મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૨.વલ્લભ ભટ્ટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|૫૨.વલ્લભ ભટ્ટ|}}
{{Heading|૫૨.વલ્લભ ભટ્ટ|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગરબા-કવિ વલ્લભ મેવાડા તરીકે પણ ઓળખાતા આ શક્તિઉપાસક કવિએ મધુર અને પ્રાસાદિક ભાષામાં અને વિવિધ રાગઢાળો યોજીને ખૂબ લોકપ્રિય ગરબા રચ્યા છે. ‘અંબાજીના શણગારનો ગરબો’, ‘આનંદનો ગરબો’, ‘મહાકાળીનો ગરબો’, ‘ગાગરનો ગરબો’ એવા ખૂબ જાણીતા, લાંબા અને વર્ણનાત્મક, ગરબામાં એમણે અંબા, બહુચરા અને મહાકાળીનું મહિમાગાન કર્યું છે. એમાં અલંકાર-વૈભવ, સ્વાભાવોક્તિભર્યાં ચિત્રણો, પ્રાસ-અનુપ્રાસની ગૂંથણી, નાટ્યાત્મક પ્રસંગનિરૂપણ નોંધપાત્ર છે. આ ઉપરાંત તે સમયની સામાજિતાને નિરૂપતા ‘કજોડાનો ગરબો/ગોરમાનો ગરબો’ જેવા તથા‘કળિકાળનો ગરબો’ જેવા ઐતિહાસિક વિષયના ગરબા પણ એમણે લખ્યા છે, તેમજ નાની ગરબીઓ, મહિના, વાર, આરતી, ભક્તિપદો વગેરેની રચના પણ કરી છે. વર્ષો સુધી આ કવિનાગરબાગુજરાતમાં ગવાતા રહ્યા છે.
ગરબા-કવિ વલ્લભ મેવાડા તરીકે પણ ઓળખાતા આ શક્તિઉપાસક કવિએ મધુર અને પ્રાસાદિક ભાષામાં અને વિવિધ રાગઢાળો યોજીને ખૂબ લોકપ્રિય ગરબા રચ્યા છે. ‘અંબાજીના શણગારનો ગરબો’, ‘આનંદનો ગરબો’, ‘મહાકાળીનો ગરબો’, ‘ગાગરનો ગરબો’ એવા ખૂબ જાણીતા, લાંબા અને વર્ણનાત્મક, ગરબામાં એમણે અંબા, બહુચરા અને મહાકાળીનું મહિમાગાન કર્યું છે. એમાં અલંકાર-વૈભવ, સ્વાભાવોક્તિભર્યાં ચિત્રણો, પ્રાસ-અનુપ્રાસની ગૂંથણી, નાટ્યાત્મક પ્રસંગનિરૂપણ નોંધપાત્ર છે. આ ઉપરાંત તે સમયની સામાજિતાને નિરૂપતા ‘કજોડાનો ગરબો/ગોરમાનો ગરબો’ જેવા તથા‘કળિકાળનો ગરબો’ જેવા ઐતિહાસિક વિષયના ગરબા પણ એમણે લખ્યા છે, તેમજ નાની ગરબીઓ, મહિના, વાર, આરતી, ભક્તિપદો વગેરેની રચના પણ કરી છે. વર્ષો સુધી આ કવિના ગરબા ગુજરાતમાં ગવાતા રહ્યા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
૩ ગરબા
'''૩ ગરબા'''


૧.  
૧.  

Latest revision as of 08:49, 25 January 2023


૫૨.વલ્લભ ભટ્ટ

ગરબા-કવિ વલ્લભ મેવાડા તરીકે પણ ઓળખાતા આ શક્તિઉપાસક કવિએ મધુર અને પ્રાસાદિક ભાષામાં અને વિવિધ રાગઢાળો યોજીને ખૂબ લોકપ્રિય ગરબા રચ્યા છે. ‘અંબાજીના શણગારનો ગરબો’, ‘આનંદનો ગરબો’, ‘મહાકાળીનો ગરબો’, ‘ગાગરનો ગરબો’ એવા ખૂબ જાણીતા, લાંબા અને વર્ણનાત્મક, ગરબામાં એમણે અંબા, બહુચરા અને મહાકાળીનું મહિમાગાન કર્યું છે. એમાં અલંકાર-વૈભવ, સ્વાભાવોક્તિભર્યાં ચિત્રણો, પ્રાસ-અનુપ્રાસની ગૂંથણી, નાટ્યાત્મક પ્રસંગનિરૂપણ નોંધપાત્ર છે. આ ઉપરાંત તે સમયની સામાજિતાને નિરૂપતા ‘કજોડાનો ગરબો/ગોરમાનો ગરબો’ જેવા તથા‘કળિકાળનો ગરબો’ જેવા ઐતિહાસિક વિષયના ગરબા પણ એમણે લખ્યા છે, તેમજ નાની ગરબીઓ, મહિના, વાર, આરતી, ભક્તિપદો વગેરેની રચના પણ કરી છે. વર્ષો સુધી આ કવિના ગરબા ગુજરાતમાં ગવાતા રહ્યા છે.

