મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૯): Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૯)|રમણ સોની}} <poem> ઓ રાણા! જીવનો સંગાથી ઓ રાણા! જીવનો સંગાથ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૧૯)| | {{Heading|પદ (૧૯)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
ઓ રાણા! જીવનો સંગાથી | ઓ રાણા! જીવનો સંગાથી |
Latest revision as of 05:56, 14 August 2021
મીરાં
ઓ રાણા! જીવનો સંગાથી
ઓ રાણા! જીવનો સંગાથિ હરિ વિણ કોઈ નથી.
પ્રભુ ભજવાની હામ રે મારે, હરિ ભજવાની હામ રે. જીવનો
ઓ રાણા! એક રે ગાય ને દો દો વાછડા,
તોય એના જુદા રે જુદા લેખ;
એક રે શિવજી-ઘેર પોઠિયો, બીજો ફરે ઘાંચીડાને ઘેર. જીવનો
આો રાણા! એક રે માટીનાં દો દો માટલાં,
તોયે એના જુદા રે જુદા લેખ;
એક રે માટલું જસોદા માતાનું, બીજું દીસે કલાલને ઘેર. જીવનો
ઓ રાણા! એક રે વેલાને બે બે તૂંબડાં,
તોયે એના જુદા રે જુદા લેખ;
એક રે તૂંબડું સાધુના હાથમાં, બીજું રાવળિયાને ઘેર. જીવનો
ઓ રાણા! એક રે માતાને દો દો બેટડા,
તોયે એના જુદા રે જુદા લેખ;
એક રે બેટો ચોરાસી ધૂણી તપે, બીજો ઘૂમે લખચોરાશી ફેર.જીવનો
એક રાણા! એક રે વાંસની દો દો વાંસળી,
તોય એના જુદા રે જુદા લેખ;
એક રે વાંસળિ કા’નકુંવરની, બીજી વાગે વાદીડાને ઘેર. જીવનો
ઓ રાણા! ગુરુને પ્રતાપે મીરાં બોલિયાં,
દેજો અમને સંતોનાં ચરણોમાં વાસ.