન્ન કરવાનું. તેમજ વસ્તુઐકય જાળવવાનું છે. હવે નવલિકાના અગત્યના બાર ઘટકતત્ત્વોની પણ તેઓ ચર્ચા કરે છે, જેની થોડી નોંધ લઈએ:

{{Poem2Close}}
{{Poem2Close}}
* વાર્તાનો વિષય : સંક્ષિપ્તમાં ચર્ચી શકાય તેવો વિષય પસંદ કરી વાર્તાકારો તેમાં પોતાનું આગવું દૃષ્ટિબિંદુ જોડવું જોઈએ, તેવું તેઓ માને છે. આ માટે વાર્તાકાર પાસે અભ્યાસ, અવલોકન અને સતેજ કલ્પનાશક્તિ હોવી જરૂરી જણાય છે.
* '''વાર્તાનો વિષય :''' સંક્ષિપ્તમાં ચર્ચી શકાય તેવો વિષય પસંદ કરી વાર્તાકારો તેમાં પોતાનું આગવું દૃષ્ટિબિંદુ જોડવું જોઈએ, તેવું તેઓ માને છે. આ માટે વાર્તાકાર પાસે અભ્યાસ, અવલોકન અને સતેજ કલ્પનાશક્તિ હોવી જરૂરી જણાય છે.
* વાર્તાનો હેતુ : વાર્તાનું પ્રાણતત્ત્વ તેમના મતે બીજરૂપ વિચાર છે. ઉદ્દેશહિન વાર્તા એટલી અસરકારક બની શકતી નથી, જેટલી એક અર્થપૂર્ણ વાર્તા બની શકે છે. હેતુ પસંદગી પછી વાર્તાકાર માટે પાત્ર, વસ્તુ અને વાતાવરણ સર્જવાનું કસોટી કાર્ય હોય છે.
* '''વાર્તાનો હેતુ :''' વાર્તાનું પ્રાણતત્ત્વ તેમના મતે બીજરૂપ વિચાર છે. ઉદ્દેશહિન વાર્તા એટલી અસરકારક બની શકતી નથી, જેટલી એક અર્થપૂર્ણ વાર્તા બની શકે છે. હેતુ પસંદગી પછી વાર્તાકાર માટે પાત્ર, વસ્તુ અને વાતાવરણ સર્જવાનું કસોટી કાર્ય હોય છે.
* પાત્રાલેખન : મોટાભાગે તો ચોક્કસ પાત્રની આકર્ષી ગયેલી વિભાવના જ વિષય પસંદગીમાં ભાગ ભજવતી હોય છે. સંઘર્ષ અને પરાકાષ્ઠા સાથે ઉઘડતી પાત્રોની વ્યક્તિગતતા નવલિકાને કસદાર બનાવી શકે છે, કારણકે નવલકથાની માફક અહિં સમગ્ર પાત્ર પરિચય આપવાનો હોતો નથી.
* '''પાત્રાલેખન :''' મોટાભાગે તો ચોક્કસ પાત્રની આકર્ષી ગયેલી વિભાવના જ વિષય પસંદગીમાં ભાગ ભજવતી હોય છે. સંઘર્ષ અને પરાકાષ્ઠા સાથે ઉઘડતી પાત્રોની વ્યક્તિગતતા નવલિકાને કસદાર બનાવી શકે છે, કારણકે નવલકથાની માફક અહિં સમગ્ર પાત્ર પરિચય આપવાનો હોતો નથી.
* વસ્તુસંકલના : યોગ્ય પ્રસંગો ચૂંટીને માત્ર કાર્યકારણરૂપ વસ્તુનું સંકલન કરવું, નવલિકાકાર માટે જરૂરી એ કારણે બની રહે છે કે નવલિકાના નાજુક કલેવર તો જ જાળવી શકાય.
* '''વસ્તુસંકલના :''' યોગ્ય પ્રસંગો ચૂંટીને માત્ર કાર્યકારણરૂપ વસ્તુનું સંકલન કરવું, નવલિકાકાર માટે જરૂરી એ કારણે બની રહે છે કે નવલિકાના નાજુક કલેવર તો જ જાળવી શકાય.
