મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૨): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૪૨)|રમણ સોની}}
{{Heading|પદ (૪૨)|નરસિંહ મહેતા}}


<poem>
<poem>

Latest revision as of 04:59, 14 August 2021


પદ (૪૨)

નરસિંહ મહેતા

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
જાગીને
પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુમાં રહ્યાં તેહને વળગી;
ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળવી.
જાગીને
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે: કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
જાગીને
જીવ ને શિવ તે આપ-ઇચ્છાએ થયો, રચી પરપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો ‘એ તે જ તું’, ‘તે જ તું’ એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.
જાગીને