કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૪. ફૂલનો ફટકો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૪. ફૂલનો ફટકો|પ્રિયકાન્ત મણિયાર}} <poem> :::: ફૂલનો લાગ્યો ફટકો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
{{Right|((આ નભ ઝૂક્યું, પૃ. ૩૧૨)}} | {{Right|((આ નભ ઝૂક્યું, પૃ. ૩૧૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૪૩. નાગપાંચમનું ગીત | |||
|next = ૪૫. તને એક... | |||
}} |
Latest revision as of 08:51, 21 September 2021
૪૪. ફૂલનો ફટકો
પ્રિયકાન્ત મણિયાર
ફૂલનો લાગ્યો ફટકો અમને ફૂલનો લાગ્યો ફટકો!
આભ ચડ્યા ને આભ ઊતર્યા વચમાં વીજનો ઝટકો!
આટઆટલાં રૂપ રૂપનાં વાદળ છાયાં એ તો એના લોચનનો છે લટકો!
અંધકારની કાજળડબ્બી અમે ઉઘાડી મહીંથી નીકળ્યો ચંદ્રકિરણનો કટકો!
મધ તો મીઠું, મધથી મીઠો અમને લાગ્યો મધમાખીનો ચટકો!
તમને મળશું એમ માનીને અમે તો રાખ્યો ખોવાવાનો ખટકો!
મ્હેંક મ્હેંક એ મળ્યો મોગરો ક્યાંય ન માતો ભલે છોડવો બટકો!
ફૂલનો લાગ્યો ફટકો અમને ફૂલનો લાગ્યો ફટકો!
((આ નભ ઝૂક્યું, પૃ. ૩૧૨)