મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧) |રમણ સોની}} <poem> ઝેર તો પીધાં છે ઝેર તો પીધાં છે જાણી જાણી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૧) | | {{Heading|પદ (૧) |મીરાં}} | ||
<poem> | <poem> | ||
ઝેર તો પીધાં છે | ઝેર તો પીધાં છે |
Latest revision as of 05:50, 14 August 2021
પદ (૧)
મીરાં
ઝેર તો પીધાં છે
ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા!
ઝેર તો પીધાં છે જાણી જાણી.
કોયલ ને કાગ રાણા એક જ વર્ણા રે;
કડવી લાગે છે કાગવાણી.
ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધપાણી.
સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને ગણીશું પટરાણી.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ
મને રે મળ્યા સારંગપાણિ.
મેવાડા રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી.