નારીસંપદાઃ વિવેચન/પ્રેમાનંદકાલીન સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા: Difference between revisions

No edit summary
No edit summary
 
Line 29: Line 29:
મધ્યકાળના કવિઓએ કાવ્યરચનાની જૂની પરંપરાને જાળવવાની સાથે જ નવા નવાં સ્વરૂપો પણ નિપજાવ્યાં છે. રામાયણ, મહાભારત અને પુરાણો પર આધારિત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદના સમય સુધીમાં પદ-પદમાળા, રાસ-રાસા-આખ્યાન, પદ્યવાર્તા, ગરબો–ગરબી, ફાગુ, પ્રબંધ ઉપરાંત સલોકો, મુક્તક, બારમાસી, છપ્પા, ચાબખા, કાફી, છંદ, ચર્ચરી, નામેહ જેવાં ગૌણ સ્વરૂપો પણ મળે છે.

મધ્યકાળનું આ સાહિત્ય mass-સમૂહ સાથે સંકળાયેલું સાહિત્ય છે. સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં જાણ્યે-અજાણ્યે ‘લિટરેચર ફૉર માસ સેઈક'ની ભાવના બળવત્તર બનેલી જોઈ શકાય છે. સાહિત્યનું વહેણ પ્રશિષ્ટતા તરફથી લોકભોગ્યતા તરફ વળતું જોઈ શકાય છે. એમાં પ્રશિષ્ટતા તરફનો અનાદર નહોતો, પરંતુ તત્કાલીન પરિસ્થિતિના તકાદાને કારણે લોકાદરનો ભાવ સાહિત્યસર્જનમાં પ્રભાવક પરિબળરૂપે કામ કરતો થયો હતો એમ કહી શકાય. સ્વાભાવિક રીતે જ આ સાહિત્યમાં તત્કાલીન સમયની–તેના સમાજની તાસીર ઝિલાઈ છે. તત્કાલીન સમાજમાં પ્રચલિત કેટલીક ધાર્મિક વિધિઓ, ઉત્સવો આ સાહિત્યમાં સ્થાન પામ્યાં છે. આ સાહિત્ય સંસ્કારઘડતરનું છે. આથી એમાં સાહિત્યિકતા-સર્જકતા ઓછી છે. મધ્યકાળના કેટલાક કવિઓએ તો આજીવિકા મેળવવાના ઉદ્દેશથી પણ સાહિત્યસર્જન કર્યું છે. તો, એ કાળમાં કવિઓને મળતો રાજ્યાશ્રય પણ કવચિત્ કાવ્યરચના માટે નિમિત્ત બન્યો છે. મધ્યકાળમાં સત્તાનાં મુખ્ય બે કેન્દ્રો છે : (૧) રાજકીય સંસ્થા અને (૨) ધાર્મિક સંસ્થા. મધ્યકાળમાં કેટલાક રાજાઓ વિદ્યા, કળાને ઉત્તેજન આપતા અને કલાપોષક વાતાવરણ સર્જવા પ્રયત્ન કરતા. તેઓ વિદ્વાનોને રાજદરબારમાં મહત્ત્વનું, આદરભર્યું સ્થાન આપતા. કેટલાક કવિઓને રાજ્યાશ્રય પણ મળતો. રાજા સિદ્ધરાજ જયસિંહે બહુશ્રુત વિદ્વાન હેમચંદ્રાચાર્યને પોતાના રાજદરબારમાં નિમંત્ર્યા હતા. પદ્યવાર્તાકાર શામળને ચરોતરના જાગીરદાર રખીદાસે આશ્રય આપ્યો હતો. પદ્મનાભ ઝાલોરના ચૌહાણ રાજા અખેરાજનો આશ્રિત હતો. કવિઓને રાજ્યાશ્રય મળ્યાના આવા અપવાદો બાદ કરતાં સામાન્ય રીતે સર્જકને રાજ્યનો આશ્રય નહોતો. અલબત્ત, એ કાળે વિદ્વત્તાનો સમાદર હતો, પણ આજીવિકા-ભરણપોષણ ભાટે એમણે પોતે જ ઉદ્યમ કરવો પડતો. એકંદરે મધ્યકાળમાં વિદ્વત્તાના વિકાસ માટે ખાસ પ્રોત્સાહક ભૂમિકા દેખાતી નથી. વળી તત્કાલીન કવિઓના સર્જનમાં કવિકર્મ કરતાં ધર્મકર્મ-ધર્મકાર્ય સવિશેષ જણાય છે. તેઓ મહદંશે ધાર્મિક સાહિત્ય જ લખતા. આથી એમાં વિધર્મ કે પરધર્મનો અનુલ્લેખ સ્વાભાવિક છે.