* સમયની એકતા: નવલિકામાં ભૂત, ભાવિ-વર્તમાનની સહોપસ્થિતિ શકય છે, પરંતુ તેનું એકીકરણ નહિ સાંધો નહિ રેણની માફક એવી સરસ રીતે થવું જોઈએ કે જેથી વાર્તાકલાને હાનિ ન પહોંચે.
* સમયની એકતા: નવલિકામાં ભૂત, ભાવિ-વર્તમાનની સહોપસ્થિતિ શકય છે, પરંતુ તેનું એકીકરણ નહિ સાંધો નહિ રેણની માફક એવી સરસ રીતે થવું જોઈએ કે જેથી વાર્તાકલાને હાનિ ન પહોંચે.
* વાતાવરણ : વિષયને અનુરૂપ વાતાવરણ ઘડવું લેખક માટે આવશ્યક બની રહે છે. પ્રસંગ કે વાતાવરણ પ્રધાન વાર્તા પણ રચી શકાય, પરંતુ પાત્રપ્રધાન વાર્તા વિશેષ અસરકારક બની શકે છે.  
* '''વાતાવરણ :''' વિષયને અનુરૂપ વાતાવરણ ઘડવું લેખક માટે આવશ્યક બની રહે છે. પ્રસંગ કે વાતાવરણ પ્રધાન વાર્તા પણ રચી શકાય, પરંતુ પાત્રપ્રધાન વાર્તા વિશેષ અસરકારક બની શકે છે.  
* સંવાદ : નવલિકાને વાસ્તવિક ઘાટ આપવામાં સંવાદ ઉપયોગી નીવડે છે. પાત્રના ભાવ, વિચાર અને ઊર્મિ વહન કરવામાં જો સંવાદ વિભાવનાથી અલગ પડી જાય તો કલાઘાતક નીવડે છે. ટૂંકા સ્વાભાવિક અને અર્થપૂર્ણ સંવાદ નવલિકાના નિર્વહણ માટે સચોટ પૂરવાર થાય છે.
* '''સંવાદ :''' નવલિકાને વાસ્તવિક ઘાટ આપવામાં સંવાદ ઉપયોગી નીવડે છે. પાત્રના ભાવ, વિચાર અને ઊર્મિ વહન કરવામાં જો સંવાદ વિભાવનાથી અલગ પડી જાય તો કલાઘાતક નીવડે છે. ટૂંકા સ્વાભાવિક અને અર્થપૂર્ણ સંવાદ નવલિકાના નિર્વહણ માટે સચોટ પૂરવાર થાય છે.
 
* '''રસનિષ્પતિ :''' કરુણ, હાસ્ય, અદ્ભૂત, શૃંગાર... જે પણ રસ કથાકાર ને સ્પર્શવો હોય તે રસની વસ્તુ, પાત્ર અને સંવાદ દ્વારા જમાવટ કરવી જરૂરી બની રહે છે. કોઇપણ રસનો અતિરેક મેલોડ્રોમેટિક અસર ઉત્પન્ન કરે છે, જે અંતે તો કથાને જ નબળી બનાવે છે.
* રસનિષ્પતિ : કરુણ, હાસ્ય, અદ્ભૂત, શૃંગાર... જે પણ રસ કથાકાર ને સ્પર્શવો હોય તે રસની વસ્તુ, પાત્ર અને સંવાદ દ્વારા જમાવટ કરવી જરૂરી બની રહે છે. કોઇપણ રસનો અતિરેક મેલોડ્રોમેટિક અસર ઉત્પન્ન કરે છે, જે અંતે તો કથાને જ નબળી બનાવે છે.
* '''જીવનદર્શન :''' કથાકારનું નિજી વ્યક્તિત્વ જ કથામાં પ્રાણ પૂરનાર તત્ત્વ છે. જીવનના સનાતન સત્યો અને મૂલ્યો સ્વયં કર્તાના વ્યક્તિત્ત્વ રૂપે ઉર્જિત થયા હોય ત્યારે જ તે, જે તે જીવનદર્શનને સચોટ રીતે રજૂ કરી શકે છે. જીવનદર્શન બોલકું બનવાને બદલે કથામાં ઓતપ્રોત થઈને આવવું જોઈએ.
