70
edits
No edit summary |
No edit summary |
||
| Line 162: | Line 162: | ||
પરંતુ માસીને તો એક પ્રકારનો આનંદ થઈ રહ્યો હતો : ‘જે થશે એ પણ એક પાનો ફાટકો (નિકાલ) તો આવશે!’ અને કંઈ સમજતાં ન હોય, પેલાઓને ઓળખ્યા જ ન હોય એમ બોલ્યાં : ‘ઠેકાણે પડ્યા! ચપટી ઉઘરાવવી મટી! ને જેલમાં બેઠા બેઠાય, ‘જે સીતારામ’ તો થશે’ અને પછી તો એ બેમાંથી કયો કામનો ને કયો નકામો એની મનમાં ને મનમાં ગણતરી ગણી રહ્યાં. પરંતુ નવલને – વાત્રકને એના ડાબા-જમણા કાંઠા માટે પક્ષપાત હોય તો આ બેમાંથી એકના ઉપર હોય! એને તો – ડાબી ફૂટે તોય ને જમણી ફૂટે તોય, આંખ તો પોતાની જ હતી ને! | પરંતુ માસીને તો એક પ્રકારનો આનંદ થઈ રહ્યો હતો : ‘જે થશે એ પણ એક પાનો ફાટકો (નિકાલ) તો આવશે!’ અને કંઈ સમજતાં ન હોય, પેલાઓને ઓળખ્યા જ ન હોય એમ બોલ્યાં : ‘ઠેકાણે પડ્યા! ચપટી ઉઘરાવવી મટી! ને જેલમાં બેઠા બેઠાય, ‘જે સીતારામ’ તો થશે’ અને પછી તો એ બેમાંથી કયો કામનો ને કયો નકામો એની મનમાં ને મનમાં ગણતરી ગણી રહ્યાં. પરંતુ નવલને – વાત્રકને એના ડાબા-જમણા કાંઠા માટે પક્ષપાત હોય તો આ બેમાંથી એકના ઉપર હોય! એને તો – ડાબી ફૂટે તોય ને જમણી ફૂટે તોય, આંખ તો પોતાની જ હતી ને! | ||
અને એટલે જ તો પોલીસ થાણામાંય એણે નવગુણ ટાળનાર નન્નો જ પકડી રાખ્યો ને? ‘અવતારમાંય આવા બાવા મીં નથી ભાળ્યા પછી ઓળખવાની વાત જ | અને એટલે જ તો પોલીસ થાણામાંય એણે નવગુણ ટાળનાર નન્નો જ પકડી રાખ્યો ને? ‘અવતારમાંય આવા બાવા મીં નથી ભાળ્યા પછી ઓળખવાની વાત જ ક્યાં સાહેબ!’ | ||
* | * | ||
પરંતુ છ માસ પછી | પરંતુ છ માસ પછી લંગડો–(ખૂની) છૂટીને આવ્યો ને પેલો નિર્દોષ જનમટીપમાં પડ્યો ત્યારે બહાર માસી આગળ થઈ રહેલ વાત સાંભળતાં જ નવલને લાગ્યું કે પેલો અભાગી માણસ એને વધારે વહાલો હતો. એની કુમાશ, એનું સુંવાળાપણું ને રિસાળવો સ્વભાવ વગેરે–બધાં જ લક્ષણ એને ગમતાં હતાં. | ||
એ સમજી ગઈ કે પોતે રુદનને ઝાઝી વાર નહિ રોકી શકે. અને બેડા સાથે એ ઘર બહાર નીકળી પડી. ઓશિયાળી | એ સમજી ગઈ કે પોતે રુદનને ઝાઝી વાર નહિ રોકી શકે. અને બેડા સાથે એ ઘર બહાર નીકળી પડી. ઓશિયાળી આંખો ચોપાડમાં બેસી રહેલા લંગડા પતિની ભાંગેલી સિકલ સામે એણે જોયું સુદ્ધાં નહિ, સડસડાટ કરતી ટેકરી ઊતરી પડી. | ||
કાંઠે પહોંચતાં પહેલાં જ આંસુની ધાર છૂટી | કાંઠે પહોંચતાં પહેલાં જ આંસુની ધાર છૂટી. પાણી સુધી પહોંચી ત્યાં ભીડેલા હોઠ પણ ઊઘડી ગયા. અને પછી તો લગભગ વિલાપે ચડેલી નવલ પોતાને જ ભાંડી રહી. ‘અરેરે ભૂંડી, સંસારમાંય એ તો એકલો હતો!... આટલે વરસે તારે આંગણે આવ્યો ’તો. ખવરાવવું-પિવરાવવું તો ઠીક-પ...ણ! સુખ-દુઃખની બે વાતો તો પૂછતી!’ | ||