આ સમયસંદર્ભમાં પ્રેમાનંદના સાહિત્યસર્જનને જોતાં એવા પ્રશ્નો ઉદ્ભવે કે એણે સાહિત્યનો અમુક પ્રકાર જ કેમ ખેડ્યો, વિષયવસ્તુ પણ અમુક વિશિષ્ટ પ્રકારનું જ કેમ પસંદ કર્યું, એના કથાવસ્તુમાં શા માટે નાવીન્યનો અભાવ છે આદિ. પણ એ વાત યાદ રાખવા જેવી છે કે પ્રેમાનંદ એના યુગનું સંતાન છે. સામાન્ય રીતે મધ્યકાળના કવિઓને મન ઈહજીવનમાંથી મુક્તિ અપાવનાર, મોક્ષદા ભકિત મહત્ત્વની હતી. પ્રેમાનંદ એ સમાજનું ફરજંદ છે, એટલે એના સર્જનમાં પણ ભક્તિ આલેખાઈ છે. પણ આ સર્જકને મન ભક્તિની સાથે સાથે જનમનરંજન પણ અગત્યનું છે. જોકે એ સમાજમાં મનોરંજનની ભૂમિકા કેવી હતી એ પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે. પ્રેમાનંદના સમય સુધી વ્યવસ્થિત રંગભૂમિ નહોતી. એ કાળે સાહિત્ય સિવાયનાં મનોરંજનનાં કેટલાંક સ્વરૂપો પ્રચલિત હશે. પણ નાટક જેવાં સમૂહમાધ્યમો મળતાં નથી. સૌ પ્રથમ નરસિંહમાં ‘નાટક’ શબ્દનો ઉલ્લેખ મળે છે.૬<ref>૬. ‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ’- સંશોધક સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા, ‘નાટક દેખી નંદસુતનું નરસૈંયાની સૂધ ટળી” (ચાતુરીઓ – ૧૯, પૃ. ૧૬૭) ‘નાનકડી નાટકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે’… (હિંડોળાનાં- પદ, પૃ. ૨૫૨)</ref> પણ મધ્યકાળમાં નાટકો ભજવાતાં નહોતાં. એ સમયે ગુજરાતી નાટકોની લિખિત કે ભજવણીની કોઈ પરંપરા હોવાનું જાણવા મળ્યું નથી. એ સમયે અન્ય સાહિત્યસ્વરૂપો પણ લોકપ્રિય હતાં અને એ દ્વારા પણ જનતાને મનોરંજન મળતું હતું; પણ પદ્યવાર્તા, પ્રબંધ, ફાગુ, પદ વગેરે પ્રચલિત સાહિત્યપ્રકારોને બદલે પ્રેમાનંદે બહોળા લોકસમુદાયને આવરી લે એવા વિશેષ લોકપ્રિય અને જનતાને ભરપૂર મનોરંજન પીરસી શકે એવા આખ્યાનનો સાહિત્ય-પ્રકાર ખેડ્યો. પ્રેમાનંદ લોકહૃદયનો અચ્છો જાણકાર હતો. એ સમયના લોકો ધર્માભિમુખ હતા. પરિણામે પૌરાણિક સાહિત્યમાંથી વસ્તુ લઈને રચાયેલાં આખ્યાનો – જે ભક્તિનો જ મહિમા કરતાં હતાં— તે વિશેષ લોકપ્રિય નીવડે એમ હતાં. એ સમયે ગામડાંઓમાં જૈન કરતાં જૈનેતરોની સંખ્યા વધુ હતી અને આ આખ્યાનનો સાહિત્યપ્રકાર વધારે પ્રમાણમાં શ્રોતાગણ લઈ આવતો. આખ્યાનનું સ્વરૂપ જનતાને મનોરંજન અને ધર્મસંસ્કાર ઉભયની લ્હાણ કરતું હોવાથી પ્રેમાનંદે