* જીવનદર્શન : કથાકારનું નિજી વ્યક્તિત્વ જ કથામાં પ્રાણ પૂરનાર તત્ત્વ છે. જીવનના સનાતન સત્યો અને મૂલ્યો સ્વયં કર્તાના વ્યક્તિત્ત્વ રૂપે ઉર્જિત થયા હોય ત્યારે જ તે, જે તે જીવનદર્શનને સચોટ રીતે રજૂ કરી શકે છે. જીવનદર્શન બોલકું બનવાને બદલે કથામાં ઓતપ્રોત થઈને આવવું જોઈએ.
* '''શૈલી :''' શૈલી એ આમ તો લેખકનું વ્યક્તિત્ત્વ જ છે. બૌદ્ધિકતા લાગણી શીલતા. સૌંદર્ય દૃષ્ટિ જેવા શૈલીના બળકટ તત્ત્વો પ્રથમ પંક્તિનાં સાહિત્યકારમાં અનાયાસે જોડાયેલા જોવા મળે છે.
* શૈલી : શૈલી એ આમ તો લેખકનું વ્યક્તિત્ત્વ જ છે. બૌદ્ધિકતા લાગણી શીલતા. સૌંદર્ય દૃષ્ટિ જેવા શૈલીના બળકટ તત્ત્વો પ્રથમ પંક્તિનાં સાહિત્યકારમાં અનાયાસે જોડાયેલા જોવા મળે છે.
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ, અહિં ઉપરોકત ચર્ચા કરતાં સંપાદકશ્રી એટલાં બધા ઉદાહરણો, અવતરણો ટાકે છે કે તે વાંચતાં નવલિકાની સ્વરૂપગત સમજ એકદમ સ્પષ્ટ બની જાય છે. હવે પછી આપણે નવલિકા સંગ્રહની નવલિકા તરફ આપણી દૃષ્ટિ સ્થિર કરીએ તો બન્ને સંચય મળીને કુલ વીસ વાર્તાકારોની પંચાવન વાર્તાઓ સંગ્રહિત કરવામાં આવી છે. જેમાં મલયાનીલ (ચાર), રામમોહનરાય જસવંત દેસાઈ (એક), રણજિત રામ (બે), કેશવ પ્રસાદ દેસાઈ (બે), જગજીવનદાસ ત્રીકમજી કોઠારી ‘ઓલિયા જોશી’ (બે), ધનસુખલાલ મહેતા (પાંચ), હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ 'મસ્ત ફકીર' (એક), નારદ (બે), બાહુક (એક), કનૈયાલાલ મૂનશી (પાંચ), બટુભાઈ ઉમરવડિયા (બે), લીલાવતી મુનશી (પાંચ), જયકૃષ્ણ નાગરદા વર્મા (એક), ગોકુળદાસ રાયચૂરા (ત્રણ), ઝવેરચંદ મેઘાણી (છ), ઈન્દ્રલાલ (બે), ગૌરીશંકર જોષી ‘ધૂમકેતુ’ (સાત), રા. વિ. પાઠક 'દ્વિરેફ' (એક)

Line 70: Line 67:
જગજીવનદાસ કોઠારી એટલે કે 'ઓલિયા જોષી' આમ નર્મમર્મ હાસ્યના ચાહક રહ્યાં છે. 'ઘરવટ' વાર્તામાં તેમની હાસ્યકલાનો સારો પરિચય મળે છે. ઉધરાણી માટે રાખેલી હજારની નોટ ગૂમ થતાં તેને શોધવાના પ્રયત્નરૂપે, વાર્તાનાયક જે રીતે ટપાલ માસ્તરના ઘરે જોઈ ખોટી ઓળખાણોનો ઘરોબો દેખાડે છે. જો હાસ્યરસને પ્રેરે છે. આવો જ, માનવ સ્વભાવની નબળાઈઓને પારખતી તેમની દ્રષ્ટિનો ચમકારો મોટી ઉધરસમાં પણ જોવા મળે છે. નવી-નવી માતા બનેલી પત્ની ખાંસતાં બાળકને જોઈ એટલી ચિંતાતુર બની જાય છે કે પતિને મને કમને અનેક નુસ્ખાઓમાં જોતરતી રહે છે. અંતે બાળકના ગળામાં સોપારી ભરાઈ ગઈ હોવાનું ડોકટરનું તારણ 'મોટી ઉધરસ' નું રહસ્ય છતું કરે છે. વાર્તાનાં બંને વાર્તાઓમાં હાસ્ય સ્થૂળ હોવા છતાં, વાર્તારસને જાળવી રાખે છે.