૩ ગરબા

૧.
અંબાજીના શણગારનો ગરબો
અંબા માતા રે મા વીનવું, લંબોદર લાગું પાય;
વાણી આપો રે મા માયા કરી, તેમ અક્ષર આપો માય.

સરસ્વતી ગુણપતિ રે મા સ્તવન કરું, જેના ગુણ ગાયા નવ જાય;
નયણે નીરખું રે મા માતાને, ધન્ય ધન્ય આરાસુરી માય.
શીશે શોભે રે મા રાખડી રે, માને શ્રવણે ઝબૂકે ઝાલ;
માજી રૂપ સોહામણાં રે મા, જેની જોત્ય પડે બહુ ગાલ.

શ્યામ ત્રિવેણી રે મા ચોટલો, માંહી જડિત્ર ગોફણો સાર;
ગોફણે ફરતી રે મા ઘૂઘરી, જેનો સુંદર ઘાટ આપર.

નીલવટ સોહે રે મા ચાંદલો, ને કુમકુમ કેસર આડ;
આડ અનોપમ રે મા શોભતી, મા વિધવિધ લડાવે લાડ.

વેણ સમારે રે મા આપશું, ને સેંથે ભર્યો સિંદોર;
નયણે કાજલ ર મા સારિયાં, અણિયાળે નાકે મોર.

ચોકે બાંધી રે મા ચૂંદડી, માંહી કસબે બંધ દીસે તોર;
કુમકુમ કેસર રે મા કસ્તૂરી, માંહી ચૂવાચંદનનું જોર.

દાડમ-કળીઓ રે મા દંત છે, ને મુખ ચાવ્યાં તંબોળ;
મુખથી બોલે રે મા મરકલડે, ને નૌતમ કરે કલોલ.

કોટે સોહે રે કટેશરી, માંહી મોતી કીડિયાં જેહ;
ચાંદલો સોહે રે મા સોના તણો, માંહે તનમનિયાં તેહ.

હારલો લહેકે રે મા જડાવનો, માજી કરે તે ઝૂમણું જ્યોત;
માળા લહેકે રે મા મુક્તાફળની, માદળિયે ઉદ્યોત.

ઉપર સોહે મા ઊતરી, માંહી દુગદુગી ભાત અપાર;
કંઠે નૌતમ રે મા કાંઠલો, માંહી રહે પુષ્પના હાર.
ચૂડી રૂડી રે મા શોભતી, માંહી કાંકણી તેને સંગ;
બાંહે બાજુબંધ રે મા બેરખા, આભૂષણ ધરિયાં અંગ.

ખટપટ ખળકે રે મા મેખલો, માંહી ઘૂઘરીનો ઘમકાર;
વાંજા વાજે રે મા રણઝણે, માંહી જંત્ર તણા તણકાર.

ચરણા ચોળી રે મા ચૂંદડી, માંહી કમલો લીલી ભાત;
વસ્ત્ર અનોપમ રે મા પહેરિયાં, તે સવે જૂજવી ભાત.

વેઢ વીંટીઓ રે મા આંગળીએ, ને નૌતમ દીસે અંગ;
અંગની આંગળીઓ રે મા આપશું ને દર્પણ દીસે સંગ.

કાંબી કડલાં રે મા શોભતાં, ને ઝાંઝર નેપુર સાર;
અણવટ ઠમકે મા અંગૂઠે, ને વીંછિયાનો ઝણકાર.

શણગાર પહેર્યા રે મા શોભતા, તેનાં શાં કરું વખાણ;
તળિયાં રાતાં રે મા પગ તણાં, જાણે ઊગ્યો ભ્રમર ભાણ.