એના પર હાથ અજમાવ્યો. પ્રેમાનંદ પાસે હિંદુપરંપરાનો, બ્રાહ્મણપરંપરાનો સંસ્કારવારસો છે. પોતાની કૃતિઓમાં એણે આ સંસ્કૃતિનું સંવર્ધન કર્યું છે, જતન કર્યું છે, એને સાચવી છે. એની એક પણ કૃતિમાં એવું વર્ણન નથી, જે એને અબ્રાહ્મણ ઠરાવે. પ્રેમાનંદે જીવનને નજીકથી જોયું છે. એનાં આખ્યાનોમાં આવતા સામાજિક રીતરિવાજો, વસ્ત્રાભૂષણો વગેરેના નિરૂપણમાં સમાજપરંપરા સાથેનો એનો ઘરોબો પરખાઈ આવે છે. એ જીવનધર્મી કવિ છે. ધર્મ, ઈશ્વર પ્રત્યેનું એનું વલણ આસ્તિક્તાનું છે. એ ધર્મનું મૂલ્ય સમજે છે. એટલે જ તે લોકોને આકર્ષણ રહે એવાં ધાર્મિક કથાવસ્તુવાળાં આખ્યાનોનું કથન કરે છે. પોતાનાં આખ્યાનોમાં એણે ભક્તિનો મહિમા કરતાં પાત્રો જ પસંદ કર્યાં છે, જે એની ધર્મપરાયણતા સૂચવે છે. એની કવિતામાં જોવા મળતો પ્રાસાદિકતાનો ગુણ પણ સંભવતઃ એના પ્રસન્ન વ્યક્તિત્વનો પરિચાયક છે. તત્કાલીન સમાજનાં વિવિધ પાસાઓમાં એને ખૂબ રસ પડ્યો છે. એટલે જ પ્રણાલિકાભંગનો પ્રશ્ન પ્રેમાનંદના સાહિત્યના સંદર્ભમાં ઊઠતો નથી. સમાજને આંચકો આપવાનો એનો હેતુ જ નથી. અલબત્ત, પ્રેમાનંદ જેવા મધ્યકાળના મોટા ગજાના કવિનું સર્જન જોતાં પણ આપણને જણાય છે કે, એનું દર્શન કંઈ શંકરાચાર્યના તત્ત્વદર્શન જેવું આગવું નથી, એમાં કોઈ નવું દૃષ્ટિબિંદુ કે નૂતન ઉન્મેષ નથી. મધ્યકાળના સમગ્ર સાહિત્યમાં કોઈનુંયે જીવનદર્શન-તત્ત્વદર્શન મહત્ત્વનું કે નવું નથી. પ્રેમાનંદના જીવનદર્શન-તત્ત્વદર્શન તેમ સમાજદર્શનમાં પરંપરાનો પ્રભાવ છે જ. તેનું પરંપરા સાથે અનુસંધાન-સાતત્ય પણ છે જ. આખ્યાનોમાં પ્રેમાનંદનું જે સમાજદર્શન છે, એમાં પૂર્વપરંપરાનો લાભ એને ઓછો મળ્યો નથી. એ સિવાય પણ એની પાસે જે પ્રાસ, ઢાળ, વર્ણનશૈલી આદિ છે તે આવી પરંપરા વિના ન આવ્યાં હોત. એ ધ્યાનપાત્ર છે કે એણે કોઈ સાહિત્યસ્વરૂપ કે theme પોતાની જ કલ્પનામાંથી સાંગોપાંગ ઊભું કર્યું હોય એવું જણાતું નથી. એણે જે વાક્શૈલી- કથનશૈલી અપનાવી છે, એ પણ પરંપરાના પ્રસાદરૂપ છે. એણે જે કંઈ કર્યું, એમાંથી જો પરંપરાને બાદ કરીએ તો ઠીકઠીક હિસ્સો બાદ થઈ જાય. એણે જે કંઈ આગવી સાહિત્યિક સિદ્ધિઓ મેળવી છે તે કોઈ અકસ્માત નથી, પણ એમાં આખી પરંપરાનો ફાળો છે જ. પ્રેમાનંદે પરંપરામાંથી ઘણુંબધું લીધું હોવા છતાં એની રજૂઆત સ્વકીય રહી છે.
