કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૪૬. પ્રભુ, દેજો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૬. પ્રભુ, દેજો| સુન્દરમ્}} <poem> પ્રભુ, મારી અંધારી રાત્યુંને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
</poem> | </poem> | ||
{{Right|(મુદિતા, ૧૯૯૧, પૃ. ૨૨)}} | {{Right|(મુદિતા, ૧૯૯૧, પૃ. ૨૨)}} | ||
{{HeaderNav2 | |||
|previous = ૪૫. કિસ સે પ્યાર — | |||
|next = ૪૭. ફાગણ ફૂલ | |||
}} |
Latest revision as of 11:45, 18 September 2021
૪૬. પ્રભુ, દેજો
સુન્દરમ્
પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલા જી,
મારી અંજવાળી રાતડીને ચાંદ,
કે ઊજળા દિનોને દેજો ભાણ જી. — પ્રભુ મારીo
પ્રભુ, મારી ફોરમને દેજો એનાં ફૂલડાં જી,
મારા વગડાને દેજો એનાં ઝાડ,
કે ધરતીને દેજો એનાં આભ જી. — પ્રભુ મારીo
પ્રભુ, મારી ચણને દેજો રે ચણનાર જી,
મારાં પાણીડાંને દેજો એના તીર,
કે સમદરને દેજો એના લોઢ જી. — પ્રભુ મારીo
પ્રભુ, મારા આંગણાંને દેજો એનાં બાળુડાં જી,
મારા ગોંદરાને દેજો રે તળાવ,
કે ગાવડીને દેજો એનાં દૂધ જી. — પ્રભુ મારીo
પ્રભુ, મારા મનડાને દેજો એનાં માનવી જી.
મારા દિલડાને દેજો એનું દિલ,
કે આતમાને દેજો એના રામ જી. — પ્રભુ મારીo
૨૮ જાન્યુઆરી, ૧૯૫૬
(મુદિતા, ૧૯૯૧, પૃ. ૨૨)