રમણલાલ નિલકંઠની હાસ્યકટાક્ષ વૃત્તિનો પરિચય 'ભદ્રંભદ્ર' દ્વારા તો મળ્યો જ છે. અહિં સંગ્રહસ્થ 'ચીઠ્ઠી' વાર્તામાં નજીવા કારણોસર ચીઠ્ઠી લખાવવા, વાર્તાનાયક પાસે આવતાં લોકોના પ્રસંગો દ્રારા ભલામણ કરાવવાની સહેલી રીત અનુસરતા લોકો પર તેમણે કટાક્ષ કર્યો છે. તેમની અન્ય વાર્તા 'તૈયાર છે' માં તરંગી માણસના કલ્પનાની સૃષ્ટિ વાસ્તવિક્તા કેટલી વેગળી હોય છે તેના પર કટાક્ષ કરવામાં આવ્યો : શેખચલ્લીવૃત્તિથી કલ્પનાની સૃષ્ટિથી બધું જ. યોજનારૂપે તૈયાર છે' કહેવાતાં વાર્તાના પાત્ર પાસે વાસ્તવમાં કોઈ સમસ્યાના ઉકેલનો હલ નથી તે દર્શાવી મનુષ્ય સ્વભાવની સ્વાર્થ વૃત્તિ અને પ્રમાદ ભાવ તરફ તેમણે વ્યંગ કર્યો છે.

ધનસુખલાલ મહેતાની સંપાદકશ્રીએ સંગ્રહમાં પાંચ વાર્તાઓ ગ્રંથસ્થ કરી છે. જેમાં 'સૌ સરખા' 'પ્રેમના પાયશ્ચિત', 'ભૂતનાં ભડકા' ધ્યાનપાત્ર છે. ‘સૌ સરખાં' માં લેખકે માનવમનની 'પારકે ભાણે મોટો લાડુ' અનુભવવાની વૃત્તિ પર કટાક્ષ કર્યો છે. પોતાના કરતાં અન્યોન્યને સુખી અનુભવતાં મી. મહેતા અને મગનલાલ શેઠ પરસ્પરની ઇર્ષ્યા કરતાં દુઃખી થતાં રહે છે. પરંતુ જ્યારે બન્નેને ખબર પડે છે કે સુધારાવાદી પત્ની હોવા છતાં મી. મહેતા અને ઘરરખુ પત્ની હોવા છતાં મગનલાલ શેઠ બન્ને સમદુઃખિયા જ છે. આમ, પોતાનો પત્નીને કારણે દુઃખી હોવા છતાં બન્નેમાં સમદુઃખિયા હોવાનો સમાનભાવ જે હાશકારો અનુભવાવે છે, તે હાસ્યમિશ્રિત કરુણરસને વ્યંજિત કરે છે. અન્ય વાર્તા 'પ્રેમના પાયશ્ચિત' માં વાર્તાનાયક મધુસુદનનો વાગદત્તા વાસંતીને મળવાં માટેનો તરફડાટ લેખકે રંગદર્શીપીંછીંથી આલેખ્યો છે. રૂઢિમાં જકડાયેલ ઉભય હૈયા નો તલસાટ, અને સખી કુટુંબીજનોના વાગ્બાણો સહન કરવા છતાં યથપ્તથ મળવાની નાયકની પ્રણયઉન્માદ, રસાળ શૈલીને કારણે માણવા લાયક બન્યો છે. 