સુરીનર મુનિવર રે મા મોહી રહ્યા, ને મોહ્યા મોટા ભૂપ;
મોહ્યા મોહ્યા રે મા દેવતા, મા જોતાં તારું રૂપ.

ચોસઠ બેનું રે મા આવિયો, ને માંડ્યો નૌતમ રાસ;
હરખ ધરીને રે મા હમચી, ખૂંદે તાળીઓ વાગે ત્રાસ.

હરતાં ફરતાં રે મા ફૂદડી, ને છંદે ગરબો ગાય;
શોભા શી કહું રે મા તમ તણી, તે કળી કોઈથી નવ જાય.
ગરબે ફરતાં રે મા જાળિયાં, તેના દીપક જ્યોત અપાર;
કમલ દીપક રે મા કોડિયાં, તેની શોભા તણો નહીં પાર.

પાર નવ આવે રે મા તમ તણો, તેના ગુણ ગાય છે ઈશ;
આવ્યા આવ્યા રે મા કાશી થઈ, ઇન્દ્રાદિક સુર તેત્રીસ.

બ્રહ્મા આવ્યા રે મા હંસ ચઢી, ને વૃષભ ચઢી મહાદેવ;
વિષ્ણુ આવ્યા રે મા ગરુડે ચઢી, જેની દેવ કરે છે સેવ.

નાચે નાચે રે મા ઉર્વશી, ને કરે અપ્સરા ગાન;
ગાન ગાવે રે મા નૃત્ય કરે, ત્યાં નાટક થેઈ થેઈ તાન.

જય જય વાણી રે મા સહુ વદે, ત્યાં પુષ્પની વૃષ્ટિ થાય;
હસી રમીને રે મા રાસમાં, તે સ્થાનિક બેઠાં માય.

ભોજન કીધા રે મન ભાવતાં, પક્વાન્ન દૂધ છે પાસ;
ઝારી ભરી રે મા ગંગાજલી ને મનમાન્યા મુખવાસ.

કર જોડીને રે મા વીનવે, વલ્લભ તારો દાસ;
સંકટ ટાળો રે મા સેવકનાં, મા તમે મનની પૂરો આશ.

૨.
 (ગાગરનો ગરબો)

ગગનમંડળ કરી ગાગરી રે મા;
સુંદર સકલ શોભા ભરી રે મા.
આપે ભવાની ઉમંગ શું રે મા;
રાસ રમે મધ્ય રંગ-શું રે મા.

નવ ગ્રહમાં સહુથી વડો રે મા;
આદિત્ય અખંડ કર્યો દીવડો રે મા.

ઝળહળ જ્યોત બિંબ ગોળ-શું રે મા;
ઊગ્યો શશી તે કલા સોળ-શું રે મા.

કોણ કળા ભગવતીના ભેદની રે મા;
કોડિયું કર્યું તે માયે મેદની રે મા.

વાતી વિશાળ મધ્ય મેરની રે મા;
યોજન પંચાસ લક્ષ ફેરની રે મા.

સાત સાગર ભર્યા ઘી-તણા રે મા;
એવા બહુ ખેલ બહુચરાતણા રે મા.

જોતાં જુગત જુગતિ મલી રે મા;
ચોહોદિશે ચારુ મુક્તાવલી રે મા.

સ્થાવર જંગમ અનુરાગ-શું રે મા;
ખાંતે બિરાજે વિભાગ-શું રે મા.

કચ્છપની ગાદી કરી રે મા;
મહામાયાએ માથે ધરી રે મા.

માને મળી તે મન લાગની રે મા;
ઉપર ઊઢાણી શેષનાગની રે મા.

અકલ આકાશની આંકણી રે મા;
ગાગર ઉપર ધરી ઢાંકણી રે મા.

તેત્રીસ કરોડ વિસ્મે થયા રે મા;
આપે આપ ભૂલી ગયા રે મા.

ઉચર્યા અમર એકઠા મથી રે મા;
ગાગરનાં તેજ-તુલ્ય કો’ નથી રે મા.

ત્રણ ભૂમાં કો’ ન શકે કથી રે મા;
ગુણવંતી થઈ તે તે થકી રે મા.

પરમ મનોહર દૂઝતી રે મા;
સુખે તે દેવને સૂઝતી રે મા.

આઠે પહોરે તે અમી સરે રે મા;
જગત પાન તે બધાં કરે રે મા.
વરસે તે વિવિધ પ્રકાર-શું રે મા;
આવે અખંડ ચાર ધાર-શું રે મા.

