કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૬. એક્કેય એવું ફૂલ: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૩૬. એક્કેય એવું ફૂલ| નલિન રાવળ}} <poem> એક્કેય એવું ફૂલ ખીલ્યું...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૩૬. એક્કેય એવું ફૂલ| નલિન રાવળ}}
{{Heading|૩૬. એક્કેય એવું ફૂલ|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં
એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં
Line 33: Line 33:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૦૦)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૦૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૩૫. તળાવ ભણી–
|next = ૩૭. અષાઢથી
}}

Latest revision as of 08:37, 21 September 2021


૩૬. એક્કેય એવું ફૂલ

પ્રિયકાન્ત મણિયાર

એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં
કે જે મને હો ના ગમ્યું!
જેટલાં જોયાં મને તો એ બધાં એવાં જચ્યાં
કે જે નથી જોયાં થતું, — ક્યારે હવે હું જોઉં….
એમાંય તે આજે વસન્ત
મબલક ફૂલોના ભારથી ડૂબું ડૂબું નૈયા લઈને નાંગરી
આછા શિશિરના તટ ઉપર
ત્યાં
હું જ ડૂબી જાઉં છું
હું ભાનમાં બોલી રહ્યો બેહોશ છું
હું ફૂલ પી એવાં ગયો છું ગટગટાવી
આંખમાં એની અસર એવી થતી
જેની સુગંધે જગત આ આખું શ્વસે
તે સૂર્ય મુજને તાતો ખીલેલો લાગતો,
ઓટ-ભરતીમાં ઊછળતા માત્ર પાણીનાં
અરે બહુ પર્ણમાં

સાગર ખીલેલો લાગતો
પર્વતો પાષાણના કેવા ઠરેલા
તે પણ ખીલેલા લાગતા
એકસરખું ચોતરફ ફેલાયલું આ આભ પણ
મુજને ખીલેલું લાગતું.
ભમરા સમો ભમતો પવન ને ભમરા સ્વયં
મુજને ખીલેલા લાગતા,
હું આ બધું શું અરે બોલી ગયો
ફૂલથી કે ભૂલથી?
જે કંઈ ખીલ્યા તે શબ્દ મારા —
અહીંતહીં બધે વેરઈ ગયા!
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૦૦)