નારીસંપદાઃ વિવેચન/ટૂંકીવાર્તાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સંપાદન: Difference between revisions

No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Block center|<poem></poem>}}{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૫૪. ટૂંકીવાર્તાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સંપાદન<br>'નવલિકા સંગ્રહ ભાગ - ૧ અને ૨' - એક અધ્યયન.|કોશા રાવલ}}
{{Heading|ટૂંકીવાર્તાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સંપાદન<br>'નવલિકા સંગ્રહ ભાગ - ૧ અને ૨' - એક અધ્યયન.|કોશા રાવલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વાર્તા, કથા, નવલિકા તરીકે ઓળખાતુ આ કલા સ્વરૂપ મનુષ્યની સામાજિકતાના પડાવો સાથે જ ખીલતું ખૂલતું રહ્યું છે. કાળના પ્રવાહમાં શરૂઆતની મેદસ્વી વાર્તાને સ્થાને કલાતત્વની સમજ સાથે તેમાંથી જ આજનું નાજુક- નમણું નવલિકાનું કલેવર ઘડાયું. આપણાં સાહિત્યમાં તો નવલિકાની સ્વરૂપગત સમજ પશ્ચિમી સાહિત્યના પરિચયે દાખલ થઇ. સાહિત્યનાં સ્વરૂપ લેખે તેને અભૂતપૂર્વ લોકચાહના પણ મળી. ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીના આરંભમાં, ગુજરાતી નવલિકાલેખનનો આરંભ થયો. સમયના સુદીર્ઘ પટ પર લોકભોગ્ય સ્વરૂપલેખે અનેક નવલિકાઓ, નવલિકા સંગ્રહો તથા તેને લગતાં સંપાદનો આપણને સતત મળતાં રહ્યાં છે. તેમાં પાયાનું ગણાય તેવું એક સંપાદન આપણા જાણીતાં અભ્યાસુ શ્રી જયેશ ભોગાયતાના ધ્યાનમાં આવ્યું. રામચંદ્ર શુકલ દ્રારા સંપાદિત 'નવલિકા સંગ્રહ ભાગ - ૧ અને ૨' ની ગુણવત્તા જોતાં તેમને આ ગ્રંથ પુનઃ મુદ્રિત કરવાની જરૂરિયાત જણાઇ. ઇતિહાસની ગર્તામાં ખોવાઈ ગયેલા પુસ્તકની અભ્યાસ સામગ્રી દસ્તાવેજી મૂલ્ય ધરાવે, તેટલી મહત્ત્વની હતી. ઇતિહાસની કડી ગણાય તેવું આ સંપાદન લોકપ્રાપ્ય બનાવવા તેમણે સનિષ્ઠ પ્રયત્નો હાથ ધર્યા. ગુજરાત સાહિત્ય અકાદમી ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં પુસ્તકોનું પુનર્મુદ્રણ કરતી હોય, તો તેમણે આ બાબતે એકાધિકવાર ગુ. સા. અકાદમીનું ધ્યાન દોર્યું.