'હું અને સરલા' પણ તેમની ધ્યાનાર્હ વાર્તા છે. બે યુવા પ્રેમી-નાયક અને સરલાને પરસ્પરની સાથે રહેવા દેવાને બદલે, સમગ્ર ઘટનાચક્ર પોતાની જ ધરી પર ઊભું રહે તેવો શોભનાપતિ સ્નેહવદનનો દુરાગ્રહ કેવો સર્વ પર મંડાય છે તે દર્શાવી, ધ્યાન ખેંચવા માટે કંઈ પણ કરી છૂટવાની મનોવૃત્તિ પર લેખકે માર્મિક હાસ્ય નીપજાવ્યું છે. 'બીજવર' હ્રદય ઝંઝાવાત પર ઉભેલી કથા છે. બીજી વાર લગ્ન કરવાં તૈયાર થયેલાં વાર્તાનાયકના મનમાં ઝળકતી મૃતપત્ની ચંદ્રિકાનું પ્રથમ દર્શન, તેની સાથે વીતાવેલી મેઘલ સાંજ અને અન્તિમ દર્શનની સ્મૃતિયાત્રા-માંહ્યરામાં પગ મૂકવાની સાથે તૂટે છે. મનની સંકુલ અવસ્થાને કારણે ઊઠતાં અવસાદને હડસેલી ઉલ્લાસના વાતાવરણમાં ક્રમને જોડાવાની નાયકની સ્થિતિ કુશળ કલાકારની અદાથી તેમણે ચીતરી છે. 'ભૂતનાં ભડકા” કરુણ પ્રણયકથા છે. અલબત્ત, લેખકે વાતાવરણ હળવાશનું જ રાખ્યું છે. વાર્તામાં સતત ખુશમિજાજ રહેતા જગમોહનની દિલની કિતાબનું એક કરૂણ રહસ્ય અનાયાસે વાર્તાનાયક પાસે ખૂલે છે, એ કાંઈક આવું છે. બાળપણથી સાથે ઉછરેલા પ્રકાશિકા અને જગમોહન અગમ્ય આકર્ષણમાં ખેંચાતાં જતા હોય છે. તેવામાં આગ લાગતાં પ્રકાશને બચાવવા જગમોહન જીવના જોખમે કુદે છે, મરણોન્મુક સ્થિતિમાં બને એકબીજા માટેની પ્રચંડ લાગણીનો એકરાર કરે છે. પરંતુ આગમાંથી બચ્યા બાદ પ્રકાશિકાના પિતા નિદર્યતાથી જગમોહનને ઘડિયાળ ભેટમાં આપે છે, જેના પર લખ્યું હોય છે : “મારા પ્રાણ બચાવવા જે ભાઈએ પોતાનો પ્રાણ જોખમમાં નાખ્યો હતો તે ભાઈ કિશોરને'' આમ, બળજબરીથી નામ આપાયેલા સંબંધની રીશ, જગમોહનના વાર્તાકથનમાં સ્પષ્ટ રીતે અનુભવાય છે. ભૂતકાળની આગના ભડકાંની હમેશા દઝાવતી લાહ્ય દર્શાવવા છતાં અચાનક વર્તમાનમાં પાછાં ફરતાં, પત્નીના આગમનને મસ્તીથી આવકારતો જગમોહનનો મિજાજ- વાર્તાનાં ઊંડાણને લાગણીધેલા બન્યાં વિના પણ ચોટદાર રીતે વ્યકત કરે છે. આમ, ધનસુખલાલ મહેતાને સંપાદકશ્રી પ્રથમ પંક્તિના મર્મવિદ્ ગણે છે, કારણ કે તેઓ માત્ર સ્થૂલ ભૂમિ પર હાસ્ય કે કરુણરસ નીપજાવવાને બદલે માનવસ્વભાવના ઊંડા નિરીક્ષણથી વાર્તારસને ગૂંથે છે. તેમનું હાસ્ય પણ સૂક્ષ્મરસની કોટિએ પહોંચે છે.