અઝર ઝરે તે આઠ યામનાં રે મા;
ધર્મ અરથ મોક્ષ કામનાં રે મા.

અતિ અદ્ભુત વસ્તુ જે હતી રે મા;
પ્રગટ કર્યાં ચારે શ્રુતિ રે મા.

નિર્મ્યાં નિગમ નિજ ધામનાં રે મા;
વિશ્વતણા તે વિશ્રામનાં રે મા.

ત્રણ દેવ ગાગરમાં વસે રે મા;
સદા સમીપ, ન જોઈ ખસે રે મા.

શિવ વિષ્ણુ વસે છે અંતરે રે મા;
બ્રહ્મા વસે છે નિરંતરે રે મા.

ગાગર ધરે શિર બહુચરી રે મા;
અજર અમર ઈશ્વરી અને રે મા.

સૌ રાસ રમે રસાલી બને રે મા.
નીરખે શોભા તે સુખસાગરે રે મા;

ચૌદ લોક મોહ્યા માની ગાગરે રે મા.

૩.
(મહાકાળીનો ગરબો)

મા તું પાવાની પટરાણી કે, કાળી કાળકા રે લોલ,
મા તારો ડુંગરડે છે વાસ, કે ચડવું દોહલું રે લોલ.

મા તારા મંડપની શોભાય, કે, મુખથી શી કહું રે લોલ,
મા ત્યાં જપ કરતા દીઠા કે, વિશ્વામિત્ર ઋષિ રે લોલ.

મા તારા ડાબા જમણા કુંડ કે, ગંગા જમનાં સરસ્વતી રે લોલ,
મા તારાં કુકડિયાં દશ-વીસ કે, રણમાં ચડે રે લોલ.

કોઈ મુગલે મારી નાખ્યાં કે, બોલાવ્યાં પેટમાં રે લોલ,
કે પ્રભાતે પંખીડાં બોલ્યાં કે, કીધો ટહુકલો રે લોલ.

લીધાં ખડગ ને ત્રીશૂળ કે, અસુરને મારીયો રે લોલ,
ફાડી ઉદર નીકળ્યાં બહાર કે, અસુરને હાથે હણ્યો રે લોલ.

આવી આવી નોરતાંની નવરાત્ર કે, મા ગરબે રમે રે લોલ,
માએ છૂટા મેલ્યા કેશ કે, ફૂદડી બહુ ફરે રે લોલ.

માજી કીઓ સજું શણગાર કે, રમું રંગમાં રે લોલ,
ઓઢ્યાં અમર કેરી જોડ કે, ચરણાં ચુંદડી રે લોલ.

માએ કરી કેશરની આડ કે, વચમાં ટીલડી રે લોલ,
સેંથે ભર્યો છે સિંદૂર કે, વેણા કાળી નાગણી રે લોલ.
માજી દાંતે સોનાની રેખ કે, ટીલીની શોભા ઘણી રે લોલ,
પાયે ઝાંઝરનો ઝમકાર કે, વાગે ઘૂઘરા રે લોલ.

ચોસઠ બેની મળી છે ત્યાંય કે, શણગાર શોભા ઘણી રે લોલ,
આવું રૂડું ચૌટું ચાંપાનેર કે, વચમાં ચોક છે રે લોલ.

રાજાની ચતુરા ચંચલ નાર કે, કાળિકાને બેનપણા રે લોલ,
બેની મારી, ગરબે રમવા આવો કે, ભવાની મા કાળકા રે લોલ.

ખેલે મંડપની માંય કે, ફેર ફરે ફૂદડી રે લોલ,
જોવા મળીયા તેત્રીસક્રોડ દેવ કે, ફૂલડાં વેરીયાં રે લોલ.

રાજાએ અંધાર-પછેડો ઓઢ્યો કે, મા તારે હેરડે રે લોલ,
રાજાએ છળ કરી ઝાલ્યો કે, માજીનો છેડલો રે લોલ.

"માગ માગ, પાવાના રાજન કે ત્રુષ્ટમાંન થઈ રે લોલ,
માગ માગ પુત્ર કેરી જોડ કે, બંધાવું પારણાં રે લોલ.

માગ માગ, ઘોડાની ઘોડશાળ કે, હસ્તી માગ ઝૂલતા રે લોલ,
માગ તોપો ને તોપખાન કે, જંજાલુ અતિ ઘણા રે લોલ.

