કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/ ૭. પગલાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 29: Line 29:
</poem>
</poem>
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૮)}}
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૮)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૬. ત્રિમૂર્તિ|૬. ત્રિમૂર્તિ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/ ૮. માનવી માનવ|૮. માનવી માનવ]]
}}

Latest revision as of 11:06, 18 September 2021

૭. પગલાં

સુન્દરમ્

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊંચી અટૂલી અમે બાંધી જી રે,
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનાનું એક પાડજો જી રે,
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પંખીનું એક પાડજો જી રે,
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે,
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ધીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી રે,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.
૩૧ જુલાઈ, ૧૯૩૧

(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૮)