ધનસુખલાલ મહેતાની સંપાદકશ્રીએ સંગ્રહમાં પાંચ વાર્તાઓ ગ્રંથસ્થ કરી છે. જેમાં 'સૌ સરખા' 'પ્રેમના પાયશ્ચિત', 'ભૂતનાં ભડકા' ધ્યાનપાત્ર છે. ‘સૌ સરખાં' માં લેખકે માનવમનની 'પારકે ભાણે મોટો લાડુ' અનુભવવાની વૃત્તિ પર કટાક્ષ કર્યો છે. પોતાના કરતાં અન્યોન્યને સુખી અનુભવતાં મી. મહેતા અને મગનલાલ શેઠ પરસ્પરની ઇર્ષ્યા કરતાં દુઃખી થતાં રહે છે. પરંતુ જ્યારે બન્નેને ખબર પડે છે કે સુધારાવાદી પત્ની હોવા છતાં મી. મહેતા અને ઘરરખુ પત્ની હોવા છતાં મગનલાલ શેઠ બન્ને સમદુઃખિયા જ છે. આમ, પોતાનો પત્નીને કારણે દુઃખી હોવા છતાં બન્નેમાં સમદુઃખિયા હોવાનો સમાનભાવ જે હાશકારો અનુભવાવે છે, તે હાસ્યમિશ્રિત કરુણરસને વ્યંજિત કરે છે. અન્ય વાર્તા 'પ્રેમના પાયશ્ચિત' માં વાર્તાનાયક મધુસુદનનો વાગદત્તા વાસંતીને મળવાં માટેનો તરફડાટ લેખકે રંગદર્શીપીંછીંથી આલેખ્યો છે. રૂઢિમાં જકડાયેલ ઉભય હૈયા નો તલસાટ, અને સખી કુટુંબીજનોના વાગ્બાણો સહન કરવા છતાં યથપ્તથ મળવાની નાયકની પ્રણયઉન્માદ, રસાળ શૈલીને કારણે માણવા લાયક બન્યો છે. 'હું અને સરલા' પણ તેમની ધ્યાનાર્હ વાર્તા છે. બે યુવા પ્રેમી-નાયક અને સરલાને પરસ્પરની સાથે રહેવા દેવાને બદલે, સમગ્ર ઘટનાચક્ર પોતાની જ ધરી પર ઊભું રહે તેવો શોભનાપતિ સ્નેહવદનનો દુરાગ્રહ કેવો સર્વ પર મંડાય છે તે દર્શાવી, ધ્યાન ખેંચવા માટે કંઈ પણ કરી છૂટવાની મનોવૃત્તિ પર લેખકે માર્મિક હાસ્ય નીપજાવ્યું છે. 'બીજવર' હૃદય ઝંઝાવાત પર ઉભેલી કથા છે. બીજી વાર લગ્ન કરવાં તૈયાર થયેલાં વાર્તાનાયકના મનમાં ઝળકતી મૃતપત્ની ચંદ્રિકાનું પ્રથમ દર્શન, તેની સાથે વીતાવેલી મેઘલ સાંજ અને અન્તિમ દર્શનની સ્મૃતિયાત્રા-માંહ્યરામાં પગ મૂકવાની સાથે તૂટે છે. મનની સંકુલ અવસ્થાને કારણે ઊઠતાં અવસાદને હડસેલી ઉલ્લાસના વાતાવરણમાં ક્રમને જોડાવાની નાયકની સ્થિતિ કુશળ કલાકારની અદાથી તેમણે ચીતરી છે. 'ભૂતનાં ભડકા” કરુણ પ્રણયકથા છે. અલબત્ત, લેખકે વાતાવરણ હળવાશનું જ રાખ્યું છે. વાર્તામાં સતત ખુશમિજાજ રહેતા જગમોહનની દિલની કિતાબનું એક કરૂણ રહસ્ય અનાયાસે વાર્તાનાયક પાસે ખૂલે છે, એ કાંઈક આવું છે. બાળપણથી સાથે ઉછરેલા પ્રકાશિકા અને જગમોહન અગમ્ય આકર્ષણમાં ખેંચાતાં જતા હોય છે. તેવામાં આગ લાગતાં પ્રકાશને બચાવવા જગમોહન જીવના જોખમે કુદે છે, મરણોન્મુક સ્થિતિમાં બને એકબીજા માટેની પ્રચંડ લાગણીનો એકરાર કરે છે. પરંતુ આગમાંથી બચ્યા બાદ પ્રકાશિકાના પિતા નિદર્યતાથી જગમોહનને ઘડિયાળ ભેટમાં આપે છે, જેના પર લખ્યું હોય છે : “મારા પ્રાણ બચાવવા જે ભાઈએ પોતાનો પ્રાણ જોખમમાં નાખ્યો હતો તે ભાઈ કિશોરને આમ, બળજબરીથી નામ આપાયેલા સંબંધની રીશ, જગમોહનના વાર્તાકથનમાં સ્પષ્ટ રીતે અનુભવાય છે. ભૂતકાળની આગના ભડકાંની હમેશા દઝાવતી લાહ્ય દર્શાવવા છતાં અચાનક વર્તમાનમાં પાછાં ફરતાં, પત્નીના આગમનને મસ્તીથી આવકારતો જગમોહનનો મિજાજ- વાર્તાનાં ઊંડાણને લાગણીધેલા બન્યાં વિના પણ ચોટદાર રીતે વ્યકત કરે છે. આમ, ધનસુખલાલ મહેતાને સંપાદકશ્રી પ્રથમ પંક્તિના મર્મવિદ્ ગણે છે, કારણ કે તેઓ માત્ર સ્થૂલ ભૂમિ પર હાસ્ય કે કરુણરસ નીપજાવવાને બદલે માનવસ્વભાવના ઊંડા નિરીક્ષણથી વાર્તારસને ગૂંથે છે. તેમનું હાસ્ય પણ સૂક્ષ્મરસની કોટિએ પહોંચે છે.