આ સમયસંદર્ભમાં પ્રેમાનંદના સાહિત્યસર્જનને જોતાં એવા પ્રશ્નો ઉદ્ભવે કે એણે સાહિત્યનો અમુક પ્રકાર જ કેમ ખેડ્યો, વિષયવસ્તુ પણ અમુક વિશિષ્ટ પ્રકારનું જ કેમ પસંદ કર્યું, એના કથાવસ્તુમાં શા માટે નાવીન્યનો અભાવ છે આદિ. પણ એ વાત યાદ રાખવા જેવી છે કે પ્રેમાનંદ એના યુગનું સંતાન છે. સામાન્ય રીતે મધ્યકાળના કવિઓને મન ઈહજીવનમાંથી મુક્તિ અપાવનાર, મોક્ષદા ભકિત મહત્ત્વની હતી. પ્રેમાનંદ એ સમાજનું ફરજંદ છે, એટલે એના સર્જનમાં પણ ભક્તિ આલેખાઈ છે. પણ આ સર્જકને મન ભક્તિની સાથે સાથે જનમનરંજન પણ અગત્યનું છે. જોકે એ સમાજમાં મનોરંજનની ભૂમિકા કેવી હતી એ પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે. પ્રેમાનંદના સમય સુધી વ્યવસ્થિત રંગભૂમિ નહોતી. એ કાળે સાહિત્ય સિવાયનાં મનોરંજનનાં કેટલાંક સ્વરૂપો પ્રચલિત હશે. પણ નાટક જેવાં સમૂહમાધ્યમો મળતાં નથી. સૌ પ્રથમ નરસિંહમાં ‘નાટક’ શબ્દનો ઉલ્લેખ મળે છે.૬<ref>૬. ‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ’- સંશોધક સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા, ‘નાટક દેખી નંદસુતનું નરસૈંયાની સૂધ ટળી” (ચાતુરીઓ – ૧૯, પૃ. ૧૦૭) ‘નાનકડી નાટકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે’… (હિંડોળાનાં- પદ, પૃ. ૨૫૨)</ref> પણ મધ્યકાળમાં નાટકો ભજવાતાં નહોતાં. એ સમયે ગુજરાતી નાટકોની લિખિત કે ભજવણીની કોઈ પરંપરા હોવાનું જાણવા મળ્યું નથી. એ સમયે અન્ય સાહિત્યસ્વરૂપો પણ લોકપ્રિય હતાં અને એ દ્વારા પણ જનતાને મનોરંજન મળતું હતું; પણ પદ્યવાર્તા, પ્રબંધ, ફાગુ, પદ વગેરે પ્રચલિત સાહિત્યપ્રકારોને બદલે પ્રેમાનંદે બહોળા લોકસમુદાયને આવરી લે એવા વિશેષ લોકપ્રિય અને જનતાને ભરપૂર મનોરંજન પીરસી શકે એવા આખ્યાનનો સાહિત્ય-પ્રકાર ખેડ્યો. પ્રેમાનંદ લોકહૃદયનો અચ્છો જાણકાર હતો. એ સમયના લોકો ધર્માભિમુખ હતા. પરિણામે પૌરાણિક સાહિત્યમાંથી વસ્તુ લઈને રચાયેલાં આખ્યાનો – જે ભક્તિનો જ મહિમા કરતાં હતાં— તે વિશેષ લોકપ્રિય નીવડે એમ હતાં. એ સમયે ગામડાંઓમાં જૈન કરતાં જૈનેતરોની સંખ્યા વધુ હતી અને આ આખ્યાનનો સાહિત્યપ્રકાર વધારે પ્રમાણમાં શ્રોતાગણ લઈ આવતો. આખ્યાનનું સ્વરૂપ જનતાને મનોરંજન અને ધર્મસંસ્કાર ઉભયની લ્હાણ કરતું હોવાથી પ્રેમાનંદે