અભાગી લંગડો! એને શી ખબર કે નદીકાંઠે આમ હશે? નહિ તો નવલ પાછળ પાછળ એ આવત જ નહિ. એને તો એકાન્તમાં નવલ આગળ પોતાના ડંખી રહેલા હૈયાના ડંખ કાઢવા હતા. કહેવું હતું: ‘કોરટમાં મીં મારાવાળી તો ઘણીય કરી પણ બોલકાએ મને | અભાગી લંગડો! એને શી ખબર કે નદીકાંઠે આમ હશે? નહિ તો નવલ પાછળ પાછળ એ આવત જ નહિ. એને તો એકાન્તમાં નવલ આગળ, પોતાના ડંખી રહેલા હૈયાના ડંખ કાઢવા હતા. કહેવું હતું : ‘કોરટમાં મીં મારાવાળી તો ઘણીય કરી પણ પેલા બોલકાએ મને નઈં પોંચવા દીધો. રાજવાળાએય કાને કાંઈ નઈં ધર્યું. અડધો તો આ ભાંગેલો ટાંટિયો નડ્યો મને... સાચું કહું છું! જીવતરને મીં કોઈ દા’ડો વા’લું કર્યું નથી ને કરુંય નઈં... પણ-’ | ||
કોઈ જાણે આમાંનું કેટલું કહી શકત એ તો | કોઈ જાણે આમાંનું એ કેટલું કહી શકત એ તો. પણ ધારો કે આમાંનું એ કંઈ જ કે’વા ન પામત – બોલી જ ન શકત તોય, નવલ માટે એની પેલી ઓશિયાળી આંખો ને આતતાયી શી સિકલ ઓછાં ન હતાં! | ||
પણ હાય! ન નવલ આ બધું જોવા પામી કે | પણ હાય! ન નવલ આ બધું જોવા પામી કે ને પેલા ઓશિયાળા પુરુષે ધીરજ ધરી. અને કેમ કરીને ધરી શકે? | ||
ભાઈઓના ઓરતા લાવતી નવલના તે દિવસના વિલાપે તો એનું મગજ એકલું જ ફેરવી નાખ્યું હતું | ભાઈઓના ઓરતા લાવતી નવલના તે દિવસના વિલાપે તો એનું મગજ એકલું જ ફેરવી નાખ્યું હતું; પરંતુ આ આજના વિલાપે તો એનું હૈયું જ ભાંગી નાખ્યું – ભુક્કો ઉડાડી દીધો! | ||
જાણે બીજો પગ પણ ‘કડાક’ દઈને ભાંગી ગયો હોય એમ એ કાંઠા ઉપરની પેલી ખાખરી આગળ જ અટકી પડ્યો. તરતના જન્મેલા, ફૂલ સરખા કોઈ કુમળા બાળક પર ભૂલ-ભૂલથી જાણે ઘા કરી બેઠો હોય એમ એનું | જાણે બીજો પગ પણ ‘કડાક’ દઈને ભાંગી ગયો હોય એમ એ કાંઠા ઉપરની પેલી ખાખરી આગળ જ અટકી પડ્યો. તરતના જન્મેલા, ફૂલ સરખા કોઈ કુમળા બાળક પર ભૂલ-ભૂલથી જાણે ઘા કરી બેઠો હોય એમ એનું અંગપ્રત્યંગ – અરે અરે આત્મા સુદ્ધાં થરથરી ઊઠ્યાં – ‘અરરરરરરરર – ભૂલ્યો, ભૂલ કરી!’ | ||
અને એ ભયંકર ભૂલને હળવી કરવા જ હોય એમ છેલ્લા ઉપાય તરીકે એણે પેલો ભાંગેલો પગ ઉપાડ્યો ને ચાલતી પકડી! એવું લાગતું | અને એ ભયંકર ભૂલને હળવી કરવા જ હોય એમ છેલ્લા ઉપાય તરીકે એણે પેલો ભાંગેલો પગ ઉપાડ્યો ને ચાલતી પકડી! એવું લાગતું જાણે નદીકાંઠાના ઝાડથી છેલ્લે વિદાય લેતો – ‘રામ રામ’ કરતો કરતો ન જઈ રહ્યો હોય! | ||
હજુય નદીમાં બેસી રહેલી, આંસુ સારતી નવલને કોણ કહે કે હાથમાંનું હેવાતન તો આ | હજુય નદીમાં બેસી રહેલી, આંસુ સારતી નવલને કોણ કહે કે હાથમાંનું હેવાતન તો આ ચાલ્યું...એ નદીનો વળાંક વળ્યો...એ લંગડાતો લંગડાતો ડુંગરી ચઢ્યો...એ ઊતરે એ...એ...એ...એ... ઊતરી પડ્યો! | ||
એક જ આશા હતી: ઢોર ચરાવવા ગયેલા માસા સામા મળે ને એને | એક જ આશા હતી : ઢોર ચરાવવા ગયેલા માસા સામા મળે ને એને પાછો બોલાવી લાવે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | <hr> | ||
edits