મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રવિસાહેબ પદ ૭: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૭ |રવિસાહે}} <poem> સદ્ગુરુજી જ્યારે લગન લઈને આવ્યા સદ્ગુરુ...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ ૭ | | {{Heading|પદ ૭ |રવિસાહેબ}} | ||
<poem> | <poem> | ||
સદ્ગુરુજી જ્યારે લગન લઈને આવ્યા | સદ્ગુરુજી જ્યારે લગન લઈને આવ્યા |
Latest revision as of 13:10, 25 January 2023
રવિસાહેબ
સદ્ગુરુજી જ્યારે લગન લઈને આવ્યા
સદ્ગુરુજી જ્યારે લગન લઈને આવ્યા, સુરતા સખી કેરે મન ભાવ્યા
પ્રેમ રતીએ મોતીડે વધાવ્યાં, પાપ ગયાં પેલા ભવતણાં રે ||૧||
શબ્દ સ્વરૂપી ચાંદલીઓ ચોડ્યો, નીરવૃતી કન્યાનો વહેવાર જોડ્યો
કાળ ક્રોધનો ભય સબ મોડ્યો, વહેવાર જોડાયે પ્રીતશુ રે ||૨||
ગગન મંડળ માંડવડો રચીયો, પંચ રંગી રંગે મનોહર મચીયો
અમી રસ દોરીએ દીલમાં દર્શીઓ, છાંયો છે સાચા તારસું રે ||૩||
ઈ રે મંડપની સોમા ઘણી સારી, રતન જડાવ જરૂખા ને બારી
કોટી કોટી ભામણા લઈ જાંઊ બલીહારી, જલહલ જોતું જલહલે રે ||૪||
હરખ સહીત વર તોરણે પધાર્યા, સુખમણા સાસુ પુખણ લઈને આવ્યા
ઈંગલા પીંગલા નેવલીએ ચડાવ્યાં, પોખણ પોખ્યા પ્રેમસુરે ||૫||
નીરવરતી કન્યા ચોરીમાં પધરાવી, ઓહં સોહં હાથેવાળો મીલાવી
રંરંકાર શબ્દની ધુન મચાવી, અનહદ વાજા ગડહડે રે ||૬||
ભજન કરીને હરીવર વરીયા, આવાગમનના ફેરા ટળિયા
કહે રવીરામ સાચા સદ્ગુરુ મલીયા, અખંડ ચુડલો અમર રહ્યો રે ||૭||