એના પર હાથ અજમાવ્યો. પ્રેમાનંદ પાસે હિંદુપરંપરાનો, બ્રાહ્મણપરંપરાનો સંસ્કારવારસો છે. પોતાની કૃતિઓમાં એણે આ સંસ્કૃતિનું સંવર્ધન કર્યું છે, જતન કર્યું છે, એને સાચવી છે. એની એક પણ કૃતિમાં એવું વર્ણન નથી, જે એને અબ્રાહ્મણ ઠરાવે. પ્રેમાનંદે જીવનને નજીકથી જોયું છે. એનાં આખ્યાનોમાં આવતા સામાજિક રીતરિવાજો, વસ્ત્રાભૂષણો વગેરેના નિરૂપણમાં સમાજપરંપરા સાથેનો એનો ઘરોબો પરખાઈ આવે છે. એ જીવનધર્મી કવિ છે. ધર્મ, ઈશ્વર પ્રત્યેનું એનું વલણ આસ્તિક્તાનું છે. એ ધર્મનું મૂલ્ય સમજે છે. એટલે જ તે લોકોને આકર્ષણ રહે એવાં ધાર્મિક કથાવસ્તુવાળાં આખ્યાનોનું કથન કરે છે. પોતાનાં આખ્યાનોમાં એણે ભક્તિનો મહિમા કરતાં પાત્રો જ પસંદ કર્યાં છે, જે એની ધર્મપરાયણતા સૂચવે છે. એની કવિતામાં જોવા મળતો પ્રાસાદિકતાનો ગુણ પણ સંભવતઃ એના પ્રસન્ન વ્યક્તિત્વનો પરિચાયક છે. તત્કાલીન સમાજનાં વિવિધ પાસાઓમાં એને ખૂબ રસ પડ્યો છે. એટલે જ પ્રણાલિકાભંગનો પ્રશ્ન પ્રેમાનંદના સાહિત્યના સંદર્ભમાં ઊઠતો નથી. સમાજને આંચકો આપવાનો એનો હેતુ જ નથી. અલબત્ત, પ્રેમાનંદ જેવા મધ્યકાળના મોટા ગજાના કવિનું સર્જન જોતાં પણ આપણને જણાય છે કે, એનું દર્શન કંઈ શંકરાચાર્યના તત્ત્વદર્શન જેવું આગવું નથી, એમાં કોઈ નવું દૃષ્ટિબિંદુ કે નૂતન ઉન્મેષ નથી. મધ્યકાળના સમગ્ર સાહિત્યમાં કોઈનુંયે જીવનદર્શન-તત્ત્વદર્શન મહત્ત્વનું કે નવું નથી. પ્રેમાનંદના જીવનદર્શન-તત્ત્વદર્શન તેમ સમાજદર્શનમાં પરંપરાનો પ્રભાવ છે જ. તેનું પરંપરા સાથે અનુસંધાન-સાતત્ય પણ છે જ. આખ્યાનોમાં પ્રેમાનંદનું જે સમાજદર્શન છે, એમાં પૂર્વપરંપરાનો લાભ એને ઓછો મળ્યો નથી. એ સિવાય પણ એની પાસે જે પ્રાસ, ઢાળ, વર્ણનશૈલી આદિ છે તે આવી પરંપરા વિના ન આવ્યાં હોત. એ ધ્યાનપાત્ર છે કે એણે કોઈ સાહિત્યસ્વરૂપ કે theme પોતાની જ કલ્પનામાંથી સાંગોપાંગ ઊભું કર્યું હોય એવું જણાતું નથી. એણે જે વાક્શૈલી- કથનશૈલી અપનાવી છે, એ પણ પરંપરાના પ્રસાદરૂપ છે. એણે જે કંઈ કર્યું, એમાંથી જો પરંપરાને બાદ કરીએ તો ઠીકઠીક હિસ્સો બાદ થઈ જાય. એણે જે કંઈ આગવી સાહિત્યિક સિદ્ધિઓ મેળવી છે તે કોઈ અકસ્માત નથી, પણ એમાં આખી પરંપરાનો ફાળો છે જ. પ્રેમાનંદે પરંપરામાંથી ઘણુંબધું લીધું હોવા છતાં એની રજૂઆત સ્વકીય રહી છે.