માગ ગુજરાત સરખો દેશ કે, ભદ્ર બેસણાં રે લોલ,
માગ સુરત સરખું શહેર કે, બંદર અતિ ઘણાં રે લોલ.

માગ માગ ઉત્તર કેરો ખંડ કે, નવ કોટિ માળવો રે લોલ."
"કે માગું એટલડું વરદાન કે, મોહોલે પધારજો રે લોલ"
"ફટ ફટ પાવાના રાજન કે, એ શું માગીયું રે લોલ,
આજથી છઠે ને છ માસ કે, મૂળ તારું ગયું રે લોલ.

કાળકા સડવડ ચાલ્યાં જાય કે, બજારે નીસર્યાં રે લોલ,
કે બુઢિયો દર દરવાજે દીવાન કે, જઈને પૂછિયું રે લોલ.

"કેની કોર પથાના દેબાર કે કેણી કોર રાજવળાં ર લોલ."
"માતા ઊગમણા દરબાર કે, આથમણાં રાજવળા રે લોલ."

ક્યાંથી નવલખી આવી પોઠ કે, જોઈ પૂછિયું ર લોલ,
"પોઠમાં સી સી વસ્તુ હોય કે, પોઠમાં શું ભર્યું રે લોલ.

પોઠમાં લવીંગ સોપારી એલચી કે, મીસરી ઘણી રે લોલ."
બુઢીએ બુડી નાખી એક કે, લોહીની ધારા ચાલી રે લોલ.

માંહીથી નીકળ્યા મુગલ દૈત કે, ડેરા રોપિયા રે લોલ,
બાંધ્યાં તરવારે તોરણ કે, કાળિકા કોપિયાં રે લોલ.

"ભાગ ભાગ પાવાના રાજન કે, પાવો તારો ઘેરિયો રે લોલ,"
લીલુડે ઘોડલે માંડવાં પલાણ કે, પેથાઈ ભાગીય રે લોલ.

"રાજા તારી રાણી કાઢ બાહાર કે, કાંકરીયા પાળ ભરી રે લોલ,
ફરતી કર માજીની ફોજ કે પાવો ઘેરિયો રે લોલ."

લીધું લીધું ચૌટું ચાંપાનેર કે, રાજા ગઢ રોળીયો રે લોલ,
રોળ્યા સુબા ને સરદાર કે, પુત્ર પાટવી રે લોલ.
જોબનવંતી નારીઓ અનેક કે, મુગલા વળગ્યા ફરી રે લોલ,
પાટવી પુત્રની નાર કે, તેને છે દુ:ખ ઘણાં રે લોલ,

મારીને કીધેલા છે ચકચૂર કે પાવો ઘેરિયો રે લોલ,
સુલતાન ચલ્યો સંઘે છડીદાર કે, પાવે જઈ મલ્યો રે લોલ.

તેને અભય મળ્યું વરદાન કે, નીર ભર્યાં નેત્રમાં રે લોલ,
"માજી હું છઉં તમારો દાસ કે, આપો મને આજ્ઞા ર લોલ."

માનાં લોચન દીઠાં વિકરાળ કે, રાતી આંખડી રે લોલ,
સુલતાન નમ્યો માને શીશ કે, પાયે પડી પ્રીતશું રે લોલ.

"માજી વાત વીસારો મન કે, અલ્પ મતિ છે થોડી રે લોલ,"
માજી થયાં તેને પ્રસંન કે, "માગ ત્રુષ્ટમાન થઈ રે લોલ.

આપું રે તુને વરદાન કે, પાવોગઢ બેસણાં રે લોલ,"
"માજી થાજો મને પ્રસંન કે, નથી જોતાં રાજ હવે રે લોલ.

માગું ભક્તિ પદારથ વૈરાગ કે સેવું માના ચરણને રે લોલ,"
માજીએ મુસ્તક મેલ્યો હાથ કે, નિર્ભે કરી થાપીયો રે લોલ.

સાતમી પેઢીએ આપીશ રાજ કે, પાવો આપીયો રે લોલ,
માનો થાજે તું સેવક કે, નિર્ણે થાપીયો રે લોલ.

ઉપમા કાળકાની કોઈ ગાય કે, શીખે સાંભળે રે લોલ,
ગરબો ગાયે તે વલ્લભ કે, શેવક માનો સહી રે લોલ,
માજી આપજો અવિચળ વાણ કે બુદ્ધિ છે થોડી રે લોલ.