અથવા અને/રેસિડેન્સીમાં વરસાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| રેસિડેન્સીમાં વરસાદ | ગુલામમોહમ્મદ શેખ}} <poem> ૧ ઢળતા ઢળી ગળ...")
 
No edit summary
 
Line 59: Line 59:
જોડા પહેરતાં પગમાં ઊતરી પડે છે
જોડા પહેરતાં પગમાં ઊતરી પડે છે
પલંગ પર સળ જેવું સૂઈ રહે છે
પલંગ પર સળ જેવું સૂઈ રહે છે



Latest revision as of 22:01, 2 August 2021

રેસિડેન્સીમાં વરસાદ

ગુલામમોહમ્મદ શેખ



ઢળતા ઢળી
ગળતા ગળી
નીતરી આખી
ધારેધારે સોંસરી
ને ઓગળી
આ સાંજ.
ઘર સજગ અડગ ધરી સીનો ખડું,
ધોળી ધાર ધરાર ઝીંકે વાર પર વાર
જળે જર્જરિત દ્વારબાર આરપાર
ભીંત ઘરડી કણસતી
ચડે તિરાડ પર તિરાડ,
ચૂનો વરસે ચોધાર.

દોઢ સૈકો આથેલી
અંગરેજી સાંજ
ઝમી, ટપકી, રેલાઈ રેલે
ઢળી ગૂંચળે તપેલીમાં, ડોલમાં, શણિયે શોષાઈ.
વીજમાં વાદળ લપેટી
નેવે નીતરતી રાત ઊતરી
આકાશ આખું છાપરે લૂંબ્યું પલકમાં
ને
પૂલ તૂટ્યા, પાળ ભાંગી, ધણ બધાં ભાગ્યાં ભુરાટાં
ચર્મબંધોના થયા ચીરા.
નીંગળતું ઘર
લૂમતું આકાશ બથમાં લઈ ઘડી ઊભું
અને પળવારમાં
ફફડાવતું ઊડ્યું, ગયું ઓ પાર, ઓ પાર...




વરસાદ વધતો જાય છે
અને રસ્તાઓ ભૂંસાતા જાય છે
પહેલાં તો નેવાંની ધારે ધારે
ક્યાં ક્યાં નીકળી જવાતું
એકતાળીસ વરસના આટાપાટામાં
રેલાની જેમ ઊતરી પડાતું.

હજુ આ ઉનાળે જ
ઉંબરો ઓળંગતાં ઓળંગતાં
આંખો ઓગળી ગઈ’તી અંજાશમાં
વહેલી વયનું એક સરોવર ઉલેચાઈ ગયું હતું
સળગતી દીવાસળીઓ જેવી અસંખ્ય સાંજ
ખરતી રહી’તી
એના તિખારા ક્યાં ક્યાં ઊડ્યા હતા!
સામેના લીમડા પાછળ
ઊગતી જુવાનીનો વંડો ઊભો થયો’તો
બાળપણનું કીડિયારું ઊભરાયું’તું.

હમણાં હમણાં ખાલી વળે છે
છાતી પરના સફેદ વાળ જેવું
શરીર
જોડા પહેરતાં પગમાં ઊતરી પડે છે
પલંગ પર સળ જેવું સૂઈ રહે છે




વરસાદ વધતો જાય છે
રસ્તા ધોવાતા જાય છે
કહે છે કોઈ બંધ તૂટ્યો છે
અને પૂર શહેરમાં પથરાતું જાય છે.
બહાર જોઉં તો
નેવામાં લીમડો ગરક
પગમાં પગથિયાં
નજર સામે પરસાળે માંડી પીગળવા.
અંધકારના ઉંબરે સરકતું
સર્પવાન ઘર સંકેલી
પ્રવાહમાં પગ મૂકું છું
ત્યાં ફરી પાછો
નખથી નક્ષત્ર લગી ઝણઝણાટ.

૨૯-૮-૭૮
અને