મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૫: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫| રમણ સોની}} <poem> સંતો! આવોજી દેશ હમારડે, જ્યાં છે સદા રે વસ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ ૫| | {{Heading|પદ ૫|અખાજી}} | ||
<poem> | <poem> | ||
સંતો! આવોજી દેશ હમારડે, જ્યાં છે સદા રે વસંત; | સંતો! આવોજી દેશ હમારડે, જ્યાં છે સદા રે વસંત; |
Latest revision as of 06:38, 14 August 2021
અખાજી
સંતો! આવોજી દેશ હમારડે, જ્યાં છે સદા રે વસંત;
સ્વર્ણ-સ્ફટિકવર્ણાં રે ફૂલડાં, તેનો નાવે રે અંત.
સંતો! મૃદંગ બાજે રે અણમઢ્યાં, વિના મુખ ગાવે રે ગીત;
દિવસ રજની રે સંતો! ત્યાં નહીં, નહીં ઉષ્ણ ને શીત.
સંતો! ઇન્દ્રિય અગોચર તે સદા, ત્યાં નહીં કાળ ને કર્મ;
પવન-પ્રવેશ સંતો! ત્યાં નહીં, ત્યાં છે હરિ પરબ્રહ્મ.
ગુરુગમ હોય તે ચાલે એણે મારગે, વાટ વિહંગમ કેરી;
પગ ન ટકે રે પિપીલનો, ત્યાં છે સાંકડી શેરી.
સંતો! મુનિવર મેળો રે ત્યાં કરે, ત્યાં નહીં બિંદુ ને નાદ;
તુરીયાતીત સંતો! ત્યાં લહે, જો જાયે અહંવાદ.
સંતો! મન રે મારીને મજ્જન કરે, પરમ જ્યોતમાં ભળે;
ખગાકાર એ તો થઈ રહે, તે નર પાછો ના વળે.
સંતો! આકાશથી ઓઘેરડું, તેનું રૂપ નહીં નામ;
સહેજે શૂન્ય નિહાળતાં, દેખ્યું પૂરણ ધામ.
સંતો! જ્ઞાન-હિમાળે જે ગળે, તે નર આવે ન જાય;
અખા ગુરુ બ્રહ્માનંદ ભેટતાં, જ્યોતમાં જ્યોત સમાય.