મુનિકુમાર મણિશંકર ભટ્ટની વાર્તા ‘એક ઐતિહાસિક મૃત્યુ' અફવા ફેલાવવાની મનોવૃતિ કટાક્ષ કરે છે. પોલીસે ચોર સમજી મારેલાં ગધેડાનો, જૈન સંધ દ્વારા વિરોધ એ કક્ષાએ પહોંચે છે કે ઓફિસના ક્લાર્ક, પ્રુફરિડર અને છેલ્લે અખબાર સુધી પોંહચતા તો તે મિ. ડોનીની હત્યા અને સુખદ સહાનુભૂતિની નોંધરૂપે બ્હાર આવે છે. એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પોંહચતી સાદી વાત કેવી વિકૃત કક્ષાએ જાય છે તે અહિં હાસ્યના ઢોલ સાથે કહેવાયું છે. બીજાની ભૂલ માટે રજનું ગજ કરતી મનુષ્યની માનસિકતા પર અહિં કટાક્ષ કરવામાં આવ્યો છે. હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટની 'પરદુઃખભંજન પ્રજા' પણ આવી જ કટાક્ષિકા છે. અતિશય પ્રમાણમાં સદ્ગુણો ધરાવતી ટાપૂની 'શામૂશા' પ્રજા જાપાનીઓની મિત્રાચારી નિભાવવા કેવું સ્વબલિદાન આપી સ્વવિનાશે પહોંચે છે, તેનું વ્યંગાત્મક નિરૂપણ કરવામાં આવ્યું છે. ‘અતિની નહિ ગતિ’ના ન્યાયે વધુ પડતી ભલમનસાઈ પણ કેટલી નકામી છે તે કાલ્પનિક કથાવસ્તુ હોવા છતાં, લેખકે સુક્ષ્મ દૃષ્ટિથી આલેખી બતાવ્યું છે.

'મલયાનિલ'ની સમકક્ષ ગણતાં 'નારદ' ની વાર્તાકલા વિકાસની ગતિએ ચાલતી હોવાનો સંપાદશ્રીને સંતોષ છે. ‘હું કેમ પરણ્યો' પ્રસંગ પ્રધાન વાર્તા છે. જેમાં યુવતી લક્ષ્મી સ્વપસંદગીના લગ્ન કરવા કથાનાયકને કેવી રીતે આંતરે છે. તે દર્શાવ્યું છે. અલબત્ત કથા વાર્તાનાયકના કથન-કેન્દ્રથી કહેવાઈ હોવાથી પ્રણયગાથા રહસ્યાત્મક બની છેલ્લે વાતનો તાળો મેળવવામાં સ્ફોટ પામે છે. પ્રેમમાં જીત એ જ હાર કે પછી હાર એજ જીતની રીતિનો જ અંતે તો વિજય થાય છે. વાર્તારસ અહિં સાદ્યંત જળવાયો છે. નાત-જાતના બંધનોમાં લેખક માનતા નથી આ વાત તેમની 'અનુલોમ વિ. પ્રતિલોમ' ની કથામાં જોવા મળે છે. આ પણ પ્રસંગ ખચિત છે. વાત ચંદ્રકાંતની છે. વાર્તાકથક મિત્રપત્ની છે. જેમાં ચંદ્રકાત પોતાનાથી ઊંચા કૂળની કોલેજની અત્યંત તેજસ્વી યુવતી જયા પરમારને ઠુકરાવે છે, પણ અંતે પસંદ કરેલી માલવિકા નિમ્ન જ્ઞાતિની જ નીકળે છે. આમ, જ્ઞાતિભેદ નહિ ગુણોની જ ખરી મોટાઈ છે, તે વિચારણા તથા પુનઃવિવાહની વિચારણા પણ લેખકે કુનેહપૂર્વક ગૂંથી છે.